Google Maps/Google Earth સેવાની વધારાની શરતો

છેલ્લે ફેરફાર કરાયાની તારીખ: જુલાઈ, 2022

Google Maps/Google Earthનો ઉપયોગ કરવા માટે, તમારે (1) Google સેવાની શરતો અને (2) આ Google Maps/Google Earthની વધારાની સેવાની શરતો (“Maps/Earthની વધારાની શરતો”) સ્વીકારવી આવશ્યક છે. Maps/Earthની વધારાની શરતોમાં આ સંદર્ભ સમાવિષ્ટ છે Google Maps/Google Earth અને Google Maps/Google Earth APIsની કાયદેસર નોટિસ.

કૃપા કરીને આ પ્રત્યેક દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો. એકસાથે, આ દસ્તાવેજો “શરતો” તરીકે ઓળખાય છે. તે તમે અમારી સેવાઓનાં ઉપયોગ બદલ શું અપેક્ષા રાખી શકો અને અમે તમારી પાસે શું અપેક્ષા રાખીએ છે તે સ્થપિત કરે છે.

જો તમે તમારી Business Profile મેનેજ કરવા માટે Google Mapsમાં ફક્ત વેપારી માટેની સુવિધાઓનો ઉપયોગ કરો છો, તો https://support.google.com/business/answer/9292476 પરની Google Business Profileની શરતો તે વપરાશકર્તા પર લાગુ થાય છે.

તે આ શરતોનો ભાગ નથી તેમ છતાં અમે તમને અમારી પ્રાઇવસી પૉલિસી વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી તમે કેવી રીતે તમારી માહિતીને અપડેટ, મેનેજ, તેની નિકાસ અને તેને ડિલીટ કરવી તે વધુ સારી રીતે સમજી શકો.

  1. લાઇસન્સ. જ્યાં સુધી તમે આ શરતો, Google સેવાની શરતોને અનુસરો, ત્યાં સુધી તમને નીચે આપેલી સુવિધા સહિત, Google Maps/Google Earthનો ઉપયોગ કરવાનું લાઇસન્સ આપે છે:

    1. નકશા જોવા અને તેના પર ટિપ્પણી કરવાની;

    2. KML ફાઇલો અને નકશાના સ્તરો બનાવવાની, અને

    3. યોગ્ય એટ્રિબ્યુશનવાળા કન્ટેન્ટને વીડિયોમાં અને પ્રિન્ટમાં, સાર્વજનિક રીતે ઑનલાઇન પ્રદર્શિત કરવાની.

    તમને Google Maps/Google Earthમાં જે કરવાની પરવાનગી છે તે વિશિષ્ટ વસ્તુઓ વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને Google Maps, Google Earth અને સ્ટ્રીટ વ્યૂનાં ઉપયોગ કરવાની પરવાનગીઓ પેજ જુઓ.

  2. પ્રતિબંધિત વર્તણૂક. આ કલમ 2નું પાલન કરવું એ તમારા Google Maps/Google Earthનો ઉપયોગ કરવાનાં લાઇસન્સની શરત છે. જ્યારે તમે Google Maps/Google Earthનો ઉપયોગ કરતા હો, ત્યારે તમારે આ કરી (અથવા તમારા વતી કામ કરનારાને આની પરવાનગી આપી) શકશો નહીં:

    1. Google Maps/Google Earthનાં કોઈપણ ભાગનું પુનઃવિતરણ અથવા વેચાણ અથવા Google Maps/Google Earth પર આધારિત નવી પ્રોડક્ટ અથવા સેવાની બનાવવી (સિવાય કે તમે Google Maps/Google Earth APIsનો ઉપયોગ તેમની સેવાની શરતો) અનુસાર કરતા હોય;

    2. કન્ટેન્ટ કૉપિ કરવું (તમને Google Maps, Google Earth અને સ્ટ્રીટ વ્યૂનો ઉપયોગ કરવાની પરવાનગીઓ પેજ અથવા "ઉચિત ઉપયોગ" સહિત લાગુ થતા બૌદ્ધિક સંપદા કાયદા દ્વારા, આમ કરવાની અનુમતિ આપવામાં આવી હોય તે સિવાય);

    3. જથ્થાબંધ ડાઉનલોડ કરવું અથવા કન્ટેન્ટના જથ્થાબંધ ફીડ બનાવવા (અથવા કોઈ અન્ય વ્યક્તિને આમ કરવા દેવું);

    4. Google Maps/Google Earthનો વિકલ્પ હોય અથવા નોંધપાત્ર રૂપે તેના સમાન હોય તેવી સેવાના ઉપયોગ માટે, (મૅપિંગ અથવા નૅવિગેશન ડેટાસેટ, વ્યવસાય સૂચિઓના ડેટાબેઝ, ઇમેઇલ મેળવનારની સૂચિ અથવા ટેલિમાર્કેટિંગ સૂચિ સહિત) અન્ય કોઈ પણ મૅપિંગ-સંબંધિત ડેટાસેટ બનાવવા અથવા વધારવા માટે Google Maps/Google Earthનો ઉપયોગ કરવો; અથવા

    5. Android Auto જેવી Google દ્વારા પ્રદાન કરવામાં આવેલી વિશેષ સુવિધા દ્વારા સિવાય, રિઅલ-ટાઇમ નૅવિગેશન અથવા સ્વાયત્ત વાહન નિયંત્રણ માટે અથવા તે સંબંધી અન્ય લોકોના પ્રોડક્ટ અથવા સેવાઓ સાથે Google Maps/Google Earthનાં કોઈપણ ભાગનો ઉપયોગ કરવો.

  3. વાસ્તવિક પરિસ્થિતિઓ; જોખમની ધારણા. જ્યારે તમે Google Maps/Google Earthનાં નકશાનાં ડેટા, ટ્રાફિક, દિશાનિર્દેશો અને અન્ય કન્ટેન્ટનો ઉપયોગ કરો, ત્યારે તમને નકશાનાં પરિણામો અને કન્ટેન્ટથી ભિન્ન વાસ્તવિક પરિસ્થિતિઓ જોવા મળી શકે છે, તેથી તમારો સ્વતંત્ર નિર્ણય લો અને તમારા પોતાનાં જોખમે Google Maps/Google Earthનો ઉપયોગ કરો. તમે હંમેશાં તમારી વર્તણૂક અને તેના પરિણામો માટે જવાબદાર છો.

  4. Google Maps/Google Earthમાં તમારું કન્ટેન્ટ. તમે Google Maps/Google Earth મારફતે અપલોડ, સબમિટ, સ્ટોર કરો, મોકલો અથવા પ્રાપ્ત કરો તે કન્ટેન્ટ, “તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી” નામના વિભાગમાંના લાઇસન્સ સહિત Googleની સેવાની શરતોને આધીન છે. જો તમે ફ્રાન્સના રહેવાસી હો, તો Google Search પર સાર્વજનિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવેલા આવા કન્ટેન્ટ પર Google Searchની વધારાની સેવાની શરતો લાગુ થાય છે. જોકે, માત્ર તમારા ડિવાઇસ પર સ્થાનિક ધોરણે રહે છે તે કન્ટેન્ટ (જેમકે સ્થાનિક ધોરણે સ્ટોર કરવામાં આવેલી KML ફાઇલ) Google પર અપલોડ કે સબમિટ કરવામાં આવતું નથી અને તેથી તે લાઇસન્સને આધીન નથી.

  5. સરકારી વપરાશકર્તાઓ. જો તમે સરકારી એકમ વતી Google Maps/Google Earthનો ઉપયોગ કરતા હો, તો નિમ્નલિખિત શરતો લાગુ થાય છે:

    1. નિયામક કાયદો.

      1. યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપિયન યુનિયનના શહેરના અથવા રાજ્યના સરકારી એકમોને નિયામક કાયદા અને સ્થળ સંબંધી Google સેવાની શરતોનો વિભાગ લાગુ નહીં થાય.

      2. યુનાઇટેડ સ્ટેટ્સ સંઘીય સરકારી એકમો માટે, નિયામક કાયદો અને સ્થળ સંબંધી Google સેવાની શરતોનો સંપૂર્ણ વિભાગ બદલીને નિમ્નલિખિત કરવામાં આવ્યો છે:

        “આ શરતો કાયદાની વિસંગતતાનો સંદર્ભ લીધા વિના યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કાયદા દ્વારા સંચાલિત કરવામાં આવશે અને તેનું અર્થઘટન અને અમલ કરવામાં આવશે. સંપૂર્ણપણે સંઘીય કાયદા દ્વારા અનુમતિ આપવામાં આવેલી સીમા સુધી: (A) લાગુ થતા સંઘીય કાયદાની અનુપસ્થિતિમાં કૅલિફોર્નિયા રાજ્યનો કાયદો (કૅલિફોર્નિયાના કાયદાની વિસંગતિઓના નિયમો સિવાય) લાગુ થશે; અને (B) આ શરતો અથવા Google Maps/Google Earthથી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત કોઈપણ વિવાદ સાન્ટા ક્લારા કાઉન્ટી, કૅલિફોર્નિયાની સંઘીય અદાલતોમાં ચલાવવામાં આવશે અને પક્ષો તે અદાલતોમાં વ્યક્તિગત અધિકાર ક્ષેત્રની સંમતિ આપે છે.”

    2. યુ.એસ. સરકાર દ્વારા પ્રતિબંધિત અધિકારો. યુનાઇટેડ સ્ટેટ્સ સંઘીય સરકાર દ્વારા અથવા તેના માટે Google Maps/Google Earthના તમામ ઍક્સેસ અથવા ઉપયોગ Google Maps/Google Earth કાયદેસર નોટિસમાં "યુ.એસ. સરકાર દ્વારા પ્રતિબંધિત અધિકારો" વિભાગને આધીન છે.