અમે ક્યારે, ક્યાં અને કેવી રીતે 360⁰ની છબીઓ એકત્રિત કરીએ છીએ તે જાણો

Googleના રંગબેરંગી Street View કાફલાને મળો અને જાણો કે અમે વિશ્વના નકશાને પ્રબળ બનાવવા માટે 360⁰ની છબીઓ કેવી રીતે એકત્રિત કરીએ છીએ.

Google Street View છબી પર સંગ્રહ
Google Street View છબી પર ઍનિમેશન કારનો સંગ્રહ

ફોટોગ્રાફીના સ્રોતો

Street View ફોટાના બે સૉર્સ છે, Google અને અમારા યોગદાનકર્તાઓ.

અમારું કન્ટેન્ટ
યોગદાનકર્તાઓએ આપેલું કન્ટેન્ટ

અમારું કન્ટેન્ટ

Googleની માલિકીના કન્ટેન્ટનો શ્રેય “ગલી દૃશ્ય” અથવા “Google નકશા”ને મળે છે. અમે અમારી છબીઓમાંના ચહેરા અને લાઇસન્સ પ્લેટને ઑટોમૅટિક રીતે ઝાંખાં કરીએ છીએ.

પૉલિસીની વિગતો

જોર્ડનમાં પેટ્રાની Google Street View છબી

યોગદાનકર્તાઓએ આપેલું કન્ટેન્ટ

વપરાશકર્તાના યોગદાનવાળા કન્ટેન્ટ સાથે ક્લિક/ટૅપ કરી શકાય તેવું એકાઉન્ટનું નામ અને અમુક કિસ્સામાં પ્રોફાઇલ ફોટો પણ જોડવામાં આવે છે.

પૉલિસીની વિગતો

Street View માટે યોગદાન આપો

Google Street View છબીમાં Federico Debetto ઝાંઝિબારના નકશા બનાવી રહ્યાં છે

અમે આ મહિને ક્યાં નકશા બનાવી રહ્યાં છીએ

તમારા અનુભવને બહેતર બનાવે અને તમારી આજુબાજુનું વિશ્વ શોધવામાં તમને સહાય કરે તેવી છબીઓ તમારા સુધી લાવવા માટે અમે સમગ્ર વિશ્વમાં ડ્રાઇવ અને ટ્રેક કરીએ છીએ. જો તમે હાથ હલાવીને અમારી ટીમનું અભિવાદન કરવા માગતા હો, તો નીચે જુઓ કે તે તમારી નજીકના લોકેશન પર ક્યારે આવશે.

તારીખ જિલ્લો
તારીખ જિલ્લો

અમારા નિયંત્રણ બહારના પરિબળો (હવામાન, રસ્તા, બંધ હોવા, વગેરે)ને કારણે, અમારી કાર ન ચાલતી હોય તેવું હંમેશાં સંભવિત છે અથવા મામૂલી ફેરફારો થાય તેવું પણ બની શકે છે. કૃપા કરીને એ બાબત પણ નોંધી લો કે જ્યાં સૂચિમાં વિશેષ શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તેમાં એ વધુ નાનાં શહેરો અને નગરોનો સમાવેશ હોય શકે છે જ્યાં અમે ડ્રાઇવિંગ કરીને પહોંચી શકતાં હોઈએ.

વિશ્વની અજાયબીઓને ઉજાગર કરવા માટે તૈયાર થયેલો કાફલો

અમે સાતેય ખંડો પર અવિશ્વસનીય સ્થાનોની મુલાકાત લીધી છે અને હજી વધુ સ્થાનોની મુલાકાત લેવાના છીએ. અમે રસ્તા પર ઉતરીએ તે પહેલાં, અમે માત્ર યોગ્ય કાફલાને ઉપયોગમાં લેવા અને શ્રેષ્ઠ છબી એકત્રિત કરવા માટે ભૂપ્રદેશ, પર્યાવરણની પરિસ્થિતિઓ અને વસ્તીની ગીચતા સહિતના ઘણા પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ.

Street View કાર

છાપરા પર કૅમેરા સિસ્ટમથી સજ્જ, Street View કાર એ છબી એકત્રિત કરવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું અમારું સાધન છે અને તેણે વિશ્વભરમાં 1 કરોડ માઇલથી વધુ અંતર કૅપ્ચર કરવામાં અમારી સહાય કરી છે., જેમાં કેળું ખાતો ઘોડો શામેલ છે.
Street View કાર

ટ્રેકર

આ પોર્ટેબલ કૅમેરા સિસ્ટમનો ઉપયોગ બૅકપેક તરીકે થઈ શકે છે અથવા તેને પિકઅપ ટ્રક, સ્નોમોબાઇલ અથવા મોટરબાઇકની ટોચ પર માઉન્ટ કરી શકાય છે. તે આપણને સાંકડી શેરીઓમાં અથવા ફક્ત પગે ચાલીને જ પહોંચી શકાય તેવા સ્થાનોમાં, જેમ કે ઇન્કા સિટાડેલ માચુ પિચ્ચુમાં છબીઓ એકત્રિત કરવા માટે સક્ષમ બનાવે છે.
ટ્રેકર

નકશાને જીવંત બનાવવા વિશે

અમે છબીઓ એકત્રિત કરી લઈએ તે પછી, તે તમામને તમારી સ્ક્રીન પર લાવવાનો સમય આવે છે. અમારી ટીમ પડદા પાછળ શું કરી રહી છે તેની એક ઝલક અહીં આપી છે.

  • છબીઓ એકત્રિત કરવી

    સૌથી પહેલાં અમારે ચારે દિશામાં ડ્રાઇવ કરવું અને ગલી દૃશ્યમાં બતાવવા માટે સ્થાનોના ફોટોગ્રાફ લેવા જરૂરી છે. અમે શ્રેષ્ઠ સંભવિત છબીને ક્યારે અને ક્યાં એકત્રિત કરી શકાય તે નક્કી કરવા માટે વિવિધ વિસ્તારોના હવામાન અને વસ્તીની ગીચતા સહિત ઘણાં પરિબળો પર મહત્તમ ધ્યાન આપીએ છીએ.

  • છબીઓ સંરેખિત કરવી

    પ્રત્યેક છબીને નકશા પર તેના ભૌગોલિક સ્થાન સાથે મેળ કરવા માટે, અમે કાર પરના GPS, ગતિ અને દિશા નિર્દેશ માપનારા સેન્સરના સિગ્નલનું સંયોજન કરીએ છીએ. આ અમને કારના ચોક્કસ રસ્તાનું પુનઃનિર્માણ કરવામાં અને છબીઓને જરૂરિયાત મુજબ ટિલ્ટ કરવામાં અને ફરી સંરેખિત કરવામાં પણ સહાય કરે છે.

  • ફોટાને 360 ફોટામાં રૂપાંતરિત કરવા

    360 ફોટાઓમાં ખાલી જગ્યા ટાળવા માટે, સંલગ્ન કૅમેરા આંશિક રીતે ઓવરલૅપ થતા ચિત્રો લે છે અને પછી અમે ફોટાઓને એકસાથે 'સાંધીને' એક 360 ડિગ્રી છબી બનાવીએ છીએ. પછી અમે 'સાંધા' ઘટાડવા અને સહજ સંક્રમણો બનાવવા માટે વિશિષ્ટ છબી પ્રક્રિયા ઍલ્ગોરિધમ લાગુ કરીએ છીએ.

  • તમને યોગ્ય છબી બતાવવી

    કારના લેઝર જેટલી ઝડપથી સપાટીઓને પ્રતિબિંબિત કરે છે તે અમને જણાવે છે, કે કોઈ ઇમારત અથવા પદાર્થ કેટલો દૂર છે, અને અમને દુનિયાનું 3D મૉડલ બનાવવામાં સહાય કરે છે. જ્યારે તમે Street Viewમાં કોઈ અંતરવાળા વિસ્તારમાં જાઓ, ત્યારે આ તે લોકેશન માટે તમને બતાવવા હેતું શ્રેષ્ઠ પૅનોરમા નક્કી કરે છે.

અમે ક્યાં જઈ આવ્યા છીએ

નકશા પરના વાદળી વિસ્તારો બતાવે છે કે Street View ક્યાં ઉપલબ્ધ છે. વધુ વિગત માટે મોટું કરો અથવા Google Maps પર બ્રાઉઝ કરો.

વધુ જાણો