આસપાસના નવા વિસ્તારની, પર્યટન સ્થળોની અને સ્થાનિક વ્યવસાયોની છબીઓ કૅપ્ચર કરવાનું પહેલાંથી ઘણું સરળ બની ગયું છે. બસ તમારો કૅમેરા પસંદ કરો, તમારા 360 વીડિયો એકત્રિત કરો અને તેમને Street View Studio પર અપલોડ કરો.
Street View-સુસંગત કૅમેરા વડે શેરીઓ, પગદંડીઓ, પર્યટન સ્થાનો અને વ્યવસાયોની છબીઓ કૅપ્ચર કરો. જો તમારી શેરી Google Maps પર ન હોય,
તો અમારા Google Maps કન્ટેન્ટ પાર્ટનર પેજ પર ડેટા મેનેજ કરવાની કે યોગદાન આપવાની અન્ય રીતો જુઓ.
*Note that Google does not certify any operational or mechanical functions. Any specific technical or logistical issues should be addressed directly with the supplier.
ડ્રાઇવ કે રાઇડ કરતી વખતે કે ચાલતાં જતી વખતે તમારો કૅમેરા સાથે લઈ જાઓ
મુસાફરી કરતી વખતે, ડ્રાઇવિંગ કરતાં-કરતાં તમારી 360 છબી બનાવો. તમારી શેરીનો નકશો બનાવતી વખતે કોઈ વાહન કે હેલ્મેટ માઉન્ટનો ઉપયોગ કરો અથવા જો તમે ઇન્ડોર છબી બનાવી રહ્યાં હો, તો તમારા કૅમેરાને મિની ટ્રાઇપૉડ કે મૉનોપૉડ પર માઉન્ટ કરો.
એક જ સમયે એક કરતા વધુ ફાઇલો અપલોડ કરો અને અપલોડ કરવાની પ્રક્રિયા સમાપ્ત થયા પહેલાં જ તમારી છબીઓનો પ્રીવ્યૂ કરો. તમારી 360 છબીના આંકડા ઍક્સેસ કરો અને ભવિષ્યમાં જે રસ્તાની છબીઓ કૅપ્ચર કરવાના હો, તેનું આરામથી આયોજન કરો.
ફ્રેન્ચ પોલિનેશિયાના ટાપુઓ કૅપ્ચર કરતા બધા ભૂપ્રદેશોમાં ચાલી શકતા વાહનો
એક સ્થાનિક ફોટોગ્રાફર ગોલ્ફ કાર્ટ, જેટ સ્કી અને ઘોડાનો ઉપયોગ કરીને ફ્રેન્ચ પોલિનેશિયાની છબીઓને નકશા પર લઈ આવવા માટે સર્જનાત્મક બન્યા અને સૌથી પહેલા પ્રત્યુત્તર આપનારા સ્થાનિક લોકોને તેમની સેવાઓ બહેતર બનાવવામાં સહાય કરી.
મ્યાનમારને ડિજિટલ બનાવવું અને તેનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો
એક વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોડક્શન કંપનીએ દેશનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે, મ્યાનમારને Street View વડે ડિજિટલ બનાવવાનું કેવી રીતે શરૂ કર્યું તે જાણો.
કાર, બાઇક અને હોડીમાં મુસાફરી કરીને ઝિમ્બાબ્વેનો નકશો બનાવવો
Tawanda Kanhema તેમના દેશના નકશા બનાવી રહ્યાં છે. તેમણે વિક્ટોરિયા ધોધની છબી કેવી રીતે કૅપ્ચર કરી અને તેઓ કેવી રીતે હજી પણ વધુ લોકેશનને Street View પર અંકિત કરી રહ્યાં છે, તે વિશે વધુ જાણો.
બર્મુડાની ઑનલાઇન ઉપસ્થિતિને ઑપ્ટિમાઇઝ કરવા, સ્થાનિક વ્યવસાયની શોધને વેગ આપવા અને પર્યટકોને તેમની મુસાફરીની યોજના બનાવવામાં સહાય કરવા માટે, બર્મુડા પર્યટન અધિકારીઓ અને Miles Partnership દળોમાં જોડાયા હતા.
ટોંગા અને અન્ય પેસિફિક ટાપુઓની સંસ્કૃતિને હાઇલાઇટ કરવા માટે, Grid Pacificના સ્થાપકોએ સમગ્ર દ્વીપસમૂહના નકશા બનાવવાની અને તેને Street Viewમાં ઉમેરવાની મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ કરવાનું શરૂ કર્યું.