પ્રસ્તાવના

Googleનું મિશન વિશ્વની માહિતીને ગોઠવવાનું અને તેને સાર્વત્રિક રીતે ઍક્સેસિબલ અને સહાયરૂપ બનાવવાનું છે. તે મિશનમાં લોકેશનની માહિતી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડ્રાઇવિંગના દિશાનિર્દેશોથી લઈને તમારા શોધ પરિણામોમાં તમારી નજીકમાં રહેલી બાબતોનો સમાવેશ થાય તેનો ખ્યાલ રાખવો અને વળી કોઈ રેસ્ટોરન્ટ ખાસ કયા સમયે વ્યસ્ત હશે તે બતાવવા જેવી બાબતો અંગેના સમગ્ર Google પરના તમારા અનુભવોને, લોકેશનની માહિતી વધુ સંબંધિત તેમજ સહાયરૂપ બનાવી શકે છે.

વેબસાઇટને યોગ્ય ભાષામાં રજૂ કરવા કે Googleની સેવાઓ સુરક્ષિત રાખવામાં સહાય કરવા જેવા પ્રોડક્ટના હાર્દરૂપ કાર્ય કરવામાં પણ લોકેશન અંગેની માહિતી સહાયરૂપ થઈ શકે છે.

તમે Googleની પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તે લોકેશનની માહિતી સહિતના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનું વર્ણન Google પ્રાઇવસી પૉલિસીમાં આપેલું છે. Google દ્વારા લોકેશનની જે માહિતીનો ઉપયોગ થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે તમે કઈ રીતે નિયંત્રિત કરી શકો છો તેના વિશે આ પેજ વધારાની માહિતી આપે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે ડેટાના અમુક નિયમો અલગ હોઈ શકે છે. Googleની બાળકો માટે Family Link વડે મેનેજ કરવામાં આવતા Google એકાઉન્ટ અને પ્રોફાઇલ માટેની પ્રાઇવસી નોટિસ અને Googleની કિશોર વયના માટે પ્રાઇવસી સંબંધિત માર્ગદર્શિકામાં વધુ જાણો.

લોકેશનની માહિતીનો ઉપયોગ Google કેવી રીતે કરે છે?

ઉપયોગમાં લેવામાં આવતી સેવા કે સુવિધા અને લોકોના ડિવાઇસ તેમજ એકાઉન્ટ સેટિંગના આધારે, લોકેશનની માહિતીનો ઉપયોગ કરવાની Googleની રીતમાં ફેરબદલ થતો રહે છે. Google લોકેશનની માહિતીનો ઉપયોગ કરી શકે તેવી કેટલીક મુખ્ય રીતો અહીં આપી છે.

અનુભવોને ઉપયોગી બનાવવા માટે

જ્યારે લોકો Googleની પ્રોડક્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે, ત્યારે તેમને ઉપયોગી સેવાઓ પૂરી પાડવા માટે Google લોકેશનની માહિતીનો ઉપયોગ કરી શકે છે અથવા સાચવી શકે છે, જેમ કે સ્થાનિક રીતે સંબંધિત હોય તેવા અને ઝડપી શોધ પરિણામો, લોકોની દૈનિક મુસાફરી માટે ટ્રાફિક સંબંધિત પૂર્વાનુમાનો તેમજ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિની પરિસ્થિતિને અનુરૂપ એવા સૂચનો પ્રદાન કરવા. ઉદાહરણ તરીકે, મૂવીના સમયની શોધ કરી રહેલી કોઈ વ્યક્તિ અન્ય કોઈ શહેરમાં નહીં પણ તેમની નજીક આવેલા થિયેટરમાં મૂવી જોવાનું પસંદ કરશે. Google Mapsમાં, લોકેશનની માહિતી લોકોને નકશા પર તેમનું સ્થાન શોધવામાં અને તેઓ મુલાકાત લેવા માગતા હોય તેવા સ્થાનો પર નૅવિગેટ કરવામાં સહાય કરે છે.

લોકોને તેઓએ મુલાકાત લીધેલા સ્થાનો યાદ રાખવામાં સહાય કરવા માટે

લોકો તેમના ડિવાઇસ વડે ટાઇમલાઇનનો ઉપયોગ કરીને તેઓએ મુલાકાત લીધેલા સ્થાનો યાદ રાખવાનું પસંદ કરી શકે છે. ટાઇમલાઇનનો ઉપયોગ કરવા માટે, લોકો લોકેશન ઇતિહાસ ચાલુ કરી શકે છે, તે Google એકાઉન્ટનું એક સેટિંગ છે જે તેઓએ મુલાકાત લીધેલા સ્થાનો અને તેઓએ લીધેલા રસ્તાનો એક વ્યક્તિગત નકશો બનાવે છે. જો તમે લોકેશન ઇતિહાસનો ઉપયોગ કરવાનું પસંદ કરશો, તો તમારા ડિવાઇસના સચોટ લોકેશન વ્યક્તિગત નકશામાં સાચવવામાં આવે છે, તમારી Googleની ઍપ ખુલ્લી ન હોય ત્યારે પણ. આ માહિતી ટાઇમલાઇનમાં જોઈ અને ડિલીટ કરી શકાય છે.

લોકોને વસ્તુઓ ઝડપથી શોધવામાં અને વધુ ઉપયોગી પરિણામો મેળવવામાં સહાય કરવા માટે

ઉદાહરણ તરીકે, વેબ અને ઍપ પ્રવૃત્તિ, એ Google એકાઉન્ટ સેટિંગ છે જે લોકોને તેમની પ્રવૃત્તિનો ડેટા અને લોકેશન જેવી સંબંધિત માહિતી સાચવવાની સુવિધા આપે છે, જેથી Googleની સમગ્ર સેવાઓમાં જ્યારે તેઓએ સાઇન ઇન કર્યું હોય, ત્યારે તેઓ તેમના અનુભવને વધુ મનગમતો બનાવી શકે. ઉદાહરણ તરીકે, તમે અગાઉ શોધેલા કોઈ સામાન્ય વિસ્તાર સાથે સંબંધિત હોય એવા પરિણામો Search બતાવી શકે છે.

વધુ સંબંધિત જાહેરાતો બતાવવા માટે

તમને વધુ સંબંધિત જાહેરાતો બતાવવા માટે, તમારા લોકેશનની માહિતી Googleને સહાય કરી શકે છે. જ્યારે તમે "મારી નજીકમાં જૂતાની દુકાન" જેવું કંઈક શોધતા હો, ત્યારે તમને તમારી નજીકની જૂતાની દુકાનો સંબંધિત જાહેરાતો બતાવવા માટે, લોકેશનની માહિતીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અથવા ધારો કે તમે પાળેલાં પ્રાણીઓ માટે વીમો શોધી રહ્યાં હો, તો જાહેરાતકર્તાઓ જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા લાભ બતાવી શકે છે. જાહેરાતો બતાવવા માટે લોકેશનની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેના વિશે વધુ જાણો.

અનુભવોને વધુ સુરક્ષિત બનાવવા માટે

Google કેટલીક મૂળભૂત સેવાઓ પ્રદાન કરવા માટે તમારા લોકેશન વિશેની માહિતીનો ઉપયોગ કરે છે, જેમ કે અસામાન્ય પ્રવૃત્તિની ભાળ મેળવીને તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવું અથવા નવા શહેરમાંથી સાઇન-ઇન કરવું.

અનામી સમુદાયના વલણો, અનુમાનો અને સંશોધન બતાવવા માટે

Google સંશોધન માટે અને સમુદાયના વલણો બતાવવા માટે લોકેશનની એકીકૃત અનામી માહિતીનો પણ ઉપયોગ કરે છે.

લોકેશનની માહિતીનો ઉપયોગ કરવાની વધુ રીતો જોવા માટે, Google પ્રાઇવસી પૉલિસીની મુલાકાત લો.

મારા Android ડિવાઇસ અને ઍપ પર લોકેશન કેવી રીતે કામ કરે છે?

તમે તમારા ડિવાઇસના લોકેશન પરથી સ્થાનિક શોધ પરિણામો, મુસાફરી માટેના પૂર્વાનુમાનો મેળવી શકો છો અને નજીકના રેસ્ટોરન્ટ શોધી શકો છો. તમારા મોબાઇલ ફોન કે ટૅબ્લેટ માટેના Android ડિવાઇસના સેટિંગ, તમારા ડિવાઇસ પરની લોકેશન સેવાઓ લોકેશનનો અંદાજ લગાવે છે કે નહીં તેમજ તમારા ડિવાઇસ પરની કોઈ ચોક્કસ ઍપ અને સેવાઓ તે ડિવાઇસના લોકેશનનો ઉપયોગ કરી શકે છે કે નહીં, તે નિયંત્રિત કરવાની તમને મંજૂરી આપે છે.

તમે ઍપ દ્વારા ડિવાઇસના લોકેશનના ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો

તમે તમારા Android ડિવાઇસના સેટિંગમાં જઈને ડિવાઇસના લોકેશનનો ઉપયોગ કરવા માટે કઈ ઍપને પરવાનગી આપવામાં આવે, તે નિયંત્રિત કરી શકો છો. સેટિંગમાં, ઍપ સચોટ કે અંદાજિત લોકેશન ઍક્સેસ કરી શકે છે કે નહીં, તે પસંદ કરવાના નિયંત્રણો તમે ધરાવો છો. કોઈ ઍપ કોઈપણ સમયે ડિવાઇસનું લોકેશન ઍક્સેસ કરી શકે છે, ઍપનો ઉપયોગ થઈ રહ્યો હોય માત્ર ત્યારે જ કરી શકે છે કે ઍપને દર વખતે પૂછવું જરૂરી છે કે પછી ક્યારેય નહીં પૂછવું પડે, તમને એ નક્કી કરવાની મંજૂરી આપતા નિયંત્રણો અમે ઉમેર્યા છે. તમારું ડિવાઇસ Androidના કયા વર્ઝન પર ચાલી રહ્યું છે, તેના પર આ સેટિંગ અને નિયંત્રણોની ઉપલબ્ધતા આધારિત રહે છે. વધુ જાણો.

ડિવાઇસના લોકેશનની કામ કરવાની રીત

તમારા ડિવાઇસના સેટિંગના આધારે, Android ડિવાઇસ GPS, સેન્સર (જેમ કે ઍક્સલરોમીટર, જાઇરોસ્કોપ, મૅગ્નેટોમીટર અને બૅરોમીટર), મોબાઇલ નેટવર્કના સિગ્નલ અને વાઇ-ફાઇના સિગ્નલ સહિત વિવિધ ઇનપુટનો ઉપયોગ કરીને લોકેશનનો અંદાજ લગાવે છે. આ ઇનપુટનો ઉપયોગ શક્ય તેટલા સચોટ લોકેશનનો અંદાજ કાઢવા માટે કરી શકાય છે, જે આવશ્યક પરવાનગીઓ ધરાવતા ડિવાઇસની ઍપ અને સેવાઓને પ્રદાન કરવામાં આવે છે. તમારા Android ડિવાઇસના લોકેશન સેટિંગ વિશે વધુ જાણો.

ગાઢ શહેરી વિસ્તારોમાં અથવા જ્યારે ઘરમાં હો તે સહિતના, ખાસ કરીને એવા વાતાવરણમાં કે જ્યાં GPS સિગ્નલ ઉપલબ્ધ કે સચોટ ન હોય, ત્યારે મોબાઇલ અને વાઇ-ફાઇ નેટવર્કના સિગ્નલ ડિવાઇસના લોકેશનનો અંદાજ કાઢવામાં Androidને સહાય કરી શકે છે. Googleની લોકેશન સચોટતા (GLA, જેને Googleની લોકેશન સેવાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ Googleની સેવા છે, જે ડિવાઇસના લોકેશનના અંદાજને બહેતર બનાવવા માટે આ સિગ્નલનો ઉપયોગ કરે છે.

આ વધુ સચોટ લોકેશન પ્રદાન કરવા માટે, જ્યારે ચાલુ હોય, ત્યારે GLA કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે સંબંધિત ન હોય તેવા કોઈ હંગામી રીતે ફરતા ડિવાઇસ ઓળખકર્તાનો ઉપયોગ કરીને, સમયાંતરે તમારા Android ડિવાઇસમાંથી લોકેશનની માહિતી એકત્રિત કરે છે, જેમાં GPS અને વાઇ-ફાઇના ઍક્સેસ પૉઇન્ટ, મોબાઇલ નેટવર્ક અને ડિવાઇસના સેન્સરનો સમાવેશ થાય છે. GLA આ માહિતીનો ઉપયોગ લોકેશનની સચોટતાને બહેતર બનાવવા અને લોકેશન-આધારિત સેવાઓ પ્રદાન કરવા માટે કરે છે, જેમાં વાઇ-ફાઇના ઍક્સેસ પૉઇન્ટ અને મોબાઇલ નેટવર્ક ટાવરના ક્રાઉડસૉર્સ કરેલા નકશા બનાવવાનો સમાવેશ થાય છે.

તમે તમારા Android ડિવાઇસના લોકેશન સેટિંગમાં જઈને કોઈપણ સમયે GLAને બંધ કરી શકો છો. જો GLA બંધ કર્યું હોય, તો પણ તમારા Android ડિવાઇસનું લોકેશન કામ કરવાનું ચાલુ રાખશે અને ડિવાઇસના લોકેશનનો અંદાજ કાઢવા માટે, ડિવાઇસ માત્ર GPS અને ડિવાઇસના સેન્સર પર આધાર રાખશે.

Googleને મારા સ્થાનની કેવી રીતે ખબર પડે છે?

તમે ઉપયોગ કરી રહ્યાં હો તે પ્રોડક્ટ અને તમે પસંદ કરો તે સેટિંગના આધારે, તમે ઉપયોગ કરો છો તે કેટલીક સેવાઓ અને પ્રોડક્ટને વધુ ઉપયોગી બનાવવામાં સહાય કરવા માટે, Google કદાચ વિવિધ પ્રકારના લોકેશનની માહિતીનો ઉપયોગ કરી શકે છે.

તમારા IP ઍડ્રેસ કે તમારા ડિવાઇસ તેમજ Googleની સાઇટ અને સેવાઓ પર તમારી સાચવેલી પ્રવૃત્તિ જેવા રિઅલ-ટાઇમ સિગ્નલમાંથી આ લોકેશનની માહિતી આવી શકે છે. આ રહી મુખ્ય રીતો કે જેના વડે Google તમારા લોકેશન વિશે માહિતી મેળવી શકે છે.

તમારા IP ઍડ્રેસ પરથી

IP ઍડ્રેસ, જે ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રેસ પણ કહેવાય છે, તે તમારી ઇન્ટરનેટ સેવા આપનાર કંપની દ્વારા તમારા કમ્પ્યુટર કે ડિવાઇસને સોંપવામાં આવેલો એક નંબર છે. IP ઍડ્રેસનો ઉપયોગ તમારા ડિવાઇસ અને તમે ઉપયોગ કરતા હો તે વેબસાઇટ અને સેવાઓ વચ્ચે કનેક્શન સ્થાપવા માટે થાય છે.

અન્ય અનેક ઇન્ટરનેટ સેવાઓની જેમ, Google કેટલીક મૂળભૂત સેવાઓ પ્રદાન કરવા માટે, તમે જ્યાં છો તે સામાન્ય વિસ્તાર વિશેની માહિતીનો ઉપયોગ કરી શકે છે, જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ સમય જાણવા માટે શોધ કરે, ત્યારે સંબંધિત પરિણામો બતાવવા કે કોઈ નવા શહેરમાંથી સાઇન ઇન કરવા જેવી અસામાન્ય પ્રવૃત્તિની ભાળ મેળવીને તમારા એકાઉન્ટને સલામત રાખવા.

ધ્યાનમાં રાખો: ઇન્ટરનેટ ટ્રાફિક મોકલવા અને મેળવવા માટે ડિવાઇસનું કોઈ IP ઍડ્રેસ હોવું જરૂરી છે. IP ઍડ્રેસ મોટાભાગે ભૂગોળ પર આધારિત હોય છે. આનો અર્થ એ છે કે google.com સહિતની તમે ઉપયોગ કરતા હો તેવી કોઈપણ ઍપ, સેવાઓ કે વેબસાઇટ તમારા IP ઍડ્રેસ પરથી તમારા સામાન્ય વિસ્તાર વિશેની કેટલીક માહિતીનું અનુમાન લગાવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.

તમારી સાચવેલી પ્રવૃત્તિમાંથી

જો તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોય અને વેબ અને ઍપ પ્રવૃત્તિ ચાલુ કરેલી હોય, તો Googleની સાઇટ, ઍપ અને સેવાઓ પરનો તમારો પ્રવૃત્તિનો ડેટા તમારા એકાઉન્ટની વેબ અને ઍપ પ્રવૃત્તિમાં સાચવવામાં આવી શકે છે. અમુક પ્રવૃત્તિમાં Googleની સેવાનો ઉપયોગ કરતી વખતે તમે જે સામાન્ય વિસ્તારમાં હતા તે વિશેની માહિતી શામેલ હોઈ શકે છે. જ્યારે તમે સામાન્ય વિસ્તારનો ઉપયોગ કરીને કંઈક શોધો છો, ત્યારે તમારી શોધ ઓછામાં ઓછા 3 ચો. કિમી જેટલા વિસ્તારનો ઉપયોગ કરશે, અથવા વિસ્તાર ઓછામાં ઓછા 1,000 લોકોના લોકેશન રજૂ કરે ત્યાં સુધી તે વિસ્તૃત થશે. આ તમારી પ્રાઇવસીને સુરક્ષિત કરવામાં સહાય કરે છે.

અમુક કિસ્સાઓમાં, તમે ભૂતકાળમાં જે વિસ્તારોમાંથી શોધ કરી છે તેનો ઉપયોગ તમારી શોધ માટે સંબંધિત લોકેશનનો અંદાજ કાઢવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ચૅલ્સીમાં હો ત્યારે કૉફી શૉપ માટે શોધો, તો Google ભવિષ્યની શોધમાં ચૅલ્સી માટેના પરિણામો બતાવી શકે છે.

તમે મારી પ્રવૃત્તિમાં તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિ જોઈ અને નિયંત્રિત કરી શકો છો.

જો તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું ન હોય, તો વધુ સંબંધિત પરિણામો અને સુઝાવો પ્રદાન કરવામાં સહાય કરવા માટે, તમે ઉપયોગ કરી રહ્યાં હો તે ડિવાઇસમાંથી અગાઉની શોધ સંબંધિત લોકેશનની કેટલીક માહિતી Google સ્ટોર કરી શકે છે. જો તમે Search કસ્ટમાઇઝેશન બંધ કરો, તો Google તમારા લોકેશનનો અંદાજ કાઢવા માટે અગાઉની શોધ પ્રવૃત્તિનો ઉપયોગ કરશે નહીં. ખાનગી રીતે શોધવાની અને બ્રાઉઝ કરવાની રીત વિશે વધુ જાણો.

તમે સાચવેલા ઘર કે ઑફિસના સરનામામાંથી

તમે તમારા Google એકાઉન્ટમાં તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તેવા સ્થાનો સાચવવાનું પસંદ કરી શકો છો, જેમ કે તમારું ઘર અથવા તમારી ઑફિસ. જો તમે તમારા ઘર કે ઑફિસના સરનામા સેટ કરો, તો તેનો ઉપયોગ દિશાનિર્દેશો મેળવવા અથવા તમારા ઘર કે તમારી ઑફિસની નજીકના પરિણામો શોધવા અને તમને વધુ ઉપયોગી જાહેરાતો બતાવવા જેવા કાર્યોને વધુ સરળતાથી કરવામાં તમને સહાય કરવા માટે થઈ શકે છે.

તમે તમારા Google એકાઉન્ટમાં જઈને કોઈપણ સમયે તમારા ઘર કે ઑફિસના સરનામામાં ફેરફાર કરી શકો છો કે તેને ડિલીટ કરી શકો છો.

તમારા ડિવાઇસ પરથી

Googleની ઍપ તમારા ડિવાઇસમાંથી લોકેશનનો ઉપયોગ કઈ રીતે કરે છે

ડિવાઇસમાં સેટિંગ કે પરવાનગીઓ હોય છે, જેનો ઉપયોગ તમે Googleની Search અને Maps જેવી ઍપ સહિતની ઍપ માટે, તમારું સચોટ લોકેશન ઉપલબ્ધ છે કે નહીં, તે નિયંત્રિત કરવા માટે કરી શકો છો. દિશાનિર્દેશો આપવા કે નજીકના ઉપયોગી શોધ પરિણામો મેળવવામાં તમારી સહાય કરવા માટે, Google Maps જેવી ઍપમાં આ પ્રકારનું સચોટ લોકેશન ઉપયોગી હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે સચોટ લોકેશનના સેટિંગ કે પરવાનગીઓ ચાલુ હોય, ત્યારે સ્થાનિક જગ્યાઓ અને હવામાન સંબંધિત માહિતી જેવી વસ્તુઓ માટે તમને વધુ સંબંધિત શોધ પરિણામો મળશે.

iOS અને Android બન્ને ઍપ લોકેશનની પરવાનગીઓ માટેના સેટિંગ ધરાવે છે જેમને તમે ચાલુ કે બંધ કરી શકો છો. ઍપ તમને લોકેશન આધારિત સુવિધાઓ અને સેવાઓ પ્રદાન કરી શકે તે માટે તમે ઍપને તમારા લોકેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકો છો. ધ્યાન રાખો કે, ઍપ માટે કેટલીક વાર હંગામી રીતે તમારા સચોટ લોકેશનને સ્ટોર કરવું જરૂરી હોય છે, જેથી તેઓ લોકેશન અપડેટ કરતા રહેવાની જરૂરિયાતને અવગણીને તમને ઝડપથી સહાયરૂપ પરિણામો આપી શકે અથવા બૅટરીની બચત કરી શકે.

અમુક ઍપ દ્વારા બૅકગ્રાઉન્ડમાં તમારા ડિવાઇસનું લોકેશન ઍક્સેસ કરવાની આવશ્યકતા હોઈ શકે છે જેમ કે Find My Device, અથવા જો તમે લોકેશન શેરિંગ જેવી અમુક સુવિધાઓનો ઉપયોગ કરવા માગતા હો.

તમારા Android ડિવાઇસ પર લોકેશનની કામ કરવાની રીત વિશે વધુ માહિતી મેળવવા માટે, અહીં જુઓ.

મારા Google એકાઉન્ટમાં લોકેશન ઇતિહાસ તથા વેબ અને ઍપ પ્રવૃત્તિ કેવી રીતે સાચવવામાં આવે છે?

આગામી થોડા મહિનામાં અને આગળ જતાં 2024માં, લોકેશન ઇતિહાસના સેટિંગમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. લોકેશન ઇતિહાસના હાલના વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટમાં આની અસર ક્યારથી જોવા મળી શકે, તે વિશે સૂચિત કરવામાં આવી રહ્યાં છે. અને એકવાર તેમને સૂચિત કરવામાં આવશે કે તેઓ તેમના એકાઉન્ટ અને ઍપ સેટિંગમાં ટાઇમલાઇનની સુવિધા જોઈ શકશે. સીધા ટાઇમલાઇનની સુવિધા ચાલુ કરનારા વપરાશકર્તાઓ સહિત પહેલેથી ટાઇમલાઇનનો ઉપયોગ કરી રહેલા વપરાશકર્તાઓ માટે, આ પેજમાં લોકેશન ઇતિહાસમાં લોકેશન ડેટા વિશે આપવામાં આવેલી માહિતી, ટાઇમલાઇનના તેમના ઉપયોગ પર લાગુ થાય છે. વધુ જાણો.

લોકેશન ઇતિહાસ તથા વેબ અને ઍપ પ્રવૃત્તિ

લોકેશન ઇતિહાસ તથા વેબ અને ઍપ પ્રવૃત્તિ એ Google એકાઉન્ટના સેટિંગ છે, જે લોકેશનનો ઉપયોગ કરે છે. આ રહ્યો દરેકનો ઓવરવ્યૂ. ધ્યાનમાં રાખો, અન્ય સુવિધાઓ કે પ્રોડક્ટ પણ લોકેશનની માહિતી એકત્રિત કે સ્ટોર કરી શકે છે.

લોકેશન ઇતિહાસ

જો તમે લોકેશન ઇતિહાસ ચાલુ કરશો, તો તે ટાઇમલાઇન બનાવશે, એક વ્યક્તિગત નકશો જે તમને તમે મુલાકાત લીધેલા સ્થાનો તથા તમે લીધેલા રસ્તા અને ટ્રિપ યાદ રાખવામાં સહાય કરે છે.

ડિફૉલ્ટ તરીકે લોકેશન ઇતિહાસ બંધ કરવામાં આવ્યો છે. જો તમે લોકેશન ઇતિહાસ ચાલુ કરો, તો જેમાં લોકેશનની જાણ કરવાનું સેટિંગ ચાલુ હોય, એવા દરેક પાત્ર મોબાઇલ ડિવાઇસ પર તમારા ડિવાઇસનું સચોટ લોકેશન નિયમિત રીતે સાચવવામાં આવે છે. ડિવાઇસના આ લોકેશનનો ઉપયોગ તમારી ટાઇમલાઇન બનાવવા માટે થાય છે, જ્યારે Google ઍપ ઉપયોગમાં ન હોય ત્યારે પણ.

દરેક જણ માટે Googleના અનુભવોને વધુ ઉપયોગી બનાવવા, લોકેશન ઇતિહાસનો ઉપયોગ આ માટે કરી શકાય છે

  • અનામી લોકેશનની માહિતીના આધારે લોકપ્રિય સમય અને પર્યાવરણીય જાણકારીઓ જેવી માહિતી બતાવવા
  • કપટની અને દુરુપયોગની ભાળ મેળવવા તથા તેને રોકવા
  • જાહેરાતો પ્રોડક્ટ સહિતની, Googleની સેવાઓને બહેતર બનાવવા અને તેનો વિકાસ કરવા માટે કરવામાં આવી શકે છે

કોઈ જાહેરાતને કારણે લોકો દ્વારા કોઈ વ્યવસાયના સ્ટોરની મુલાકાત લેવાની સંભાવનાનો અંદાજ લગાવવામાં પણ લોકેશનનો ઇતિહાસ વ્યવસાયોને સહાય કરી શકે છે.

તમારી ટાઇમલાઇનમાં સચવાયેલી બાબતોનો તમે કોઈપણ સમયે રિવ્યૂ કરી શકો છો, તેમાં ફેરફાર કરી શકો છો અને તેને ડિલીટ કરી શકો છો. તમે લોકેશન ઇતિહાસ ચાલુ કર્યો છે કે કેમ તે જોવા માટે તમારા ઍક્ટિવિટી કન્ટ્રોલની મુલાકાત લો. ત્યાં, તમે લોકેશનના ઇતિહાસનું સેટિંગ નિયંત્રિત કરી શકશો અને કયા ડિવાઇસ દ્વારા તેના લોકેશનની જાણ કરવામાં આવે છે તે નિયંત્રિત કરી શકશો.

લોકેશન ઇતિહાસ સેટિંગના ભાગ તરીકે, તમારું સચોટ લોકેશન કેટલી વાર એકત્રિત કરવામાં આવે છે, તેમાં ફેરબદલ થતો રહે છે. ઉદાહરણ તરીકે, જો તમે Google Mapsમાં નૅવિગેશનનો ઉપયોગ કરી રહ્યાં હો, તો તે પ્રતિ મિનિટ એક કરતાં વધુ વખત એકત્રિત કરવામાં આવી શકે છે. પરંતુ જો તમે તમારા ફોનનો ઉપયોગ સક્રિય રીતે કરી રહ્યાં ન હો, તો તે દર થોડા કલાકમાં એકવાર એકત્રિત કરવામાં આવી શકે છે.

લોકેશનના ઇતિહાસનો ડેટા કેટલો સમય સાચવવામાં આવે છે તે તમારા સેટિંગ પર આધારિત છે—એકવાર આ ડેટા 3, 18 અથવા 36 મહિના જૂનો થઈ જાય પછી તમે તેને ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનું અથવા જ્યાં સુધી તમે તેને ડિલીટ ન કરો ત્યાં સુધી ડેટા રાખવાનું પસંદ કરી શકો છો.

ધ્યાનમાં રાખો

જો તમે લોકેશન ઇતિહાસ બંધ કરો, તો

  • જ્યાં સુધી તમે સાચવેલો ભૂતકાળના લોકેશન ઇતિહાસનો કોઈપણ ડેટા તમે ડિલીટ ન કરો ત્યાં સુધી Google તેને સ્ટોર કરવાનું ચાલુ રાખશે અથવા તેને તમે તમારા ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાના સેટિંગના ભાગ તરીકે તમે પસંદ કરેલા સમયગાળા પછી ડિલીટ કરવામાં આવશે.
  • લોકેશન ઇતિહાસ બંધ કરવાથી વેબ અને ઍપ પ્રવૃત્તિ અથવા Googleની અન્ય પ્રોડક્ટ દ્વારા લોકેશનની માહિતી સાચવવાની કે ઉપયોગ કરવાની રીત પર અસર થતી નથી, દા.ત. તમારા IP ઍડ્રેસના આધારે. હજી પણ તમારા કોઈ એવા સેટિંગ હોઈ શકે છે જેના દ્વારા લોકેશનની માહિતી સાચવવામાં આવતી હોય.

તમે લોકેશન ઇતિહાસ ચાલુ કર્યો છે કે કેમ તે જોવા માટે તમારા ઍક્ટિવિટી કન્ટ્રોલની મુલાકાત લો. વધુ જાણો.

વેબ અને ઍપ પ્રવૃત્તિ

વેબ અને ઍપ પ્રવૃત્તિ ડેટાનો ઉપયોગ Maps, Search અને Googleની અન્ય સેવાઓમાં તમારા અનુભવને વધુ મનગમતો બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ તમારા જાહેરાત સેટિંગના આધારે તમને વધુ સુસંગત જાહેરાતો બતાવવા માટે પણ થઈ શકે છે. તમે જ્યાં પણ તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હોય ત્યાં વેબ અને ઍપ પ્રવૃત્તિ તમારા ડિવાઇસ પર કામ કરશે.

જ્યારે વેબ અને ઍપ પ્રવૃત્તિ ચાલુ હોય, ત્યારે Googleની સેવાઓમાં તમે જે વસ્તુઓ કરો છો તેના વિશેનો ડેટા Google તમારા એકાઉન્ટની વેબ અને ઍપ પ્રવૃત્તિમાં સાચવશે. આમાં જ્યાં તમે Googleની સેવાઓનો ઉપયોગ કર્યો હોય તેવા સામાન્ય વિસ્તાર જેવી સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે, જો તમે હવામાન સંબંધિત માહિતી શોધતા હો અને તમે તમારા ડિવાઇસમાંથી મોકલેલા કોઈ લોકેશનના પરિણામો મેળવો, તો આ પ્રવૃત્તિ તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિમાં સાચવવામાં આવે છે, જેમાં જ્યારે તમે શોધ કરી હોય, ત્યારે તમારું ડિવાઇસ જ્યાં હતું તે સામાન્ય વિસ્તારની માહિતી શામેલ હોય છે. તમારા ડિવાઇસ દ્વારા મોકલેલું સચોટ લોકેશન સ્ટોર કરવામાં આવતું નથી, માત્ર લોકેશનનો સામાન્ય વિસ્તાર જ સ્ટોર કરવામાં આવે છે. ભવિષ્યની શોધમાં વધુ સંબંધિત કોઈ લોકેશન નક્કી કરવામાં Googleને સહાય કરવા માટે, ઉપયોગમાં લઈ શકાતું સાચવેલું લોકેશન IP ઍડ્રેસ કે તમારા ડિવાઇસમાંથી આવી શકે છે. આ સાચવેલું લોકેશન 30 દિવસ પછી તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિમાંથી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવે છે.

વેબ અને ઍપ પ્રવૃત્તિ ડેટા Googleને તમારા માટે સુસંગત હોય તેવા સામાન્ય વિસ્તારોને સમજવામાં સહાય કરે છે અને જ્યારે તમે શોધ જેવી કોઈ પ્રવૃત્તિ કરો ત્યારે તે વિસ્તારોના પરિણામોનો સમાવેશ કરવામાં સહાય કરે છે.

તમે તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિ વડે સાચવેલા લોકેશન અને અન્ય માહિતીનો રિવ્યૂ કરી શકો છો અને તેને ડિલીટ કરી શકો છો અથવા તમારા ઍક્ટિવિટી કન્ટ્રોલની મુલાકાત લઈને તેને બંધ કરી શકો છો. વેબ અને ઍપ પ્રવૃત્તિ બંધ કરવાથી તમારી ભવિષ્યની પ્રવૃત્તિનો ડેટા સાચવવાનું બંધ થઈ જશે.

ધ્યાનમાં રાખો

જ્યારે તમે વેબ અને ઍપ પ્રવૃત્તિ બંધ કરો છો

  • તમારી પાસે હજી પણ સાચવેલી પ્રવૃત્તિ હોઈ શકે છે, જેનો ઉપયોગ તમે તેને ડિલીટ ન કરો ત્યાં સુધી થઈ શકે છે. તમે આને કોઈપણ સમયે ડિલીટ કરી શકો છો. તમે સાચવેલી લોકેશનની માહિતી હજી પણ 30 દિવસ પછી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવે છે.
  • વેબ અને ઍપ પ્રવૃત્તિ બંધ કરવાથી લોકેશનનો ઇતિહાસ જેવા અન્ય સેટિંગ દ્વારા લોકેશનની માહિતી કેવી રીતે સાચવવામાં આવે છે અથવા કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર કોઈ અસર થતી નથી. તમારી પાસે હજી પણ IP ઍડ્રેસ સહિત અન્ય સેટિંગના ભાગ તરીકે અન્ય પ્રકારે લોકેશનની માહિતી સચવાયેલી હોઈ શકે છે.

તમે વેબ અને ઍપ પ્રવૃત્તિ ચાલુ કરી છે કે કેમ તે જોવા માટે તમારા ઍક્ટિવિટી કન્ટ્રોલની મુલાકાત લો. વધુ જાણો

ઉપનામવાળા કે અનામી હોય તેવા લોકેશનની માહિતીનો ઉપયોગ Google કેવી રીતે કરે છે?

લોકોની પ્રાઇવસી વધારવામાં સહાય કરવા માટે, Google અનામી અને ઉપનામવાળા લોકેશનની માહિતીનો ઉપયોગ કરે છે. અનામી માહિતી સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સાથે સાંકળી શકાતી નથી. ઉપનામવાળી માહિતી એ કોઈ વ્યક્તિનું એકાઉન્ટ, નામ કે ઇમેઇલ ઍડ્રેસ જેવી વધુ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતીને બદલે, સંખ્યાઓની સ્ટ્રિંગ જેવા કોઈ વિશિષ્ટ ઓળખકર્તા સાથે જોડાયેલી હોઈ શકે છે. જાહેરાત કે વલણો જેવા હેતુઓ માટે, Google દ્વારા તેની પ્રોડક્ટ અને સેવાઓમાં અનામી અને ઉપનામવાળા લોકેશનની માહિતીનો ઉપયોગ કરી શકાય છે.

વપરાશકર્તાઓ લોકેશનની માહિતી સાથે લિંક કરેલા અમુક ચોક્કસ સ્યૂડૉનિમસ ઓળખકર્તાઓ રીસેટ કરી શકે છે. ઉદાહરણ તરીકે, લોકો તેમના Android ડિવાઇસ પર જાહેરાત IDs રીસેટ કરીને અમુક ચોક્કસ સ્યૂડૉનિમસ ઓળખકર્તાઓ રીસેટ કરી શકે છે. વધુમાં, વપરાશકર્તાની પ્રાઇવસી વધારવા માટે Google અમુક ચોક્કસ સ્યૂડૉનિમસ ઓળખકર્તાઓ રીસેટ કરે છે, GLA માટે પણ, તે એક ડિવાઇસ સેટિંગ છે જેને વપરાશકર્તાઓ તેમના ડિવાઇસ પર લોકેશન આધારિત સેવા અને સચોટતા બહેતર બનાવવા માટે નિયંત્રિત કરી શકે છે.

Google અનામી લોકેશનની માહિતીનો ઉપયોગ અલગથી કરી શકે છે. ઉદાહરણ તરીકે, લોકો Google Mapsમાં કોઈ રેસ્ટોરન્ટ કે પાર્ક જેવી જગ્યાઓ પર ટૅપ કરી શકે છે અને કોઈ વિસ્તારની તે જગ્યાઓના વલણો જોઈ શકે છે. લોકપ્રિય સમય જેવા વલણો બનાવવા માટે, ઉપયોગમાં લેવામાં આવતી લોકેશનની માહિતીનો ઉપયોગ કોઈ વ્યક્તિની ઓળખ માટે કરી શકાતો નથી. જો Google પાસે સચોટ અને અનામી વ્યસ્તતાની માહિતી પ્રદાન કરવા માટે પૂરતી માહિતી ન હોય, તો તે Google પર દેખાતી નથી.

જેમણે સાઇન આઉટ કરેલું હોય તેવા લોકોને Google તેમના બ્રાઉઝર કે ડિવાઇસ સાથે સંકળાયેલી માહિતી મેનેજ કરવાની અન્ય રીતો પણ ઑફર કરે છે, જેમાં Search કસ્ટમાઇઝેશન સેટિંગ, YouTube સેટિંગ અને જાહેરાત સેટિંગનો સમાવેશ થાય છે. વધુ જાણો

Google પ્રાઇવસી પૉલિસીમાં Google દ્વારા લોકેશનની માહિતીના ઉપયોગ વિશે વધુ જાણો. Googleની એકત્રિત કરેલા ડેટાને જાળવી રાખવાની રીત અને Googleની ડેટાનું અનામીકરણ કરવાની રીત વિશે વધુ જાણો.

Google દ્વારા લોકેશનની માહિતી કેટલા સમય સુધી જાળવી રાખવામાં આવે છે?

Google દ્વારા એકત્રિત કરવામાં આવતી લોકેશનની માહિતી સહિતનો વપરાશકર્તાનો ડેટા જાળવી રાખવાની અમારી પ્રૅક્ટિસનું વર્ણન Google પ્રાઇવસી પૉલિસીમાં આપેલું છે. લોકેશનની માહિતીમાં શું છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને લોકો તેમના સેટિંગનું કન્ફિગ્યુરેશન કેવી રીતે કરે છે તેના આધારે વિવિધ સમયગાળા માટે તે માહિતી એકત્રિત કરવામાં આવે છે.

તમારા Google એકાઉન્ટમાં જ્યાં સુધી તમે ડિલીટ ન કરો, ત્યાં સુધી લોકેશનની અમુક માહિતી સાચવવામાં આવે છે

  • જાળવી રાખવાની તથા ડિલીટ કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ: લોકેશન ઇતિહાસ તથા વેબ અને ઍપ પ્રવૃત્તિ બન્ને ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનો વિકલ્પ ધરાવે છે, જે તમને 3, 18 અથવા 36 મહિના પછી ઑટોમૅટિક રીતે ડેટા ડિલીટ કરવાની સુવિધા આપે છે. તમે ટાઇમલાઇન અને મારી પ્રવૃત્તિની મુલાકાત લઈને પણ આ ડેટા જોઈ શકો છો તેમજ તમારી પસંદગી અનુસાર કોઈ ચોક્કસ પ્રવૃત્તિ અથવા બલ્કમાં ડેટા ડિલીટ કરી શકો છો. તમે હંમેશાં આ સેટિંગમાં ફેરફાર કરી શકો છો અથવા તમારો ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનો વિકલ્પ બદલી શકો છો.
  • લોકેશનની માહિતી સાચવવા વિશે: Googleની પ્રોડક્ટ કે સેવાના આધારે, તમારા Google એકાઉન્ટમાં લોકેશનની માહિતી સાચવવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, તમે Photosમાં લોકેશન ટૅગ કરી શકો છો અથવા Mapsમાં ઘર કે ઑફિસનું કોઈ સરનામું ઉમેરી શકો છો. તમે આ લોકેશનની માહિતી ડિલીટ કરી શકો છો.

જ્યારે તમે ડેટા ડિલીટ કરો છો, ત્યારે Google તેને તમારા એકાઉન્ટમાંથી સુરક્ષિત રીતે અને સંપૂર્ણપણે કાઢી નાખવાની પૉલિસી ફૉલો કરે છે જેથી કરીને ડેટા રિકવર કરવાનું હવે શક્ય નહીં રહે. સૌથી પહેલા, તમે ડિલીટ કરો છો તે પ્રવૃત્તિ વ્યૂમાંથી કાઢી નાખવામાં આવે છે અને તેનો ઉપયોગ હવે તમારા Googleના અનુભવને મનગમતો બનાવવા માટે કરવામાં આવતો નથી. ત્યાર પછી Googleની સ્ટોરેજ સિસ્ટમમાંથી ડેટાને સુરક્ષિત રીતે તથા સંપૂર્ણપણે ડિલીટ કરવા માટે રચવામાં આવેલી પ્રક્રિયા Google શરૂ કરે છે. Google એકત્રિત કરેલો ડેટા કઈ રીતે જાળવી રાખે છે તેના વિશે વધુ જાણો.

ચોક્કસ સમયગાળા પછી જેની સમયસીમા સમાપ્ત થતી હોય તેવી માહિતી

લોકેશનની અન્ય માહિતી માટે, Googleની ડેટા જાળવવાની રીતમાં વર્ણવ્યા મુજબ, કેટલીકવાર Google ડેટાને મેન્યુઅલી ડિલીટ કરવાને બદલે, ડિલીટ કરવામાં આવે તે પહેલાં સેટ કરેલા કોઈ સમય માટે તેને સ્ટોર કરે છે. તેને સલામત રીતે અને પૂર્ણપણે ડિલીટ કરવામાં લાગનારો સમય ડેટાના પ્રકાર પર આધારિત હોય છે, ઉદાહરણ તરીકે:

  • Google 9 મહિના પછી IP ઍડ્રેસનો ભાગ અને 18 મહિના પછી કુકીની માહિતીને કાઢી નાખીને સર્વર લૉગમાંના જાહેરાતના ડેટાને અનામી બનાવે છે.
  • Google 30 દિવસ પછી તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિમાંથી IP-આધારિત લોકેશન અને ડિવાઇસ લોકેશનને ડિલીટ કરે છે.

મર્યાદિત હેતુઓ માટે વિસ્તૃત સમયગાળા માટે રાખવામાં આવતી માહિતી

Google પ્રાઇવસી પૉલિસીમાં વર્ણવ્યા મુજબ, "સુરક્ષા, કપટ અને દુરુપયોગ ટાળવા કે નાણાકીય રેકોર્ડ રાખવા જેવા કાયદેસર વ્યવસાય કે કાનૂની હેતુઓ માટે જરૂરી હોય, ત્યારે અમે અમુક ડેટા લાંબા સમય સુધી જાળવી રાખીએ છીએ." ડેટા જાળવી રાખવાની અમારી પદ્ધતિઓ વિશે વધુ જાણો

જાહેરાતો માટે લોકેશનની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?

તમને વધુ સંબંધિત જાહેરાતો બતાવવામાં સહાય કરવા માટે

તમે જુઓ છો તે જાહેરાતો, તમારા લોકેશનની માહિતી પર આધારિત હોઈ શકે છે. સામાન્ય રીતે, Google પરની જાહેરાતો અને તે જ્યાં દેખાય છે તે પ્રોડક્ટ એક જ પ્રકારના લોકેશનની માહિતીનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, તમારા સેટિંગના આધારે તમારા ડિવાઇસમાંનું લોકેશન, તમારું IP ઍડ્રેસ, અગાઉની પ્રવૃત્તિ કે તમારા Google એકાઉન્ટમાંના તમારા ઘર અને ઑફિસના સરનામા Search અને Googleના અન્ય પ્લૅટફૉર્મ પરની જાહેરાતો પર આધારિત હોઈ શકે છે. આ ઉપરાંત, મેટાડેટા (દા.ત. બ્રાઉઝરનો સમય ઝોન, ડોમેન, પેજ પરનું કન્ટેન્ટ, બ્રાઉઝરનો પ્રકાર, પેજ પરની ભાષા)નો ઉપયોગ તમારા દેશ અથવા તમે રુચિ ધરાવતા હો, તે સામાન્ય વિસ્તારનો અંદાજ કાઢવા માટે થઈ શકે છે. અમે તમારા IP ઍડ્રેસ, VPN, પ્રૉક્સી સર્વિસ કે નેટવર્કની અન્ય માહિતીમાંથી મેળવેલા લોકેશન સિગ્નલ ઉપરાંત આ મેટાડેટા પર આધાર રાખી શકીએ છીએ.

લોકેશનની માહિતીનો ઉપયોગ કરવાથી તમે જે વિસ્તારમાં છો અથવા તમારા માટે સંબંધિત હોય તેવા વિસ્તારો માટે તમને દેખાતી જાહેરાતો વધુ સુસંગત બનાવવામાં સહાયતા થાય છે. ઉદાહરણ તરીકે, જો તમારા ડિવાઇસનું લોકેશન સેટિંગ ચાલુ હોય અને તમે Google પર તમારી નજીકના રેસ્ટોરન્ટ શોધો, તો તમને તમારી નજીકના રેસ્ટોરન્ટ માટેની જાહેરાતો બતાવવા માટે તમારા ડિવાઇસના લોકેશનનો ઉપયોગ થઈ શકે છે. તમારા લોકેશનનો ઉપયોગ Google પર જાહેરાતોના ભાગ તરીકે તમને નજીકના વ્યવસાયો માટેનું અંતર બતાવવા માટે પણ થઈ શકે છે.

Google તમને વધુ ઉપયોગી જાહેરાતો બતાવવા માટે, તમારી અગાઉની બ્રાઉઝિંગ કે ઍપ પ્રવૃત્તિ (જેમ કે તમારી શોધ, વેબસાઇટની મુલાકાતો કે YouTube પર તમે જોયેલા વીડિયો) તથા વેબ અને ઍપ પ્રવૃત્તિના સેટિંગના ભાગ તરીકે સાચવેલા સામાન્ય વિસ્તારોનો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે Google પર નજીકમાં દૂધ ક્યાંથી ખરીદવું તે શોધતા હો, તો તમે તમારી બસ કે ટ્રેનની રાહ જોતી વખતે જ્યાંથી વારંવાર Google Search બ્રાઉઝ કરતા હો, તે સામાન્ય વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનોની જાહેરાતો તમે જોઈ શકો છો.

જાહેરાતકર્તાઓ ફક્ત સામાન્ય વિસ્તારો, જેમ કે દેશો, શહેરો અથવા તેમના વ્યવસાયની આસપાસના પ્રદેશો પર જાહેરાતો લક્ષિત કરી શકે છે.

અમારા Display Network વિશે વધારાની માહિતી માટે સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

પર્ફોર્મન્સ માપવામાં જાહેરાતકર્તાઓને સહાય કરવા માટે

Googleની સેવાઓનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજવા માટે વિશ્લેષણ અને માપન માટે પણ Google લોકેશનની માહિતીનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે લોકેશન ઇતિહાસ ચાલુ કરવાનું પસંદ કર્યું હોય, તો Google આ ડેટાનો ઉપયોગ લોકો ઑનલાઇન જાહેરાતોને કારણે તેમના સ્ટોરની મુલાકાત લેતા હોવાની શક્યતા છે કે કેમ તેનો જાહેરાતકર્તાઓને અંદાજ કાઢવામાં સહાય કરવા માટે કરે છે. જાહેરાતકર્તાઓ સાથે માત્ર અનામ અનુમાનો શેર કરવામાં આવે છે, વ્યક્તિગત માહિતી નહીં. આમ કરવા માટે, Google જાહેરાત પર ક્લિક જેવા તમારા ઑનલાઇન પ્રવૃત્તિના ડેટાને જાહેરાતકર્તાઓના સ્ટોરથી સંબંધિત લોકેશન ઇતિહાસના ડેટા સાથે કનેક્ટ કરે છે. તમારો લોકેશન ઇતિહાસ જાહેરાતકર્તાઓ સાથે શેર કરવામાં આવતો નથી.

Googleની પ્રોડક્ટ અને સેવાઓને બહેતર બનાવવા માટે

Google તેની જાહેરાતોની પ્રોડક્ટ બહેતર બનાવવા માટે લોકેશનની માહિતીનો પણ ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, તમે જે જાહેરાતો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તેના વિશેનો ડેટા, જેમાં સંબંધિત પ્રવૃત્તિ માટેના સામાન્ય વિસ્તારનો સમાવેશ થાય છે, જે તમારા એકાઉન્ટમાં સાચવવામાં આવે છે, તેને એકીકૃત કરીને સ્માર્ટ બિડિંગ ટૂલને બહેતર બનાવતા મશીન લર્નિંગ મૉડલમાં તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તમારા એકાઉન્ટનો ડેટા જાહેરાતકર્તાઓ સાથે શેર કરવામાં આવતો નથી.

જાહેરાતો બતાવવા માટે, મારા લોકેશનની માહિતીનો ઉપયોગ કરવાની રીતને હું કેવી રીતે નિયંત્રિત કરું?

મારું જાહેરાત કેન્દ્રમાં તમે જ્યાં Googleનો ઉપયોગ કર્યો હોય તે વિસ્તારો નામના નિયંત્રણનો ઍક્સેસ કરીને તમે ભૂતકાળમાં જ્યાં Googleની સાઇટ અને ઍપનો ઉપયોગ કર્યો હોય તેવા તમારા સામાન્ય વિસ્તારોનો ઉપયોગ તમને દેખાતી જાહેરાતોને કેવી રીતે પ્રભાવિત કરે છે તે તમે નિયંત્રિત કરી શકો છો.

તમે જ્યાં Googleનો ઉપયોગ કર્યો હોય તેવા વિસ્તારોની સુવિધા ચાલુ હોય ત્યારે

જ્યારે રુચિ મુજબ જાહેરાતની સુવિધા અને તમે જ્યાં Googleનો ઉપયોગ કર્યો હોય તે વિસ્તારોની માહિતી ચાલુ કરવામાં આવે, ત્યારે Google તમને બતાવવામાં આવતી જાહેરાતોને મનગમતી બનાવવા માટે, તમે જે સામાન્ય વિસ્તારોમાં Googleની સાઇટ અને ઍપનો ઉપયોગ કર્યો હોય તેને સંબંધિત તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિમાં સાચવેલા ડેટાનો ઉપયોગ કરશે.

તમે જ્યાં Googleનો ઉપયોગ કર્યો હોય તેવા વિસ્તારોની સુવિધા બંધ હોય ત્યારે

જ્યારે રુચિ મુજબ જાહેરાત અથવા તમે જ્યાં Googleનો ઉપયોગ કર્યો હોય તે વિસ્તારોની સુવિધા બંધ કરવામાં આવી હોય, ત્યારે Google તમને બતાવવામાં આવતી જાહેરાતોને મનગમતી બનાવવા માટે, તમે જે સામાન્ય વિસ્તારોમાં Googleની સાઇટ અને ઍપનો ઉપયોગ કર્યો હોય તેને સંબંધિત તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિમાં સાચવેલા ડેટાનો ઉપયોગ કરતું નથી. જ્યારે તમે જ્યાં Googleનો ઉપયોગ કર્યો હોય તે વિસ્તારોની સુવિધા બંધ કરવામાં આવી હોય, ત્યારે પણ તમે તમારા Google એકાઉન્ટમાં તમારા ઘર અને ઑફિસ તરીકે સેટ કરેલા તમારા વર્તમાન લોકેશન અને જગ્યાઓના આધારે જાહેરાતો જોઈ શકો છો.

વધુમાં, જો તમે સાઇન આઉટ કર્યું હોય, તો પણ Google તમારા ડિવાઇસ અને ઍપના સેટિંગના આધારે તમને જાહેરાતો બતાવવા માટે, તમારા IP ઍડ્રેસમાંથી કે તમારા ડિવાઇસમાંથી તમારા વર્તમાન લોકેશનનો ઉપયોગ કરી શકે છે.

જ્યારે તમે સાઇન આઉટ કર્યું હોય, ત્યારે મનગમતી બનાવેલી જાહેરાતોને ચાલુ અને બંધ કરવાની રીત વિશે વધારાની માહિતી માટે, અહીં જુઓ.

Google ઍપ
મુખ્ય મેનૂ