જાહેરાત
જાહેરાતો Google અને ઘણી બધી વેબસાઇટ્સ અને સેવાઓને તમારા ઉપયોગ માટે નિઃશુલ્ક રાખે છે. અમે જાહેરાતો સુરક્ષિત, બિનદખલકારક અને શક્ય તેટલી સંબંધિત છે તેની ખાતરી કરવા માટે સખત મહેનત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, Google પર તમને પૉપ-અપ જાહેરાતો દેખાશે નહીં અને અમે દર વર્ષે – માલવેર ધરાવતી જાહેરાતો, નકલી માલસામાનની જાહેરાતો અથવા તે કે જે તમારી વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે તે સહિતના લાખો પ્રકાશકો અને જાહેરાતકર્તાઓનાં એકાઉન્ટ્સને સમાપ્ત કરીએ છીએ જે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે.
Googleની જાહેરાત સેવાઓ દ્વારા Chrome અને Android પર Privacy Sandbox પહેલ મારફતે લોકોની પ્રાઇવસીનું રક્ષણ ઑનલાઇન બહેતર કરી શકાય તે રીતે ડિજિટલ જાહેરાત ડિલિવર કરવા અને તેના માપનને સપોર્ટ કરવાની નવી રીતો પર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. Chrome કે Androidમાં Privacy Sandbox સંબંધિત સેટિંગ ચાલુ કર્યા હોય એવા વપરાશકર્તાઓને તેમના બ્રાઉઝર કે મોબાઇલ ડિવાઇસમાં સ્ટોર કરેલા વિષયો અને સંરક્ષિત ઑડિયન્સ ડેટાના આધારે Googleની જાહેરાત સેવાઓ સંબંધિત જાહેરાતો જોવા મળી શકે છે. Googleની જાહેરાત સેવાઓ તેમના બ્રાઉઝર કે મોબાઇલ ડિવાઇસ પર સ્ટોર કરેલા એટ્રિબ્યુશન રિપોર્ટિંગ ડેટા વડે જાહેરાતના પર્ફોર્મન્સનું માપન પણ કરી શકે છે. Privacy Sandbox વિશે વધુ માહિતી.
Google જાહેરાતમાં કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરે છે
કૂકીઝ જાહેરાતોને વધુ પ્રભાવી બનાવવામાં સહાય કરે છે. કૂકીઝ વગર, કોઈપણ જાહેરાતકર્તાનું તેના શ્રોતાઓ સુધી પહોંચવું, અથવા કેટલી જાહેરાતો બતાવાઈ અને તેઓએ કેટલી ક્લિક્સ પ્રાપ્ત કરી છે તે જાણવું મુશ્કેલ બને છે.
ઘણી વેબસાઇટ્સ, જેમ કે સમાચાર સાઇટ્સ અને બ્લોગ્સ, તેમના મુલાકાતીઓને જાહેરાતો બતાવવા માટે Google સાથે ભાગીદારી કરે છે. અમારા ભાગીદારો સાથે કાર્ય કરીને, અમે કૂકીઝનો ઉપયોગ ઘણા બધા હેતુઓ માટે કરી શકીએ છીએ, જેમ કે એક જ જાહેરાત તમને ફરી ફરીને બતાવાતી રોકવા માટે, ક્લિક છેતરપિંડી શોધવા અને રોકવા માટે, અને તમને વધુ સંબંધિત હોય તેવી જાહેરાતો બતાવવા માટે (જેમ કે તમે મુલાકાત લીધેલ વેબસાઇટ્સ પર આધારિત જાહેરાતો).
અમે આપીએ છીએ તે જાહેરાતોના રેકોર્ડને અમે અમારા લૉગ્સમાં સંગ્રહિત કરીએ છીએ. આ સર્વર લૉગ્સમાં સામાન્ય રીતે તમારી વેબ વિનંતી, IP સરનામું, બ્રાઉઝર પ્રકાર, બ્રાઉઝર ભાષા, તમારી વિનંતીની તારીખ અને સમય અને તમારા બ્રાઉઝરને અનન્ય રૂપે ઓળખી શકતી એક અથવા વધુ કુકીઝ શામેલ હોય છે. અમે આ ડેટાને અનેક કારણોસર સંગ્રહિત કરીએ છીએ, જેમાંનું સૌથી મહત્વપૂર્ણ અમારી સેવાઓને બહેતર બનાવવું અને અમારા સિસ્ટમ્સની સુરક્ષા જાળવી રાખવું છે. અમે IP સરનામાં (9 મહિના પછી)ના ભાગને અને કુકી માહિતી (18 મહિના પછી)ને દૂર કરીને આ લૉગ ડેટાને અનામ બનાવીએ છીએ.
અમારી જાહેરાત કૂકીઝ
અમારા ભાગીદારોને તેમની જાહેરાતો અને વેબસાઇટ્સનું સંચાલન કરવામાં સહાય માટે, અમે AdSense, AdWords, Google Analytics સહિત ઘણા ઉત્પાદનો અને DoubleClick-બ્રાંડેડ સેવાઓની એક શ્રેણી ઑફર કરીએ છીએ. જ્યારે તમે Google સેવાઓ અથવા અન્ય સાઇટ્સ અને ઍપ્લિકેશનો પર કોઈ પૃષ્ઠની મુલાકાત લો અથવા જાહેરાત જુઓ જે આ ઉત્પાદનોમાંના કોઈ એકનો ઉપયોગ કરે છે, ત્યારે તમારા બ્રાઉઝર પર વિભિન્ન કુકીઝ મોકલવામાં આવી શકે છે.
આ વિવિધ ડોમેનો પરથી મોકલવામાં આવી શકે છે, જેમાં google.com, doubleclick.net, googlesyndication.com અથવા googleadservices.com અથવા અમારા ભાગીદારોની સાઇટોના ડોમેનનો સમાવેશ થાય છે. અમારા જાહેરાત ઉત્પાદનોમાંના કેટલાક ઉત્પાદનો અમારા ભાગીદારોને અમારી સેવાઓ સાથે જોડાણમાં અન્ય સેવાઓ (જેમ કે જાહેરાત માપણી અને રિપોર્ટિંગ સેવા)નો ઉપયોગ કરવા માટે સક્ષમ કરે છે અને આ સેવાઓ તેમની પોતાની કુકીઝ તમારા બ્રાઉઝર પર મોકલી શકે છે. આ કુકીઝ તેમના ડોમેન પરથી સેટ કરવામાં આવશે.
Google દ્વારા ઉપયોગમાં લેવાતી કુકીનાં પ્રકારો અને અમારા ભાગીદારો, તથા અમે તેમનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશેની વધુ વિગતો જુઓ.
તમે જાહેરાત કૂકીઝને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો
તમે જુઓ છો તે Google જાહેરાતો મેનેજ કરવા અને મનગમતી બનાવેલી જાહેરાતોને બંધ કરવા માટે તમે જાહેરાત સેટિંગનો ઉપયોગ કરી શકો છો. જો તમે મનગમતી બનાવેલી જાહેરાતો બંધ કરી દો, તો પણ તમને હજી તમારા IP ઍડ્રેસ પરથી મેળવવામાં આવેલા તમારા સામાન્ય લોકેશન, તમારા બ્રાઉઝરના પ્રકાર અને તમારા શોધ શબ્દો જેવા પરિબળો પર આધારિત જાહેરાતો જોવા મળી શકે છે.
તમે ઘણા દેશોમાં સ્વ-નિયમન પ્રોગ્રામ્સ હેઠળ બનાવાયેલ યુએસ-આધારિત aboutads.info પસંદગીઓ પૃષ્ઠ અથવા EU-આધારિત તમારી ઑનલાઇન પસંદગીઓ જેવા ગ્રાહક પસંદગીના સાધનો મારફતે ઑનલાઇન જાહેરાત માટે ઉપયોગમાં લેવાતી ઘણી કંપનીઓની કુકીઝનું સંચાલન પણ કરી શકો છો.
આખરે, તમે તમારા વેબ બ્રાઉઝરમાં કૂકીઝનું સંચાલન કરી શકો છો.
જાહેરાતમાં વપરાતી અન્ય તકનીકો
Google ની જાહેરાત સિસ્ટમ્સ, ક્રિયાપ્રતિક્રિયાત્મક જાહેરાત ફોર્મેટના પ્રદર્શન જેવા કાર્યો માટે Flash અને HTML5 સહિત અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. અમે IP સરનામાંનો ઉપયોગ કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, તમારા સામાન્ય સ્થાનને ઓળખવા માટે. અમે તમારા કમ્પ્યુટર અથવા ઉપકરણ વિશેની માહિતી, જેમ કે તમારા ઉપકરણનું મોડેલ, બ્રાઉઝરનો પ્રકાર અથવા તમારા ઉપકરણમાં ગતિવૃદ્ધિમાપક જેવા સેન્સર પર આધારિત જાહેરાત પણ પસંદ કરી શકીએ છીએ.
સ્થાન
Google ના જાહેરાત ઉત્પાદનો વિવિધ સ્રોતોથી તમારા સ્થાન વિશે માહિતી પ્રાપ્ત કરી શકે છે અથવા અનુમાન કરી શકે છે. ઉદાહરણ તરીકે, અમે તમારા સામાન્ય સ્થાનને ઓળખવા માટે IP સરનામાંનો ઉપયોગ કરી શકીએ છીએ; અમે તમારા મોબાઇલ ઉપકરણથી ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ; અમે તમારી શોધ ક્વેરીઝ પરથી તમારા સ્થાનનું અનુમાન કરી શકીએ છીએ; અને વેબસાઇટ્સ અથવા ઍપ્લિકેશનો કે જેનો ઉપયોગ તમે કરો છો તે અમને તમારા સ્થાન વિશેની માહિતી મોકલી શકે છે. Google, વસ્તી વિષયક માહિતીનું અનુમાન કરવા, તમે જુઓ છો તે જાહેરાતોની અનુરૂપતાને બહેતર બનાવવા, જાહેરાત પ્રદર્શનને માપવા અને જાહેરાતકર્તાઓને એકીકૃત આંકડાની જાણ કરવા માટે અમારા જાહેરાત ઉત્પાદનોમાં સ્થાન માહિતીનો ઉપયોગ કરે છે.
મોબાઇલ ઍપ્સ માટેના જાહેરાત ઓળખકર્તાઓ
જ્યાં કુકી તકનીક ઉપલબ્ધ ન હોય તેવી સેવાઓમાં જાહેરાતો આપવા માટે (ઉદાહરણ તરીકે, મોબાઇલ ઍપ્લિકેશનોમાં), અમે કુકીઝના જેવા જ કાર્યો કરતી સમાન તકનીકોનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારેક Google, મોબાઇલ ઍપ્લિકેશનો પર જાહેરાત માટે ઉપયોગમાં લેવાતાં ઓળખકર્તાને તમારી સમગ્ર મોબાઇલ ઍપ્લિકેશનો અને મોબાઇલ બ્રાઉઝર પર જાહેરાતોને સમન્વયિત કરવા માટે સમાન ઉપકરણ પરની જાહેરાત કુકીથી લિંક કરે છે. આ ત્યારે થઈ શકે છે, ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ ઍપ્લિકેશન અંતર્ગત જાહેરાતને જુઓ છો કે જે તમારા મોબાઇલ બ્રાઉઝરમાં કોઈ વેબ પૃષ્ઠને લોંચ કરે છે. આ અમે જાહેરાતકર્તાઓને તેમના ઝુંબેશોની અસરકારકતા પર આપીએ છીએ તે રિપોર્ટ્સને બહેતર બનાવવામાં પણ અમારી સહાય કરે છે.
તમારા ડિવાઇસ પર તમને દેખાતી જાહેરાતો તેના જાહેરાત IDના આધારે મનગમતી બનાવેલી હોઈ શકે છે. Android ડિવાઇસ પર તમે આમ કરી શકો છો:
- તમારા ડિવાઇસનું જાહેરાત ID રીસેટ કરો, જે વર્તમાન IDને નવા ID વડે બદલે છે. ઍપ દ્વારા હજી પણ તમને મનગમતી બનાવેલી જાહેરાતો બતાવવામાં આવી શકે છે, પરંતુ થોડા સમય માટે તમને તે એટલી સંબંધિત કે રસપ્રદ ન લાગે તેવું બની શકે છે.
- તમારા ડિવાઇસનું જાહેરાત ID ડિલીટ કરો, જેનાથી જાહેરાત ID ડિલીટ થઈ જશે અને નવા IDની સોંપણી થશે નહીં. ઍપ દ્વારા હજી પણ તમને જાહેરાતો બતાવવામાં આવી શકે છે, પરંતુ તમને તે એટલી સંબંધિત કે રસપ્રદ ન લાગે તેવું બની શકે છે. તમને આ જાહેરાત ID પર આધારિત જાહેરાતો દેખાશે નહીં, પરંતુ તમે હજી પણ અન્ય પરિબળો, જેમકે તમે ઍપ સાથે શેર કરેલી માહિતી પર આધારિત જાહેરાતો જોઈ શકો છો.
તમારા Android ડિવાઇસ પરના જાહેરાત IDમાં ફેરાફાર કરવા માટે, નીચેની સૂચનાઓને અનુસરો.
Android
તમારા ડિવાઇસનું જાહેરાત ID રીસેટ કરો
તમારા ડિવાઇસનું જાહેરાત ID રીસેટ કરવા માટે:
- તમારા Android ડિવાઇસ પર, સેટિંગમાં જાઓ.
- પ્રાઇવસી > જાહેરાતો પર ટૅપ કરો.
- જાહેરાત ID રીસેટ કરો પર ટૅપ કરો અને તમે કરેલા ફેરફારો કન્ફર્મ કરો.
તમારા ડિવાઇસનું જાહેરાત ID ડિલીટ કરો
તમારા ડિવાઇસનું જાહેરાત ID ડિલીટ કરવા માટે:
- તમારા Android ડિવાઇસ પર, સેટિંગમાં જાઓ.
- પ્રાઇવસી > જાહેરાતો પર ટૅપ કરો.
- જાહેરાત ID ડિલીટ કરો પર ટૅપ કરો અને તમે કરેલા ફેરફારો કન્ફર્મ કરો.
તમારા જાહેરાત IDને રીસેટ કે ડિલીટ કરવામાં આવશે, પરંતુ ઍપમાં અન્ય પ્રકારના ઓળખકર્તાઓનો ઉપયોગ કરતા તેના પોતાના સેટિંગ હોય છે, જે તમે ક્યા પ્રકારની જાહેરાતો જુઓ છો તેના પર અસર કરી શકે છે.
Androidના અમુક જૂના વર્ઝન પર
જો તમારા Android ડિવાઇસનું વર્ઝન 4.4 કે તેથી વધુ જૂનું હોય:
- સેટિંગ ખોલો
- પ્રાઇવસી > વિગતવાર > જાહેરાતો પર ટૅપ કરો
- રુચિ મુજબ જાહેરાતોને નાપસંદ કરો ચાલુ કરો અને તમે કરેલા ફેરફારો કન્ફર્મ કરો.
iOS
iOS ધરાવતા ઉપકરણો Apple ના જાહેરાત ઓળખકર્તાનો ઉપયોગ કરે છે. આ ઓળખકર્તાના ઉપયોગ માટે તમારી પસંદગીઓ વિશે વધુ જાણવા માટે, તમારા ઉપકરણ પર સેટિંગ્સ ઍપ્લિકેશનની મુલાકાત લો.
કનેક્ટ કરેલું ટીવી/સીધા ઇન્ટરનેટથી
કનેક્ટ કરેલા ટીવી માટે જાહેરાત ઓળખકર્તાઓ
કનેક્ટ કરેલા ટીવી એ અન્ય ક્ષેત્ર છે કે જ્યાં કુકી ટેક્નોલોજી ઉપલબ્ધ હોતી નથી અને તેના બદલે, Google જાહેરાતો આપવા માટે જાહેરાતોમાં ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ડિવાઇસ ઓળખકર્તાઓ પર આધાર રાખશે. ઘણા કનેક્ટ કરેલા ટીવી ડિવાઇસ જાહેરાત માટેના ઓળખકર્તાને સપોર્ટ કરે છે, જેની કાર્યપદ્ધતિ મોબાઇલ ડિવાઇસના ઓળખકર્તાઓ જેવી હોય છે. આ ઓળખકર્તાઓ વપરાશકર્તાઓને તેમને રીસેટ કરવાનો વિકલ્પ આપવા અથવા મનગમતી બનાવેલી જાહેરાતોને સંપૂર્ણપણે નાપસંદ કરવાનો વિકલ્પ આપવા માટે બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલા “જાહેરાતો”ના સેટિંગ નીચેની સુસંગત ભાષા સાથે ટીવી પર ઉપલબ્ધ છે:
- જાહેરાત ID રીસેટ કરો
- જાહેરાત ID ડિલીટ કરો
- રુચિ મુજબ જાહેરાતોને નાપસંદ કરો (ચાલુ અથવા બંધ)
- Google દ્વારા જાહેરાતો (Googleની રુચિ મુજબની જાહેરાતની લિંક)
- તમારું જાહેરાત ID (લાંબી સ્ટ્રિંગ)
જાહેરાતોના આ સેટિંગ અનુક્રમે Google TV અને Android TV પર નીચેના પથમાં ઉપલબ્ધ છે.
Google TV
જાહેરાતો માટે સુસંગત માર્ગ:
- સેટિંગ
- ગોપનીયતા
- જાહેરાતો
Android TV
ટીવીના નિર્માતા/મૉડલના આધારે જાહેરાતોના સેટિંગ Android TV માટેના બે સામાન્ય પથમાંથી એકમાં દેખાય છે. Android TVમાં, ભાગીદારોને સેટિંગ પથ અનુકૂળ બનાવવાની સ્વતંત્રતા છે. તે ભાગીદાર પર નિર્ભર છે કે તેઓ તેમના કસ્ટમ ટીવી અનુભવને શ્રેષ્ઠ રીતે બંધબેસે તેના માટે કયા પથનો ઉપયોગ કરે છે, પરંતુ જાહેરાતના સેટિંગ માટેના સામાન્ય પથ નીચે આપેલા છે.
પથ A:
- સેટિંગ
- પરિચય
- કાયદાકીય માહિતી
- જાહેરાતો
પથ B:
- સેટિંગ
- ડિવાઇસની પસંદગીઓ
- પરિચય
- કાયદાકીય માહિતી
- જાહેરાતો
Google સિવાયના ડિવાઇસ
ઘણા કનેક્ટ કરેલા ટીવી ડિવાઇસ જાહેરાત માટેના ઓળખકર્તાઓને સપોર્ટ કરે છે અને વપરાશકર્તાઓને મનગમતી બનાવેલી જાહેરાતો નાપસંદ કરવાની રીતો ઑફર કરે છે. તે ડિવાઇસ અને વપરાશકર્તા જે રીતો વડે નાપસંદ કરી શકે છે તેની આખી સૂચિ નેટવર્ક એડવર્ટાઇઝિંગ ઇનિશિયેટિવની વેબસાઇટ પર અહીં અપડેટ કરીને રાખવામાં આવે છે: https://thenai.org/opt-out/connected-tv-choices/.
મને દેખાય છે તે Google ની જાહેરાતોને કોણ નિર્ધારિત કરે છે?
તમને કઈ જાહેરાત દેખાય તે નિર્ધારિત કરવા માટે ઘણા નિર્ણયો લેવાય છે.
ક્યારેક તમને દેખાય છે તે જાહેરાત તમારા વર્તમાન અથવા ભૂતકાળના સ્થાન પર આધારિત હોય છે. તમારું IP સરનામું સામાન્ય રીતે તમારા અંદાજિત સ્થાનનો એક સારો સૂચક છે. તેથી તમને YouTube.com ના હોમપેજ પર એવી જાહેરાત દેખાઈ શકે છે કે જે તમારા દેશમાં આવનારી મૂવીનો પ્રચાર કરે છે અથવા ‘પિઝા' માટેની શોધમાં તમારા નગરમાંના પિઝા સ્થાનો માટેના પરિણામો પાછા આવી શકે છે.
ક્યારેક તમે જુઓ છો તે જાહેરાત પૃષ્ઠના સંદર્ભ પર આધારિત હોય છે. જો તમે બાગકામ ટીપ્સના પૃષ્ઠને શોધી રહ્યાં છો, તો તમને બાગકામ માટેના સાધનોની જાહેરાતો દેખાઈ શકે છે.
ક્યારેક તમને તમારી ઍપ્લિકેશન પ્રવૃત્તિ પર આધારિત જાહેરાત અથવા ઍપ્લિકેશનમાં જાહેરાત કે જે તમારી વેબ પ્રવૃત્તિ પર આધારિત હોય અથવા બીજા ઉપકરણ પરની તમારી પ્રવૃત્તિના આધારે જાહેરાત પણ દેખાઈ શકે છે.
ક્યારેક તમને દેખાય છે તે જાહેરાત, Google દ્વારા આપવામાં આવે છે પરંતુ તે બીજી કંપની દ્વારા પસંદ કરેલ હોય છે. ઉદાહરણ તરીકે, તમે એક સમાચારપત્ર વેબસાઇટ પર નોંધણી કરેલ હોઈ શકે છે. તમે સમાચારપત્રને આપેલ માહિતીથી, તે તમને કઈ જાહેરાતો બતાવવી તે વિશેના નિર્ણયો લઈ શકે છે અને તે Google ના જાહેરાત આપતાં ઉત્પાદનોનો ઉપયોગ તે જાહેરાતો વિતરીત કરવા માટે કરી શકે છે.
તમને તમારા ઇમેઇલ સરનામા જેવી માહિતી કે જે તમે જાહેરાતકર્તાઓને પ્રદાન કરેલ હોય અને જાહેરાતકર્તાઓએ પછીથી Google સાથે શેર કરેલ હોય તેના આધારે શોધ, Gmail અને YouTube સહિત Google ઉત્પાદનો અને સેવાઓ પર પણ જાહેરાતો દેખાઈ શકે છે.
મને શા માટે મેં જોયેલા ઉત્પાદનો માટે Google દ્વારા જાહેરાતો દેખાય છે?
તમને તમે અગાઉ જોયેલા ઉત્પાદનો માટે જાહેરાતો દેખાઈ શકે છે માની લો કે તમે ગોલ્ફ ક્લબ્સનું વેચાણ કરતી વેબસાઇટની મુલાકાત લો છો, પરંતુ તમે તમારી પ્રથમ મુલાકાત પર તે ક્લબ્સને ખરીદતાં નથી. વેબસાઇટ માલિક તમને પાછા ફરવા અને તમારી ખરીદી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. Google એવી સેવાઓ આપે છે જે વેબસાઇટ ઓપરેટર્સને તેમના પૃષ્ઠોની મુલાકાત લેનાર લોકોને તેમની જાહેરાતો લક્ષિત કરે છે.
આ કામ કરે તે માટે, Google તમારા બ્રાઉઝરમાં પહેલાંથી છે તે કુકીને વાંચે છે અથવા જ્યારે તમે ગોલ્ફિંગ સાઇટની મુલાકાત લો છો ત્યારે તમારા બ્રાઉઝર પર કુકી મૂકે છે (તમારું બ્રાઉઝર આ કરવા દે છે તે ધારીને).
જ્યારે તમે Google સાથે કામ કરતી બીજી સાઇટની મુલાકાત લો છો, જેની ગોલ્ફિંગ સાથે કોઈ લેવા-દેવા નથી, તો તમને તે ગોલ્ફ ક્લબ્સ માટેની જાહેરાત દેખાઈ શકે છે. આવું, તમારા બ્રાઉઝર દ્વારા Google ને સમાન કૂકી મોકલવાને લીધે થાય છે. બદલામાં, અમે તમને તે ગોલ્ફ ક્લબ્સ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકે તેવી જાહેરાત આપવા માટે તે કૂકીનો ઉપયોગ કરી શકીએ છીએ.
Google પર જ્યારે તમે પછીથી ગોલ્ફ ક્લબ્સ માટે શોધ કરો ત્યારે તમને વ્યક્તિગત કરેલ જાહેરાતો બતાવવા માટે Google દ્વારા ગોલ્ફિંગ સાઇટ પરની તમારી મુલાકાતને પણ ઉપયોગમાં લેવામાં આવી શકે છે.
આ પ્રકારની જાહેરાતો પર અમારા પ્રતિબંધો છે. ઉદાહરણ તરીકે, અમે જાહેરાતકર્તાઓને આરોગ્ય માહિતી અથવા ધાર્મિક માન્યતાઓ જેવી સંવેદનશીલ માહિતી પર આધારિત પ્રેક્ષક પસંદ કરવાથી નિષિદ્ધ કરીએ છીએ.
Google જાહેરાતો વિશે વધુ જાણો.