જનરેટિવ AI પ્રતિબંધિત ઉપયોગ સંબંધિત પૉલિસી
છેલ્લે ફેરફાર કર્યાની તારીખ: 14 માર્ચ, 2023
જનરેટિવ AI મૉડલ તમને નવા વિષયો વિશે શોધખોળ કરવામાં, તમારી સર્જનાત્મકતાને પ્રેરિત કરવામાં અને નવી વસ્તુઓ શીખવામાં સહાય કરી શકે છે. જો કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે જવાબદારીપૂર્વક અને કાનૂની રીતે તેમનો ઉપયોગ કરો અને તેમની સાથે જોડાઓ. આના માટે, તમે આ પૉલિસીનો સંદર્ભ આપતી Googleની સેવાઓનો ઉપયોગ આ બાબતો માટે ન કરો તે આવશ્યક છે:
- જોખમી, ગેરકાનૂની અથવા દુર્ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓ કરવી અથવા તેના માટે સુવિધા આપવી, જેમાં
- ગેરકાનૂની પ્રવૃત્તિઓ અથવા કાયદાના ઉલ્લંઘનો માટે સુવિધા આપવી અથવા તેનો પ્રચાર કરવો શામેલ છે, જેમ કે
- બાળકોના જાતીય શોષણ અથવા શોષણ સંબંધિત કન્ટેન્ટનો પ્રચાર કરવો અથવા આવું કન્ટેન્ટ જનરેટ કરવું
- ગેરકાનૂની પદાર્થો, માલસામાન અથવા સેવાઓના વેચાણનો પ્રચાર કરવો કે તેના માટે સુવિધા આપવી અથવા વિવિધ ભાગોને જોડીને તેનું ગઠન કરવા કે તેને ઍક્સેસ કરવા માટે સૂચનાઓ પ્રદાન કરવી
- કોઈપણ પ્રકારનો ગુના કરવા માટે વપરાશકર્તાઓને સુવિધા આપવી અથવા પ્રોત્સાહિત કરવા
- હિંસક ઉગ્રવાદ અથવા આતંકવાદ સંબંધિત કન્ટેન્ટનો પ્રચાર કરવો અથવા તેને જનરેટ કરવું
- સેવાઓનો દુરુપયોગ કરવો, તેને હાનિ પહોંચાડવી કે તેમાં વિક્ષેપ ઊભો કરવો (અથવા અન્ય લોકોને તેમ કરવા માટે સક્ષમ કરવા), જેમ કે
- સ્પામ જનરેટ અથવા વિતરિત કરવાનો પ્રચાર કરવો અથવા તેના માટે સુવિધા આપવી
- છેતરામણી કે કપટપૂર્ણ પ્રવૃત્તિઓ, સ્કૅમ, ફિશિંગ અથવા માલવેર માટે કન્ટેન્ટ જનરેટ કરવું.
- સલામતીના ફિલ્ટર ઓવરરાઇડ કરવાના અથવા ટાળવાના અથવા મૉડલને ઇરાદાપૂર્વક એવી રીતે કાર્ય કરવા માટે દોરવાના પ્રયાસો, જેનાથી અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન થાય
- એવું કન્ટેન્ટ જનરેટ કરવું જે વ્યક્તિઓ અથવા ગ્રૂપને નુકસાન પહોંચાડી શકે છે અથવા તેમ કરવાનો પ્રચાર કરી શકે છે, જેમ કે
- દ્વેષનો પ્રચાર કરતું કે તેને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ જનરેટ કરવું
- અન્ય લોકોને ડરાવવા, અપશબ્દો કહેવા અથવા અપમાનિત કરવા માટે ઉત્પીડન અથવા ધમકાવવાની પદ્ધતિઓ માટે સુવિધા આપવી
- હિંસા માટે સુવિધા આપતું, તેનો પ્રચાર કરતું અથવા તેના માટે ઉશ્કેરતું કન્ટેન્ટ જનરેટ કરવું
- આત્મઘાત માટે સુવિધા આપતું, તેનો પ્રચાર કરતું અથવા તેને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ જનરેટ કરવું
- વિતરણ અથવા અન્ય હાનિ માટે, કોઈ વ્યક્તિને ઓળખાવી શકે એવી માહિતી જનરેટ કરવી
- લોકોની સંમતિ વિના તેમને ટ્રૅક અથવા મૉનિટર કરવા
- એવું કન્ટેન્ટ જનરેટ કરવું કે જે લોકોને અયોગ્ય અથવા પ્રતિકૂળ અસર કરી શકે, ખાસ કરીને સંવેદનશીલ અથવા સંરક્ષિત લાક્ષણિકતાઓ સંબંધિત અસર
- ગેરકાનૂની પ્રવૃત્તિઓ અથવા કાયદાના ઉલ્લંઘનો માટે સુવિધા આપવી અથવા તેનો પ્રચાર કરવો શામેલ છે, જેમ કે
- ખોટી માહિતી, ભ્રામક માહિતી આપવાનો અથવા ગેરમાર્ગે દોરવાનો હેતુ ધરાવતું કન્ટેન્ટ જનરેટ કરવું અને વિતરિત કરવું, જેમાં
- છેતરવા માટે, જનરેટ કરેલું કન્ટેન્ટ માનવ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનો દાવો કરીને તેના ઉદગમસ્થાન વિશે ભ્રામક માહિતી આપવી અથવા જનરેટ કરેલા કન્ટેન્ટને ઑરિજિનલ રચના તરીકે રજૂ કરવું શામેલ છે
- છેતરવા માટે, પૂરી સ્પષ્ટતા કર્યા વિના કોઈ અન્ય વ્યક્તિ (જીવિત અથવા મૃત) હોવાનો ઢોંગ કરતું કન્ટેન્ટ જનરેટ કરવું
- ખાસ કરીને સંવેદનશીલ ક્ષેત્રો (દા.ત. આરોગ્ય, નાણાકીય ક્ષેત્ર, સરકારી સેવાઓ અથવા કાનૂની ક્ષેત્ર)માં કરવામાં આવેલા કુશળતા અથવા ક્ષમતાના ભ્રામક દાવાઓ
- મહત્ત્વપૂર્ણ કે વ્યક્તિગત અધિકારો અથવા સુખાકારી (દા.ત., નાણાકીય, કાનૂની, રોજગાર, આરોગ્યની સારસંભાળ, આવાસ, વીમો અને સામાજિક કલ્યાણ)ને અસર કરતા ડોમેનમાં ઑટોમૅટેડ નિર્ણયો લેવા
- પોર્નોગ્રાફી અથવા જાતીય આનંદ (દા.ત. જાતીય આનંદ આપતા ચૅટબૉટ)ના હેતુઓ માટે બનાવેલા કન્ટેન્ટ સહિત જાતીય રીતે અયોગ્ય કન્ટેન્ટ જનરેટ કરવું. નોંધ કરજો કે આમાં વૈજ્ઞાનિક, શૈક્ષણિક, દસ્તાવેજી અથવા કલાત્મક હેતુઓ માટે બનાવેલું કન્ટેન્ટ શામેલ નથી.