Google એકત્ર કરે છે તે ડેટા અમે કેવી રીતે રાખીએ છીએ

તમારા Google સેવાઓના ઉપયોગ સાથે અમે ડેટા એકત્ર કરીએ છીએ. અમે શું એકત્ર કરીએ છીએ, એને શા માટે એકત્ર કરીએ છીએ અને તમે તમારી માહિતીને કઈ રીતે મેનેજ કરી શકો તે અમારી ગોપનીયતા નીતિમાં વર્ણવવામાં આવ્યું છે. આ રાખવાની નીતિ વર્ણવે છે કે અમે વિવિધ સમયગાળા માટે વિવિધ પ્રકારના ડેટાને શા માટે રાખીએ છે.

કેટલોક ડેટા તમે ઇચ્છો ત્યારે ડિલીટ કરી શકશો, કેટલોક ડેટા આપમેળે ડિલીટ થઈ જશે અને કેટલોક ડેટા અમે જરૂરિયાત અનુસાર વધુ લાંબા સમયગાળા માટે રાખીએ છીએ. જ્યારે તમે ડેટા ડિલીટ કરો, ત્યારે તમારો ડેટા અમારા સર્વરો પરથી સુરક્ષિત રીતે તથા સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યો છે અથવા અજ્ઞાત રૂપે રાખવામાં આવ્યો છે તે સુનિશ્ચિત કરવા માટે, અમે વિલોપન નીતિને અનુસરીએ છીએ. Google, ડેટાને કેવી રીતે અનામી બનાવે છે

તમે કાઢી ન નાખો ત્યાં સુધી માહિતી રાખવામાં આવે છે

અમે સેવાઓની શ્રેણી પ્રસ્તુત કરીએ છીએ જે તમને તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત ડેટાને સુધારવાની અથવા ડિલીટ કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, તમે આ કરી શકો છો:

જ્યાં સુધી તમે આ ડેટાને કાઢી નાખવાનું પસંદ નહીં કરો, ત્યાં સુધી અમે તેને તમારા Google એકાઉન્ટમાં રાખીશું. અને જો તમે Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યા વિના અમારી સેવાઓનો ઉપયોગ કરશો, તો અમે તમને તમે અમારી સેવાઓને ઍક્સેસ કરવા માટે જેનો ઉપયોગ કરો છો, જેમ કે ઉપકરણ, બ્રાઉઝર અથવા ઍપની સાથે લિંક થયેલ કેટલીક માહિતી ડિલીટ કરવાની ક્ષમતા પણ પ્રસ્તુત કરીએ છીએ.

ચોક્કસ સમયગાળા પછી રદબાતલ થતો ડેટા

કેટલાક કિસ્સાઓમાં, ડેટા ડિલીટ કરવાની રીત પ્રદાન કરવાને બદલે, અમે પૂર્વ-નિર્ધારિત સમયગાળા માટે તેનો સંગ્રહ કરીએ છીએ. દરેક પ્રકારના ડેટા માટે, અમે તે ડેટા એકત્રિત કરવાના કારણના આધારે તેને જાળવી રાખવાનો સમયગાળો સેટ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, વિવિધ પ્રકારના ઘણાં ડિવાઇસમાં અમારી સેવાઓ યોગ્ય રીતે પ્રદર્શિત થાય તે સુનિશ્ચિત કરવા માટે, અમે વધુમાં વધુ 9 મહિના સુધી બ્રાઉઝરની પહોળાઈ તથા ઊંચાઈ ફેરફાર કર્યા વિના રાખી શકીએ છીએ. અમે સેટ કરેલા સમયગાળાની અંદર અમુક ચોક્કસ ડેટાનું અનામીકરણ કરવા અથવા ઉપનામ આપવા માટેના પગલાં પણ લઈએ છીએ. ઉદાહરણ તરીકે, અમે 9 મહિના પછી અમે IP ઍડ્રેસનો અમુક ભાગ અને 18 મહિના પછી કુકી કાઢી નાખીને સર્વર લૉગમાં જાહેરાતના ડેટાનું અનામીકરણ કરીએ છીએ. અમે સેટ કરેલા સમયગાળા માટે વપરાશકર્તાના Google એકાઉન્ટમાંથી ડિસ્કનેક્ટ કરવામાં આવેલી ક્વેરી જેવા ઉપનામ અપાયેલા ડેટાને પણ જાળવી રાખી શકીએ છીએ.

તમારું Google એકાઉન્ટ ડિલીટ કરવામાં ન આવે, ત્યાં સુધી રાખવામાં આવતી માહિતી

અમે અમુક ડેટા તમારા Google એકાઉન્ટની સંપૂર્ણ આવરદા સુધી રાખીએ છીએ, જો વપરાશકર્તાઓની અમારી સુવિધાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની રીત સમજવામાં અને અમારી સેવાઓ બહેતર બનાવવામાં અમારા માટે તે ઉપયોગી હોય. ઉદાહરણ તરીકે, જો તમે Google Mapsમાં શોધેલું સરનામું ડિલીટ કરો છો, તો તમારું એકાઉન્ટ કદાચ હજી પણ સ્ટોર કરશે કે તમે દિશાનિર્દેશોની સુવિધાનો ઉપયોગ કર્યો હતો. તે રીતે, Google Maps તમને ભવિષ્યમાં દિશાનિર્દેશોની સુવિધાનો ઉપયોગ કરવાની રીત બતાવવાનું અવગણી શકે છે.

મર્યાદિત હેતુઓ માટે વિસ્તૃત સમયગાળા માટે રાખવામાં આવતી માહિતી

ક્યારેક વ્યવસાયિક તથા કાનૂની જરૂરિયાતોને કારણે, વિસ્તૃત સમયગાળા માટે, ચોક્કસ હેતુઓ માટે, અમારે ચોક્કસ માહિતી રાખવી જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે Google તમારા માટે ચુકવણીની પ્રક્રિયા કરે અથવા તમે Googleને ચુકવણી કરો, ત્યારે ટૅક્સ માટે આવશ્યક હોય તે અનુસાર અથવા એકાઉન્ટના હેતુઓ માટે અમે વધુ લાંબા સમયગાળા માટે આ ડેટા રાખીશું. વધુ લાંબા સમયગાળા માટે કેટલોક ડેટા રાખી શકવાના અમારા કારણોમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે:

સુરક્ષિત તથા સંપૂર્ણ ડિલીટ કરવાનું ચાલુ કરવું

જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાંનો ડેટા ડિલીટ કરો, ત્યારે અમે તેને પ્રોડક્ટમાંથી તથા અમારી સિસ્ટમોમાંથી કાઢી નાખવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરીએ છીએ. પહેલું, અમારું લક્ષ્ય હોય છે કે તે દેખાવાનું તાત્કાલિક બંધ થઈ જાય અને હવેથી તેનો ઉપયોગ તમારા Google અનુભવને વ્યક્તિગત કરવામાં ન આવે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મારી પ્રવૃત્તિના ડૅશબોર્ડ પરથી તમે જોયેલ વીડિઓ ડિલીટ કરશો, તો YouTube તે વીડિઓ માટે તમારા જોવાની પ્રગતિ બતાવવાનું તાત્કાલિક રોકી દેશે.

ત્યાર પછી અમે અમારી સ્ટોરેજ સિસ્ટમોમાંથી ડેટાને સુરક્ષિત રીતે તથા સંપૂર્ણપણે ડિલીટ કરવા માટે રચવામાં આવેલી પ્રક્રિયા શરૂ કરીએ છીએ. અમારા વપરાશકર્તાઓને અને ગ્રાહકોને ડેટાના આકસ્મિક નુકસાનથી રક્ષવા માટે ડેટા સુરક્ષિત રીતે ડિલીટ થાય તે મહત્ત્વપૂર્ણ છે. અમારા સર્વરોમાંથી ડેટા સંપૂર્ણપણે ડિલીટ કરવો તે અમારા ગ્રાહકોની માનસિક શાંતિ માટે સમાન મહત્ત્વ ધરાવે છે. ડિલીટ કરવાનું શરૂ કર્યા, પછી સામાન્ય રીતે લગભગ 2 મહિને આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. ડેટા અજાણતાં કાઢી નાખવામાં આવ્યો હોય તે કિસ્સામાં ડેટા પુનઃપ્રાપ્ત કરવામાં લાગતા એક મહિના જેટલા લાંબા સમયનો આમાં ઘણીવાર સમાવેશ થાય છે.

ડેટા ડિલીટ થયો હોય તે દરેક Google સ્ટોરેજ સિસ્ટમની, ડેટા સુરક્ષિત રીતે તથા સંપૂર્ણપણે ડિલીટ થાય તે માટેની, પોતાની વિગતવાર પ્રક્રિયા છે. બધો ડેટા ડિલીટ થયો છે તે કન્ફર્મ કરવા માટે સિસ્ટમમાંથી વારંવાર પસાર થવાનું અથવા ભૂલમાંથી પુનઃપ્રાપ્તિની મંજૂરી માટેના સંક્ષિપ્ત વિલંબો આમાં સંકળાયેલા હોઈ શકે છે. પરિણામે, જ્યારે ડેટાને સુરક્ષિત રીતે તથા સંપૂર્ણપણે ડિલીટ કરવા માટે વધારાનો સમય જરૂરી હોય, ત્યારે ડિલીટ કરવાના કાર્યમાં થોડો વધુ સમય લાગી શકે છે.

સંભવિત આપત્તિઓ પછી પહેલાંની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સહાય માટે, અમારી સેવાઓ સંરક્ષણના બીજા સ્તર તરીકે એન્ક્રિપ્ટ કરેલા બૅકઅપ સ્ટોરેજનો ઉપયોગ પણ કરે છે. ડેટા આ સિસ્ટમોમાં 6 મહિના સુધી રહી શકે છે.

ડિલીટ કરવાની અન્ય પ્રક્રિયાની જેમ, નિયમિત જાળવણી, અનપેક્ષિત આઉટેજ, ખામીઓ, અથવા અમારા પ્રોટોકૉલમાંની નિષ્ફળતાઓ જેવી બાબતોને કારણે, આ લેખમાં વર્ણવેલ પ્રક્રિયાઓ તથા સમયગાળામાં વિલંબ થઈ શકે છે. અમે આવી સમસ્યાઓ શોધવા માટે તથા તેનું નિરાકરણ લાવવા માટે રચવામાં આવેલી સિસ્ટમોની જાળવણી કરીએ છીએ.

સુરક્ષા કરવી, કપટ અને દુરુપયોગ અટકાવવો

વર્ણન

તમને, અન્ય લોકોને અને Googleને કપટ, દુરુપયોગ તથા અનધિકૃત ઍક્સેસથી રક્ષણ કરવા માટે.

પરિસ્થિતિઓ

ઉદાહરણ તરીકે, જ્યારે Googleને શંકા જાય કે કોઈ વ્યક્તિ કપટ કરી રહી છે.

નાણાકીય વિગત-જાળવણી

વર્ણન

Google તમારી ચુકવણીની પ્રક્રિયા કરે અથવા તમે Googleને ચુકવણી કરો તે સહિત, જ્યારે Google નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલ હોય, ત્યારે. એકાઉન્ટિંગ, વિવાદનો ઉકેલ લાવવા તથા ટૅક્સ, એસ્ચીટમેન્ટ, હવાલા કામગીરી તથા અન્ય આર્થિક નિયમનો સંબંધિત નિયમો સાથે સુસંગતતા જેવા હેતુઓ માટે, ઘણી વાર આ માહિતી લાંબા સમય સુધી રાખવી આવશ્યક હોય છે.

પરિસ્થિતિઓ

ઉદાહરણ તરીકે, જ્યારે તમે Play સ્ટોર પરથી ઍપ અથવા Google સ્ટોર પરથી પ્રોડક્ટ ખરીદો ત્યારે.

કાયદાકીય અથવા નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવું

વર્ણન

લાગુ થતા કાયદા, કાનૂની પ્રક્રિયા અથવા સરકારની અમલમાં મૂકી શકાય તેવી વિનંતી પૂરી કરવા અથવા સંભવિત ઉલ્લંઘનોની તપાસ સહિતની, લાગુ થતી સેવાની શરતોના અમલ માટે આવશ્યક હોય ત્યારે.

પરિસ્થિતિઓ

ઉદાહરણ તરીકે, જો Googleને કાનૂની રીતે કોર્ટમાં હાજર રહેવાનો ઑર્ડર પ્રાપ્ત થાય, તો.

અમારી સેવાઓની નિરંતરતા સુનિશ્ચિત કરવી

વર્ણન

તમને અને અન્ય વપરાશકર્તાઓને નિરંતર સેવા આપવાનું સુનિશ્ચિત કરવા માટે.

પરિસ્થિતિઓ

ઉદાહરણ તરીકે, જ્યારે તમે અન્ય વપરાશકર્તાઓ સાથે માહિતી શેર કરો છો (જેમ કે તમે અન્ય કોઈ વ્યક્તિને ક્યારે ઇમેઇલ મોકલ્યો), ત્યારે તેને તમારા Google એકાઉન્ટમાંથી ડિલીટ કરવાથી પ્રાપ્તકર્તાઓએ જાળવી રાખેલી કૉપિઓ કાઢી નહીં નખાય.

Google સાથે પ્રત્યક્ષ સંચાર કરવો

વર્ણન

જો તમે ગ્રાહક સેવા ચૅનલ, પ્રતિસાદ ફૉર્મ અથવા ખામીની જાણકારી મારફતે Google સાથે પ્રત્યક્ષ સંચાર કર્યો હશે, તો Google એ સંચારોના વાજબી રેકોર્ડ રાખી શકે છે.

પરિસ્થિતિઓ

ઉદાહરણ તરીકે, જ્યારે તમે Gmail અથવા ડ્રાઇવ જેવી Google ઍપની અંદરથી પ્રતિસાદ આપો.

Google ઍપ
મુખ્ય મેનૂ