Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફર સંબંધિત પૉલિસી
આ પૉલિસી Street Viewના તે બધા વિશ્વસનીય સહભાગીઓને લાગુ થાય છે કે જેઓ તેમના ગ્રાહકો વતી Google પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવા માટેની છબીઓ એકત્ર કરે છે.
અમારી Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફરની નીતિ આ ચાર મુદ્દા આવરી લે છે:
- પારદર્શિતા માટેની જરૂરિયાતો: તમારા ગ્રાહકો સાથે શેર કરવા જેવી જરૂરી માહિતી
- પ્રતિબંધિત પ્રણાલીઓ: જો તમે તમારા ગ્રાહકો વતી Google પ્રોડક્ટ પર કોઈ છબીઓ પ્રકાશિત કરવા અથવા મેનેજ કરવા ઇચ્છતા હો, તો તમે શું કરી શકશો નહીં
- બ્રાંડિંગ માટેના દિશાનિર્દેશો: Googleના બ્રાંડિંગ તત્ત્વોનો ઉચિત ઉપયોગ કોને કહેવાય
- ક્વૉલિટીની જરૂરિયાતો: તમારે તમારા ગ્રાહકોના Google જાહેરાત એકાઉન્ટની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ
પારદર્શિતાની જરૂરિયાતો
કોઈપણ Google પ્રોડક્ટ પર છબીઓ અપલોડ કરવાના લાભો ગ્રાહકો સંપૂર્ણ રીતે સમજી શકે એ માટે, માહિતીસભર નિર્ણયો લેવા માટે તેમની પાસે યોગ્ય માહિતી હોવી જરૂરી છે. તેથી જ, આ નિર્ણયોને અસર કરી શકે એવી માહિતી વિશે અમારા બધા વિશ્વસનીય સહભાગીઓ પારદર્શિતા જાળવે, એવો અમે આગ્રહ રાખીએ છીએ. નીચે જણાવેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા ઉપરાંત, જ્યારે પણ વિનંતી કરવામાં આવે ત્યારે સહભાગીઓએ તેમના ગ્રાહકોને અન્ય સંબંધિત માહિતી આપવાના વાજબી પ્રયાસો કરવા જોઈએ.
તમારી ફોટોગ્રાફિક સેવાઓ અન્ય લોકોને વેચતી વખતે, તમે સમાન પારદર્શિતા જાળવી રાખો અને તમારા કર્તવ્યો અને અધિકારો સમજો તે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે અન્ય લોકો, બ્રાંડ અને સ્થાનિક કાયદા સંબંધિત હોય છે.
સેવા શુલ્ક અને કિંમતો
સામાન્ય રીતે વિશ્વસનીય પ્રોગ્રામમાં સહભાગીઓ દ્વારા અપાતી વિશિષ્ટ સેવાઓ માટે તેઓ મેનેજમેન્ટ શુલ્ક વસૂલતા હોય છે અને છબી ખરીદનારે એ જાણવું જોઈએ કે શું તેઓ પાસેથી આ શુલ્ક વસૂલવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછું, નવા ગ્રાહકોને દરેક પહેલા વેચાણ પહેલાં લેખિતમાં જણાવો તેમજ ગ્રાહકોના ઇન્વૉઇસ પર લાગુ હોય તેવા તમારા શુલ્ક અને કિંમતોની જાણ કરો.
ખાસ કરીને નાનું બજેટ ધરાવતા છબી ખરીદનારાએ કે જેમની પાસે મોટું બજેટ ધરાવતા છબી ખરીદનારા જેવા સંસાધનો અથવા કુશળતા કદાચ ન પણ હોઈ શકે, તેમણે Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફર સાથે કામ કરતી વખતે શેની અપેક્ષા રાખવી જોઈએ એ જાણવું ઘણું મહત્ત્વપૂર્ણ છે.
પ્રમાણિક પ્રસ્તુતિ
Street View વિશ્વસનીય પ્રોગ્રામના સહભાગી તરીકે, તમને Google દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે એવું સૂચવે તે રીતે તમે સ્વયંને ક્યારેય રજૂ કરશો નહીં. તમે પોતાને પ્રમાણિકપણે સંપૂર્ણ રીતે એક સ્વતંત્ર વ્યાવસાયિક એકમ તરીકે રજૂ કરો અને ગ્રાહકોને Googleની પબ્લિશિંગ સેવા તરીકેની મર્યાદિત ભૂમિકા સમજાવો.
વ્યક્તિગત જવાબદારી
સામાન્ય રીતે, પબ્લિશ કરેલી છબીઓ સેકન્ડોની અંદર Google Maps પર દેખાય છે, પરંતુ જો આ છબીઓ Mapsના વપરાશકર્તાના યોગદાન વિશેની કન્ટેન્ટ પૉલિસી અથવા Google Mapsની સેવાની શરતોનું પાલન કરતી ન હોય, તો પરિણામે તે નકારવામાં આવી શકે છે.
- Google Mapsમાંથી અધિકૃત છબી કાઢી નાખવી જોઈએ કે નહીં એ સમસ્યા હલ કરવાની જવાબદારી ફોટોગ્રાફર અને વ્યવસાયનાં માલિકની રહે છે.
- અમે ફોટોગ્રાફરને અમારી પૉલિસીઓથી સુસંગત ન હોય તેવી છબીઓને તુરંત સુધારવા અથવા બદલવા - અને તેઓ Google Maps દ્વારા મંજૂર કરાયેલી છે તેની ખાતરી કરવાની - અથવા સમસ્યા હલ ન થઈ શકવાની પરિસ્થિતિમાં તેમના ગ્રાહકોને સંપૂર્ણ રિફંડ આપવાનો સુઝાવ આપીએ છીએ.
છબીની માલિકી
અમે સુઝાવ આપીએ છીએ કે જ્યારે ફોટોગ્રાફર અને વ્યવસાયનાં માલિકો જોડાય, ત્યારે બન્ને પક્ષોએ કરારની શરતો, વૉરંટી અને ભાવિ માલિકી હકોનો ઉલ્લેખ કરતા હોય તેવા એક લેખિત કરારમાં શામેલ થવું જોઈએ.
- શૂટ પૂર્ણ થાય પછી છબીના માલિક કોણ રહેશે તે નક્કી કરો. જો ફોટોગ્રાફર માલિકી જાળવે છે, તો ખાતરી કરો કે વ્યવસાયનાં માલિક માહિતગાર છે કે તેઓ ફોટોગ્રાફરના કૉપિરાઇટના ઉલ્લંઘન વિના છબીનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. બે એકાઉન્ટ (જેમ કે ફોટોગ્રાફરના અને વ્યવસાયનાં માલિકના એકાઉન્ટ) હેઠળ એક જ છબી બે વાર પબ્લિશ થવી જોઈએ નહી.
કાયદાનું પાલન
ગ્રાહકોને સેવા આપતી વખતે બધા લાગુ કાયદાનું પાલન થાય તેની ખાતરી કરો. તમારી કુશળતા અને તમે કરતા હો તે કાર્યની અંતિમ ક્વૉલિટીને ખોટી રીતે પ્રસ્તુત કરશો નહીં. તેમજ ખાતરી કરો કે તમને જે કાર્ય પૂર્ણ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે તેના માટેનો યોગ્ય વીમો તમે ધરાવો છો.
છબીની દૃશ્યતા
Google વ્યવસાય માલિકો અને ફોટોગ્રાફર વચ્ચેના કરારો સહિત, ત્રીજા પક્ષો વચ્ચેના કોઈપણ કરાર અથવા વ્યાવસાયિક કરારને ધ્યાનમાં લીધા વિના, Google Maps પર છબીઓને રેંક આપશે. વ્યવસાયનાં માલિકે વ્યાવસાયિક ફોટોગ્રાફરને શૂટ માટે ચુકવણી કરી હતી આ વાત Google Maps પર છબીને કેવી રીતે રેંક કરવામાં આવે છે અથવા પ્રદર્શિત થાય છે તેને અસર કરશે નહીં.
કોઈ હિતસંઘર્ષ નથી
અમુક Google પ્રોગ્રામ - ખાસ કરીને લોકલ ગાઇડ - માટે આવશ્યક છે કે તમે બિન-વ્યાવસાયિક તરીકે ભાગ લો (દા.ત., તમે યોગદાન આપતા હો તે કન્ટેન્ટ માટે તમને કોઈ વળતર આપવામાં આવતું નથી). જો તમે ભાડા પેટે સેવાઓ આપતા હો (જેમ કે Street Viewના વિશ્વસનીય પ્રદાતા તરીકે સ્વયંનું માર્કેટિંગ કરતા હો), તો તમે આ વ્યાવસાયિક સેવાઓને નિષ્પક્ષતાનો સંકેત આપતી હોય તેવી અન્ય બિન-વ્યાવસાયિક સેવાઓ (જેમ કે લોકલ ગાઇડ તરીકે રેટિંગ અથવા રિવ્યૂ પોસ્ટ કરવાની તમારી ક્ષમતા) સાથે ભેળવશો નહીં.
Google બ્રાંડના ઉચિત વપરાશ વિશે
જેમણે વિશ્વસનીય સ્ટેટસ મેળવેલું હોય માત્ર એવા ફોટોગ્રાફર અથવા કંપનીઓ જ Google Maps Street View બ્રાંડ અને વિશ્વસનીય બૅજનો ઉપયોગ માર્કેટિંગ અસેટ તરીકે કરી શકશે. વિશ્વસનીય ફોટોગ્રાફર તરીકે, અમે તમને તમારા પ્રતિષ્ઠિત સ્ટેટસની ઉજવણી કરવા આ અસેટનો લાભ લેવા માટે આમંત્રિત કરીએ છીએ. વિશ્વસનીય નિષ્ણાતો Google Maps, Street View અથવા અન્ય કોઈપણ સંબંધિત લોગો સહિત, વિશ્વસનીય બૅજ, શબ્દ સ્વરૂપમાં લોગો અને બ્રાંડિંગ તત્ત્વોનો ઉપયોગ કરી શકે છે. તમે તેમના વડે કરી શકો અને ન કરી શકો એવી કેટલીક બાબતો અહીં આપેલી છે. જો તમે માનતા હો કે કોઈ વ્યક્તિ અમારી બ્રાંડ અસેટના Googleના મંજૂરી પ્રાપ્ત ઉપયોગોનું ઉલ્લંઘન કરી રહી છે, તો તમે અહીં સમસ્યાની જાણ કરી શકો છો. Googleની અન્ય બ્રાંડ અસેટ માટે તમે અહીં અયોગ્ય ઉપયોગોની જાણ કરી શકો છો.
વિશ્વસનીય બૅજનો ઉપયોગ
- જો તમે Street View વિશ્વસનીય પ્રોગ્રામના પ્રમાણિત સભ્ય હો, તો જ વિશ્વસનીય બૅજ અને બ્રાંડિંગ તત્ત્વોનો ઉપયોગ કરો.
- આજુબાજુ પર્યાપ્ત ખાલી જગ્યા ધરાવતા સફેદ બૅકગ્રાઉન્ડ પર જ વિશ્વસનીય બૅજ બતાવો, પછી તેને તમે કોઈપણ જગ્યાએ બતાવો.
- વિશ્વસનીય બૅજનો ઉપયોગ માત્ર તમારા નામ અથવા કંપનીના નામ અને લોગો સાથેના સંયોજનમાં જ કરો.
- વિશ્વસનીય બૅજ અને બ્રાંડિંગ તત્ત્વોનો ઉપયોગ વેબસાઇટ, પ્રસ્તુતિઓ, વ્યાવસાયિક પોશાક અને પ્રિન્ટ કરેલી વેચાણ સામગ્રીઓમાં જો તમે કરવા ઇચ્છતા હો, તો કરી શકશો.
- ખાતરી કરો કે બૅજ અને બ્રાંડિંગ તત્ત્વો પેજ/પોશાક પર સૌથી વધુ ધ્યાન ખેંચી શકવાની શક્યતા ધરાવતા નથી.
- ગ્રાફિક ઉમેરવા, છબીઓનો વિસ્તાર કરવા અથવા તેનો અનુવાદ કરવા સહિત Google Maps, Street View અથવા વિશ્વસનીય બૅજ, લોગો અથવા શબ્દ ચિહ્નોમાંથી કશામાં પણ ફેરફાર કરવો નહીં.
- બૅજનો ઉપયોગ ગેરમાર્ગે દોરી શકે તેવી રીતે અથવા અપમાનજનક રીતે કરવો નહીં. ઉદાહરણ તરીકે, કોઈપણ પ્રોડક્ટ અથવા સેવા માટે Googleનું સમર્થન સૂચવતું હોય એ રીતે બૅજનો ઉપયોગ કરવો.
તમારી સેવાઓનું વેચાણ કરતી વખતે
- વ્યાવસાયિક 360⁰ ફોટાને તમારી વ્યાવસાયિક સેવાઓમાંની એક સેવા તરીકે ઑફર કરો.
- જ્યારે તમે વ્યવસાયો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા હો, ત્યારે તમે વિશ્વસનીય પ્રોગ્રામનો ભાગ છો તે છુપાવશો નહીં અથવા હોવાની ખોટી રજૂઆત કરશો નહીં.
- તમે ભાડે આપવા ઑફરની કરતા હોય એવી કોઈપણ સેવાઓ (જેમ કે Street View વિશ્વસનીય પ્રદાતા તરીકે પોતાનું માર્કેટિંગ કરવું)ને તમારી લોકલ ગાઇડ મેમ્બરશિપ સાથે ભેળવશો નહીં.
તમારી વેબસાઇટનું બ્રાંડિંગ કરવા વિશે
- ડોમેન નામમાં, Google, Google Maps, Street View, વિશ્વસનીય બૅજ અથવા કોઈપણ અન્ય Google ટ્રેડમાર્ક - અથવા તેની પ્રતિકૃતિનો - ઉપયોગ કરશો નહીં.
- તમે તમારી વેબસાઇટ પર વિશ્વસનીય બૅજ બતાવી શકો છો.
તમારા વાહનના બ્રાંડિંગ વિશે
- જ્યારે તમારા વાહન પર કોઈ ગ્રાફિક બતાવવામાં આવે, ત્યારે તમે માત્ર તમારી પોતાની બ્રાંડ અને તેનો લોગો બતાવી શકશો.
- કોઈપણ વાહન પર Street Viewના આઇકન, બૅજ અને લોગો સહિત, કોઈપણ Google બ્રાંડિંગ એલિમેન્ટ બતાવશો નહીં.
360⁰ છબીઓના અધોબિંદુ/શીરોબિંદુમાં બ્રાંડિંગ
- છબીની સૌથી નીચે અથવા ઉપરની બાજુએ ઉપલબ્ધ જગ્યા પ્રમાણે તમારી કંપનીના લોગો/નામનો ઉપયોગ કરો. કોઈ ફૉર્મેટના ચોક્કસ માપદંડ માટે પૉલિસી ગાઇડલાઇન જુઓ.
- જ્યારે તમારી છબીની સૌથી નીચેની બાજુએ અથવા તમારા વાહનની છત પર બ્રાંડિંગનો સમાવેશ હોય, ત્યારે:
- તમને બ્રાંડિંગનો ઉપયોગ કરવાની પરવાનગી હોવી જ જોઈએ.
- તમારે માત્ર સંબંધિત (ઉદાહરણ તરીકે, લોકલ ટુરિઝમને પ્રમોટ કરવું) અથવા એટ્રિબ્યુશન સુધી મર્યાદિત હોય એવું જ કન્ટેન્ટ પ્રદર્શિત કરવું.
- સ્પૉન્સરશિપ/એટ્રિબ્યુશનના કિસ્સામાં, પ્રદર્શિત બ્રાંડિંગ આ પ્રમાણે હોવું આવશ્યક છે:
- Google બ્રાંડ અસેટ સાથે બતાવવામાં આવતું ન હોય.
- કોઈપણ પ્રમોશનલ ગ્રાફિક્સ અથવા ભાષા સાથે બતાવવામાં આવતું ન હોય (સિવાય કે તે બતાવેલા લોકેશન સાથે સંબંધિત હોય).
- "સ્પૉન્સરનું નામ" અથવા અનુવાદિત સમકક્ષ શામેલ હોવું.
- તમારા 360⁰ છબીઓની સૌથી નીચે અથવા ઉપરની બાજુએ વિશ્વસનીય બૅજ અથવા કોઈપણ અન્ય Google બ્રાંડિંગનો ઉપયોગ કરશો નહીં (તમારા કૅમેરાને દેખાઈ શકતા છત પરના કોઈપણ ગ્રાફિક્સ સહિત).
આ દિશાનિર્દેશો ઉપરાંત, કૃપા કરીને ખાતરી કરો કે તમે યોગ્ય ઉપયોગ માટે Googleના નિયમો, બ્રાંડના નિયમો અને શરતો, ભૌગોલિક ઉપયોગના દિશાનિર્દેશો અને Google ટ્રેડમાર્ક માટેના અન્ય બધા ઉપયોગ માટેના દિશાનિર્દેશોનું પાલન કરો છો.
Google જાહેરાત પર તમારા વ્યવસાયની જાહેરાત
જો તમે ઇચ્છો, તો Google Ads પર તમારી જાહેરાતોમાં 'વિશ્વસનીય ફોટોગ્રાફર પ્રોગ્રામ'નો ઉપયોગ કરીને તમારા વ્યવસાયની જાહેરાત કરી શકો છો. કૃપા કરીને નોંધો કે તમે તમારી જાહેરાતોમાં "Street View" બ્રાંડ તરીકે અથવા Googleની કોઈપણ અન્ય બ્રાંડના ઉપયોગ કરવાની મંજૂરી ધરાવતા નથી.
તમારી Google Business Profileનું બ્રાંડિંગ
જો તમારી પાસે Google Business Profile હોય, તો તમે Google Business Profileની પૉલિસીઓ અને ખાસ કરીને Google પર તમારા વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરવા માટેના દિશાનિર્દેશોનો આદર કરો તે અપેક્ષિત છે.
Google Business Profileના તમારા નામમાં Google, Google Maps, Street View — કે અન્ય કોઈપણ Google ટ્રેડમાર્ક અથવા તેની પ્રતિકૃતિનો ઉપયોગ કરશો નહીં.
એકવાર તમે વિશ્વસનીય સ્ટેટસની મંજૂરી મેળવી લેશો, પછી તમે તમારી પ્રોફાઇલ પર તમારો વિશ્વસનીય બૅજ અપલોડ કરી શકશો.
નોંધ: જો તમે આ દિશાનિર્દેશોનું પાલન નહીં કરો, તો તમે આ પ્રોગ્રામમાંનું તમારું સ્ટેટસ, વિશ્વસનીય બૅજ અને અન્ય બ્રાંડિંગ તત્ત્વોનો ઉપયોગ કરવાનો અધિકાર ગુમાવી શકો છો.
વિશ્વસનીય Imageryની ક્વૉલિટી માટેની જરૂરિયાતો
છબીની ક્વૉલિટી
- 7.5 MP અથવા તેનાથી વધુ (3,840 x 1,920 px)
- છબીનો સાપેક્ષ ગુણોત્તર 2:1
- છબીમાં ક્ષિતિજની આસપાસ કોઈ ખાલી જગ્યા ન હોય
- કોઈ નોંધપાત્ર જોડાણ ભૂલ ન હોય
- રોશનીવાળા/ઓછી રોશનીવાળા વિસ્તારોમાં પર્યાપ્ત વિગત
- તીવ્રતા: કોઈ મોશન બ્લર નથી, ફોકસમાં
- છબી સૌથી નીચેના વિસ્તાર સહિતમાં કોઈ ખલેલ પહોંચાડતી ઇફેક્ટ અથવા ફિલ્ટર નથી
કનેક્ટિવિટી
- બધા કનેક્ટેડ 360⁰ ફોટા સ્પષ્ટ રીતે જોઈ શકાય એવા હોવા આવશ્યક છે
- ઇન્ડોરમાં 1 મીટરના અંતરે અને આઉટડોરમાં દર 3 મીટરના અંતરે શૂટ કરવાનું રાખો
- અમારી સાથે કનેક્ટ કરી શકવાની સંભાવના વધારવા માટે તમારા સંગ્રહનો વિસ્તાર તમારી શેરી સુધી કરો
યોગ્યતા
- લોકો અને સ્થાન બતાવવાની સંમતિ
- ભૌગોલિક રીતે ચોક્કસ પ્લેસમેન્ટ
- કોઈ કમ્પ્યુટર જનરેટેડ સ્પેસ કે સ્પેશલ ઇફેક્ટ નથી, છબી મીરરીંગ અથવા વૉર્પિંગ સહિત
- છબીની સૌથી નીચેના વિસ્તારની બહાર કોઈ એટ્રિબ્યુશન હોવું ન જોઈએ
- કોઈ દ્વેષયુક્ત અથવા ગેરકાનૂની કન્ટેન્ટ હોવું ન જોઈએ
પ્રતિબંધિત પ્રણાલીઓ
અયોગ્ય કન્ટેન્ટ
નિષિદ્ધ અને પ્રતિબંધિત કન્ટેન્ટ Maps વપરાશકર્તાએ યોગદાન કરેલા કન્ટેન્ટ માટેની પૉલિસી પર મળી શકે છે.
તમે "સમસ્યાની જાણ કરો" લિંકનો ઉપયોગ કરીને અનુચિત કન્ટેન્ટની જાણ કરી શકો છો.
ખોટા, ભ્રામક અથવા અવાસ્તવિક દાવા
અમે ઇચ્છીએ છીએ કે Street View વિશ્વસનીય ફોટોગ્રાફરના ગ્રાહકો, Street View વિશ્વસનીય ફોટોગ્રાફર સાથે કામ કરવા વિશે માહિતીસભર નિર્ણયો લઈ શકે, જેનો સરળ ભાષામાં અર્થ એમ જ કે જ્યારે તમે તમારી કંપની, તમારી સેવાઓ, આ સેવાઓની સાથે સંકળાયેલા ખર્ચા અને તમારા ગ્રાહકો અપેક્ષા રાખી શકે તેવા પરિણામોનું વર્ણન કરતા હોય, તમારે સ્પષ્ટ અને સચોટ રહેવું જરૂરી છે. ખોટા, ભ્રામક અથવા અવાસ્તવિક દાવા કરશો નહીં.
ઉદાહરણો:
- Google સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરવો
- Google Street View અથવા Google Maps પર ટોચના પ્લેસમેન્ટની ગૅરંટી આપવી
પજવણીકારક, દુરુપયોગી અથવા અપ્રમાણિક વર્તણૂક
Street Viewના ગ્રાહકોને Street Viewના ફોટોગ્રાફર પાસેથી પણ એટલી જ ઉત્કૃષ્ટ સેવા મળવી જોઈએ, જેટલી તેઓ સીધા Google સાથે કામ કરીને મેળવી શકતે. સંભવિત અથવા હાલના ગ્રાહકો સાથે ક્યારેય પજવણીકારક, દુરુપયોગી અથવા અપ્રમાણિક પદ્ધતિનો પ્રયોગ કરશો નહીં.
ઉદાહરણો:
- સંભવિત ગ્રાહકોને વારંવાર અણગમતા કૉલ કરવા
- કોઈ જાહેરાતકર્તાને સાઇન અપ કરવા અથવા તમારી એજન્સી સાથે વ્યવહાર ચાલુ રાખવા માટે તેમના પર અયોગ્ય દબાણ આપવું
- તમારા વતી કોઈ અન્યોને Googleના સર્ટિફિકેશનની પરીક્ષાઓ આપવા દેવું
- ફિશિંગ
- રોકડ ચુકવણીના બદલે Google Adsના વાઉચર ઑફર કરવા
અમારી નીતિઓ વિશે
એ મહત્ત્વપૂર્ણ છે કે તમે Googleના Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફરની પૉલિસીથી વાકેફ અને અપ ટૂ ડેટ રહો. જો અમે એમ માનીએ કે તમે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છો, તો તમારી કાર્યપદ્ધતિઓનો વિગતવાર રિવ્યૂ કરવા અને જવાબી કાર્યવાહીની વિનંતી કરવા અમે તમારો સંપર્ક કરી શકીએ છીએ. વારંવારના અથવા ગંભીર ઉલ્લંઘનોના કિસ્સામાં, અમે તમને કદાચ વિશ્વસનીય પ્રોગ્રામમાંથી બાકાત કરી શકીએ છીએ અને તમારા ગ્રાહકોને સૂચિત કરવા માટે તેમનો સંપર્ક પણ કરી શકીએ છીએ. અમે કદાચ તમને Google Mapsની પ્રોડક્ટમાં વધુ યોગદાન આપતા પણ અટકાવી શકીએ છીએ.
આ પૉલિસીઓ કોઈપણ હાલની શરતો અને પૉલિસીઓ ઉપરાંત છે જે ત્રીજા પક્ષોને લાગુ થઈ શકે છે, જેમાં આ પણ શામેલ છે:
જો તમે નીતિનું ઉલ્લંઘન કરો, તો શું થઈ શકે
અનુપાલનનો રિવ્યૂ: તમારો વ્યવસાય શું Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફરની પૉલિસીનું પાલન કરે છે કે નહીં, તે જાણવા કોઈપણ સમયે અમે તેનો રિવ્યૂ કરી શકીએ છીએ. જો અમે અનુપાલન સંબંધિત માહિતી મેળવવા તમારો સંપર્ક કરીએ. તો તમારે સમયસર જવાબ આપવો અને અમારી પૉલિસીઓનું પાલન કરવા ઝડપથી જવાબી કાર્યવાહી કરવી આવશ્યક છે. અનુપાલનની ખાતરી કરવા કદાચ અમે તમારા ગ્રાહકોનો સંપર્ક પણ કરી શકીએ છીએ.
પાલન ન કરવા વિશેના નોટિફિકેશન: જો અમે એમ માનીએ કે તમે Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફરની પૉલિસીનું ઉલ્લંઘન કરી રહ્યાં છો, તો સામાન્ય રીતે જવાબી કાર્યવાહીની વિનંતી કરવા અમે તમારો સંપર્ક કરીશું. જો આપેલા સમયગાળામાં તમે જવાબી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહો, તો અમે અમલીકરણ માટેના પગલાં લઈ શકીએ છીએ. ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનોના કિસ્સામાં, અમે તાત્કાલિક પગલાં કોઈપણ નોટિફિકેશન વિના લઈ શકીએ છીએ.
ત્રીજા પક્ષના પ્રોગ્રામનું સસ્પેન્શન: Google Street View વિશ્વસનીય જેવા, Googleના ત્રીજા પક્ષના પ્રોગ્રામમાં તમારી સહભાગિતા, Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફરની પૉલિસીના પાલન પર પૂર્વાનુમાનિત છે અને જો અમને એવું જણાય કે તમે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છો અથવા જો તમારા વ્યવસાયને અનુપાલન માટે અમારા રિવ્યૂ કરવાના પ્રયાસોમાં તમે અમને સહકાર આપવામાં નિષ્ફળ રહ્યાં છો, તો તમારા વ્યવસાયને મર્યાદિત અથવા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
Maps એકાઉન્ટનું સસ્પેન્શન: જો તમે કોઈ પૉલિસીનું ગંભીર ઉલ્લંઘન કરો, તો તમારા Google Maps એકાઉન્ટ અમે સસ્પેન્ડ કરી શકીએ છીએ. વારંવારના અથવા ખાસ કરીને પૉલિસીના ઉલ્લંઘનોના કિસ્સામાં, તમારા Google Mapsના એકાઉન્ટ કદાચ કાયમી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને એ પછીથી તમે ક્યારેય Google Mapsમાં યોગદાન આપી શકશો નહીં. વધુમાં, અમે તમારા ગ્રાહકોને સૂચિત કરવા માટે તેમનો સંપર્ક પણ કરી શકીએ છીએ.
ત્રીજા પક્ષની નીતિના ઉલ્લંઘનની જાણ કરો
શું તમે એમ માનો છો કે કોઈ ત્રીજા પક્ષના ભાગીદાર આ પૉલિસીનું ઉલ્લંઘન કરી રહ્યાં છે? અમને જણાવો: