કેવી રીતે Google વપરાશકર્તાની માહિતી માટે, સરકારી વિનંતીઓનો નિકાલ કરે છે
વિશ્વભરની સરકારી એજન્સીઓ Googleને વપરાશકર્તાની માહિતી આપવા માટે આગ્રહ કરતી હોય છે. દરેક વિનંતી લાગુ કાયદા મુજબ છે તેની ખાતરી કરવા અમે તેનો કાળજીપૂર્વક રિવ્યૂ કરીએ છીએ. જો કોઈ વિનંતી વધુ પડતી માહિતી માગતી હોય, તો અમે તેને શક્ય તેટલી ઓછી કરવાનો બનતો પ્રયાસ કરીએ છીએ અને કેટલાક કિસ્સામાં તો કોઈપણ માહિતી આપવાનું ટાળીએ છીએ. અમે અમારા પારદર્શિતા રિપોર્ટમાં અમને મળતી વિનંતીઓની સંખ્યા અને પ્રકાર વિશેની માહિતી શેર કરીએ છીએ.
તમારા Google સેવા પ્રદાતા કોણ છે તેના આધારે અમે તેનો પ્રતિસાદ આપીએ છીએ — મોટાભાગની અમારી સેવાઓ માટે તે કાં તો Google LLC, યુએસ કાયદા હેઠળ કામ કરતી એક યુએસ સ્થિત કંપની અથવા Google Ireland Limited, જે આઇરીશ કાયદા હેઠળ કામ કરતી આઇરીશ કંપની છે. તમારા સેવા પ્રદાતા કોણ છે તે જાણવા માટે Googleની સેવાની શરતોનો રિવ્યૂ કરો અથવા તમારા એકાઉન્ટ વ્યવસ્થાપકની સાથે ચેક કરો કે તમારું Google એકાઉન્ટ કોઈ સંસ્થા દ્વારા મેનેજ કરવામાં આવે છે કે કેમ.
જ્યારે અમે કોઈ સરકારી એજન્સી તરફથી કોઈ વિનંતી મેળવીએ છીએ, ત્યારે અમે માહિતી જાહેર કરતા પહેલાં વપરાશકર્તાના એકાઉન્ટ પર એક ઇમેઇલ મોકલીએ છીએ. જો તે એકાઉન્ટ કોઈ સંસ્થા દ્વારા મેનેજ કરવામાં આવતું હોય, તો અમે એકાઉન્ટના વ્યવસ્થાપકને નોટિસ મોકલીશું.
વિનંતીની શરતો હેઠળ, જો કાનૂની રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય, તો અમે નોટિસ મોકલીશું નહીં. કાનૂની પ્રતિબંધ હટાવવામાં આવે, એ પછી અમે નોટિસ મોકલી શકીશું, જેમ કે કોઈ વૈધાનિક અથવા કોર્ટે આપેલા કોઈ ઑર્ડરની સમયસીમા સમાપ્ત થઈ જાય ત્યારે.
જો કોઈ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય અથવા તેને હાઇજૅક કરવામાં આવ્યું હોય, તો અમે કદાચ નોટિસ મોકલીશું નહીં. તેમજ કોઈ ઇમર્જન્સીના કિસ્સામાં પણ કદાચ અમે કોઈ નોટિસ મોકલીશું નહીં, જેમ કે કોઈ બાળકની સલામતી અથવા કોઈ વ્યક્તિના જીવને જોખમ હોય, આવા કિસ્સામાં જો અમને જણાય કે ઇમર્જન્સી વીતી ગઈ છે, તો અમે નોટિસ મોકલીશું.
નાગરિક, વહીવટી અને ગુનાહિત કિસ્સામાં યુએસ સરકારી એજન્સીઓએ કરેલી વિનંતીઓ
યુએસ બંધારણ અને ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન પ્રાઇવસી અધિનિયમ (ECPA)ના ચોથા સુધારાના કારણે કોઈપણ પ્રદાતાને વપરાશકર્તાની માહિતી જાહેર કરવા માટે સરકારની ફરજ પાડવાની ક્ષમતાને પ્રતિબંધિત કરે છે. યુએસની સરકારે ઓછામાં ઓછું નીચે મુજબનું કરવું જ જોઈએ:
- બધા કિસ્સાઓમાં: સબ્સ્ક્રાઇબરની નોંધણીની મૂળભૂત માહિતી અને ચોક્કસ IP ઍડ્રેસ જાહેર કરવાની ફરજ પાડવા માટે કોર્ટમાં હાજર રહેવાનો ઑર્ડર જારી કરવો
- ગુનાહિત કિસ્સામાં
- ઇમેઇલના મોકલનાર, મેળવનાર, CC, BCC અને ટાઇમસ્ટેમ્પ ફીલ્ડ જેવા કન્ટેન્ટ સિવાયના રેકોર્ડ જાહેર કરવાની ફરજ પાડવા માટે કોર્ટનો ઑર્ડર મેળવવો
- ઇમેઇલ મેસેજ, દસ્તાવેજો અને ફોટા જેવું કમ્યુનિકેશનનું કન્ટેન્ટ જાહેર કરવાની ફરજ પાડવા માટે તપાસનું વૉરંટ મેળવવું
રાષ્ટ્રીય સુરક્ષા શામેલ હોય તેવા કિસ્સામાં યુએસ સરકારી એજન્સીઓની વિનંતીઓ
રાષ્ટ્રીય સુરક્ષાને લગતી તપાસમાં, યુએસ સરકાર રાષ્ટ્રીય સુરક્ષા પત્ર (NSL) અથવા વિદેશી ગુપ્તચર સર્વેલન્સ અધિનિયમ (FISA) હેઠળ આપવામાં આવેલા અધિકારોમાંથી કોઈ એક વડે Googleને વપરાશકર્તાની માહિતી આપવાની ફરજ પાડવા માટે કદાચ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
- NSL માટે ન્યાયિક અધિકરણ જરૂરી હોતું નથી અને તેના ઉપયોગથી અમને સબ્સ્ક્રાઇબરની માત્ર મર્યાદિત માહિતી આપવા માટે જ ફરજ પાડી શકાય છે.
- FISAના ઑર્ડર અને અધિકરણોના ઉપયોગથી Gmail, ડ્રાઇવ અને ફોટો જેવી સેવાઓમાંથી કન્ટેન્ટ સહિત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને સ્ટોર કરેલા ડેટાને જાહેર કરવાની ફરજ પાડવામાં આવી શકે છે.
યુએસ સિવાય અન્ય દેશોના સરકારી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ
કેટલીક વાર Google LLC, યુએસ સિવાય અન્ય દેશોના સરકારી અધિકારીઓ તરફથી ડેટા જાહેર કરવાની વિનંતીઓ મેળવે છે. જ્યારે અમે આવી કોઈ એક વિનંતી મેળવીએ છીએ, ત્યારે કદાચ અમે વપરાશકર્તાની માહિતી આપી શકીએ છીએ, પરંતુ જો તે નીચે જણાવેલી બધી બાબતોથી સુસંગત હોય તો જ:
- યુએસ કાયદા, એટલે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન પ્રાઇવસી અધિનિયમ (ECPA) જેવા લાગુ થતા યુએસ કાયદા હેઠળ માહિતી ઍક્સેસ અને જાહેર કરવાની આપવામાં આવતી મંજૂરી
- વિનંતી કરનારા દેશના કાયદા, એટલે, જો આ વિનંતી આવી જ કોઈ સેવાના સ્થાનિક પ્રદાતાને કરવામાં આવી હોય, તો આ એકસમાન યોગ્ય પ્રક્રિયાને તેમજ તેને લાગુ થતી બધી કાનૂની જરૂરિયાતોને અનુસરવાની અમારી આધિકારિક આવશ્યકતા છે
- આંતરરાષ્ટ્રીય ધોરણો એટલે કે અમે માત્ર એવી વિનંતીઓના પ્રતિસાદમાં ડેટા આપીએ છીએ જે વૈશ્વિક નેટવર્ક પહેલના અભિવ્યક્તિની આઝાદી અને પ્રાઇવસીની સિદ્ધાંતો અને તેની સાથે સંકળાયેલી અમલીકરણની માર્ગદર્શિકાઓને સંતોષતી હોય
- Googleની નીતિઓ જેમાં સેવાની કોઈપણ લાગુ શરતો અને પ્રાઇવસી પૉલિસી તેમજ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા સંબંધિત નીતિઓનો સમાવેશ હોય છે
યુરોપિયન ઇકોનોમિક એરિયા અને સ્વિટ્ઝરલૅન્ડમાં મોટાભાગની Google સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર હોવાને કારણે Google Ireland વપરાશકર્તાની માહિતી માટેની વિનંતીઓ પણ મેળવે છે.
આઇરીશ સરકારી એજન્સીઓ તરફથી મળેલી વિનંતીઓ
જ્યારે કોઈ આઇરીશ એજન્સી તરફથી વપરાશકર્તાની માહિતી માટે વિનંતીઓ મેળવવામાં આવે ત્યારે તેનું મૂલ્યાંકન કરતી વખતે Google Ireland આઇરીશ કાયદાને ધ્યાનમાં રાખે છે. આઇરીશ કાયદાની આવશ્યકતા છે કે આઇરીશ કાયદાના બજવણી અધિકારીઓ Google Irelandને વપરાશકર્તાની માહિતી આપવાની ફરજ પાડવાનો ન્યાયિક અધિકૃત આદેશ મેળવે.
આયર્લૅન્ડ સિવાય અન્ય દેશોના સરકારી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ
આખા યુરોપિયન ઇકોનોમિક એરિયા અને સ્વિટ્ઝરલૅન્ડમાં રહેતા વપરાશકર્તાઓ માટે Google Ireland સેવાઓ પૂરી પાડે છે તેમજ ઘણીવાર અમે આયર્લૅન્ડના સિવાય અન્ય દેશોના સરકારી અધિકારીઓ તરફથી ડેટા જાહેર કરવાની વિનંતીઓ પણ મેળવીએ છીએ. આવા કિસ્સામાં, જો નીચે જણાવેલી બધી શક્યતાઓ સાથે સુસંગત જણાય, તો અમે વપરાશકર્તાનો ડેટા આપી શકીએ છીએ:
- આઇરીશ કાયદા, એટલે આઇરીશ ક્રિમિનલ જસ્ટિસ ઍક્ટ જેવા લાગુ થતા આઇરીશ કાયદા હેઠળ માહિતી ઍક્સેસ અને જાહેર કરવાની આપવામાં આવતી મંજૂરી
- આયર્લૅન્ડમાં લાગુ થતા યુરોપિયન યુનિયન (EU)ના કાયદા, એટલે જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) સહિત આયર્લૅન્ડમાં લાગુ થતા EUના બધા કાયદા
- વિનંતી કરનારા દેશના કાયદા, એટલે, જો આ વિનંતી આવી જ કોઈ સેવાના સ્થાનિક પ્રદાતાને કરવામાં આવી હોય, તો આ એકસમાન યોગ્ય પ્રક્રિયાને તેમજ તેને લાગુ થતી બધી કાનૂની જરૂરિયાતોને અનુસરવાની અમારી આધિકારિક આવશ્યકતા છે
- આંતરરાષ્ટ્રીય ધોરણો એટલે કે અમે માત્ર એવી વિનંતીઓના પ્રતિસાદમાં ડેટા આપીએ છીએ જે વૈશ્વિક નેટવર્ક પહેલના અભિવ્યક્તિની આઝાદી અને પ્રાઇવસીની સિદ્ધાંતો અને તેની સાથે સંકળાયેલી અમલીકરણની માર્ગદર્શિકાઓને સંતોષતી હોય
- Googleની નીતિઓ જેમાં સેવાની કોઈપણ લાગુ શરતો અને પ્રાઇવસી પૉલિસી તેમજ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા સંબંધિત નીતિઓનો સમાવેશ હોય છે
જો વાજબી રીતે એમ માનવાનું કોઈ કારણ હોય કે કોઈ વ્યક્તિને અમે મોતના મોંમાંથી બહાર લાવી શકીએ અથવા ગંભીર શારીરિક ઈજા થવાથી બચાવી શકીએ, તો અમે સરકારી એજન્સીને આ વિશે માહિતી આપી શકીએ છીએ — ઉદાહરણ તરીકે, બોમ્બની ધમકી, સ્કૂલમાં ગોળીબાર, અપહરણના કેસમાં, આત્મહત્યા કરતા રોકવા તેમજ લાપતા વ્યક્તિઓના કેસમાં. આ વિનંતીઓ વિશે અમે લાગુ થતા કાયદા અને અમારી નીતિઓના આધારે જ વધુ વિચાર કરીશું.