મુખ્ય શબ્દો

આનુષંગિકો

આનુષંગિક એક એકમ છે જે Google કંપનીઓના ગ્રૂપ સાથે સંબંધિત છે, જેમાં યુરોપિયન સંઘમાં ગ્રાહક સેવાઓ પૂરી પાડનાર નીચે જણાવેલ કંપનીઓ શામેલ છે: Google Ireland Limited, Google Commerce Ltd, Google Payment Corp, અને Google Dialer Inc. યુરોપિયન સંઘમાં વ્યવસાયિક સેવાઓ પૂરી પાડતી કંપનીઓ વિશે વધુ જાણો.

ઉપકરણ

ઉપકરણ એક કમ્પ્યુટર છે જેનો ઉપયોગ Google સેવાઓને ઍક્સેસ કરવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ડેસ્કટૉપ કમ્પ્યુટર, ટૅબ્લેટ, સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટફોન બધાને ઉપકરણો ગણવામાં આવે છે.

ઍલ્ગોરિધમ

સમસ્યા-ઉકેલવાની કામગીરી કરવામાં કમ્પ્યુટર દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયા અથવા નિયમોનો સેટ.

એપ્લિકેશન ડેટા કેશ

એપ્લિકેશન ડેટા કેશ એ ઉપકરણ પરનો ડેટા ભંડાર છે. તે, ઉદાહરણ તરીકે, ઇન્ટરનેટ કનેક્શન વિના કોઈ વેબ એપ્લિકેશનને શરૂ કરવામાં સક્ષમ કરી શકે છે અને સામગ્રીને લોડ કરવાનું ઝડપી બનાવીને એપ્લિકેશનના પ્રદર્શનને બહેતર બનાવી શકે છે.

કુકી

કુકી એ એક નાની ફાઇલ છે જેમાં અક્ષરોની એક સ્ટ્રિંગ હોય છે, જે તમે વેબસાઇટની મુલાકાત લો ત્યારે તમારા કમ્પ્યુટરને મોકલવામાં આવે છે. જ્યારે તમે ફરી સાઇટની મુલાકાત લો છો, ત્યારે કુકી તે સાઇટને તમારા બ્રાઉઝરને ઓળખવાની મંજૂરી આપે છે. કુકી વપરાશકર્તાની પસંદગીઓ અને અન્ય માહિતીને સ્ટોર કરી શકે છે. તમે તમારા બ્રાઉઝરને તમામ કુકી નકારવા માટે અથવા કોઈ કુકી ક્યારે મોકલવામાં આવે તે સૂચવવા માટે ગોઠવી શકો છો. જોકે, અમુક વેબસાઇટ સુવિધાઓ અથવા સેવાઓ કુકી વગર યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. જ્યારે તમે અમારા ભાગીદારોની સાઇટ અથવા ઍપનો ઉપયોગ કરો છો, ત્યારે Google, કુકીનો ઉપયોગ કેવી રીતે કરે છે અને Google, કુકી સહિત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના વિશે વધુ જાણો.

પિક્સેલ ટૅગ

પિક્સેલ ટૅગ એવા પ્રકારની ટેકનોલોજી છે જે વેબસાઇટ પર અથવા ઇમેઇલના મુખ્ય ભાગની અંદર અમુક પ્રવૃત્તિ, જેમ કે વેબસાઇટના દૃશ્યો અથવા ઇમેઇલ ક્યારે ખોલવામાં આવે છે તે ટ્રૅક કરવાના હેતુથી મૂકવામાં આવે છે. પિક્સેલ ટૅગ ઘણીવાર કુકી સાથે સંયોજનમાં ઉપયોગમાં લેવાય છે.

બિન-વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતી

આ તે માહિતી છે જે વપરાશકર્તા વિશે રેકોર્ડ કરેલી છે, જેથી તે વ્યક્તિગત રૂપે ઓળખવાયોગ્ય વપરાશકર્તાને હવેથી પ્રતિબિંબિત કે સંદર્ભિત ન કરે.

બ્રાઉઝર વેબ સંગ્રહ

બ્રાઉઝર વેબ સ્ટોરેજ, વેબસાઇટને ઉપકરણ પરના બ્રાઉઝરમાં ડેટાને સ્ટોર કરાવાનું ચાલુ કરે છે. જ્યારે "સ્થાનિક સ્ટોરેજ" મોડમાં વપરાય છે, ત્યારે તે ડેટાને સમગ્ર સત્રમાં સ્ટોર કરવાનું ચાલુ કરે છે. આ ડેટાને બ્રાઉઝર બંધ કરી દેવાયા પછી અને ફરીથી ખોલી દેવાયા પછી પણ પુનઃપ્રાપ્ત કરવા યોગ્ય બનાવે છે. એક ટેકનિક જે વેબ સ્ટોરેજ સરળ બનાવે છે તે છે HTML 5.

રેફરલ આપનાર URL

રેફરલ આપનાર URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) એ વેબ બ્રાઉઝર દ્વારા નિર્ધારિત વેબપેજને પ્રસારિત કરાતી માહિતી છે, ખાસ કરીને જ્યારે તમે તે વેબપેજ પરની કોઈ લિંક પર ક્લિક કરો છો. રેફરલ આપનાર URLમાં બ્રાઉઝરે મુલાકાત લીધેલા છેલ્લા વેબપેજનું URL હોય છે.

વિશેષ ઓળખકર્તાઓ

એક વિશેષ ઓળખકર્તા અક્ષરોની સ્ટ્રિંગ છે જેનો ઉપયોગ બ્રાઉઝર, ઍપ અથવા ઉપકરણને વિશેષ રૂપે ઓળખવા માટે ઉપયોગ કરી શકાય છે. વિભિન્ન ઉપકરણ ઓળખકર્તાઓ તે કેટલા સ્થાયી છે, તે વપરાશકર્તાઓ દ્વારા રીસેટ કરી શકાય છે કે કેમ અને તે કેવી રીતે ઍક્સેસ કરી શકાય છે તેના આધારે ભિન્ન હોઈ શકે છે.

વિશેષ ઓળખકર્તાઓનો ઉપયોગ સુરક્ષા અને કપટ તપાસ, તમારા ઇમેઇલ ઇનબૉક્સ જેવી સેવાઓને સિંક કરવા, તમારી પસંદગીને યાદ રાખવા અને વ્યક્તિગત જાહેરાત પ્રદાન કરવી તે સહિતના વિવિધ હેતુઓ માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કુકીમાં સ્ટોર કરેલ વિશેષ ઓળખકર્તાઓ સાઇટને તમારા બ્રાઉઝરમાં તમારી પસંદગીની ભાષામાં કન્ટેન્ટને ડિસ્પ્લે કરવામાં સહાય કરે છે. તમે તમારા બ્રાઉઝરને તમામ કુકી નકારવા માટે અથવા કોઈ કુકી ક્યારે મોકલવામાં આવે તે સૂચવવા માટે ગોઠવી શકો છો. કુકીનો ઉપયોગ કરવાની Googleની રીત વિશે વધુ જાણો.

અન્ય પ્લૅટફૉર્મ પર બ્રાઉઝર ઉપરાંત, વિશિષ્ટ ઉપકરણ અથવા તે ઉપકરણ પર ઍપને ઓળખવા માટે વિશેષ ઓળખકર્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વિશેષ ઓળખકર્તા જેમ કે જાહેરાત ID Android ઉપકરણો પર સંબંધિત જાહેરાત પ્રદાન કરવા માટે વપરાય છે અને તમારા ઉપકરણની સેટિંગમાં મેનેજ કરી શકાય છે. વિશેષ ઓળખકર્તાઓ ઉપકરણમાં તેના નિર્માતા દ્વારા શામેલ કરવામાં આવે છે (સાર્વત્રિક અજોડ ID અથવા UUID કહેવામાં આવે છે), જેમ કે મોબાઇલ ફોનનો IMEI-નંબર. ઉદાહરણ તરીકે, ઉપકરણના વિશેષ ઓળખકર્તાનો ઉપયોગ તમારા ઉપકરણની અમારી સેવાને કસ્ટમાઇઝ કરવા અથવા અમારી સેવાઓ સંબંધિત ઉપકરણ સમસ્યાઓનું વિશ્લેષણ કરવા માટે થઈ શકે છે.

વ્યક્તિગત માહિતી

આ તે માહિતી છે જે તમે અમને આપો છો જે તમને વ્યક્તિગત રૂપે ઓળખે છે, જેમ કે તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ અથવા બિલિંગ માહિતી, જે Google દ્વારા આવી માહિતીને વાજબી રૂપે લિંક થઈ શકે છે, જેમ કે અમે તમારા Google એકાઉન્ટ સાથે સાંકળીએ છીએ તે માહિતી.

સંવેદનશીલ વ્યક્તિગત માહિતી

આ વ્યક્તિગત માહિતીની એક વિશેષ કૅટેગરી છે જે ગોપનીય તબીબી હકીકતો, જાતિ અથવા નૈતિક ઑરિજિન, રાજકીય અથવા ધાર્મિક માન્યતાઓ અથવા જાતિયતા જેવા વિષયોથી સંબંધિત છે.

સર્વર લૉગ્સ

મોટા ભાગની વેબસાઇટની જેમ, અમારું સર્વર જ્યારે તમે અમારી સાઇટ્સની મુલાકાત લો છો ત્યારે કરેલ પૃષ્ઠ વિનંતીઓને આપમેળે રેકોર્ડ કરે છે. આ “સર્વર લૉગ્સ”માં સામાન્ય રીતે તમારી વેબ વિનંતી, ઇંટરનેટ પ્રોટોકોલ સરનામું, બ્રાઉઝર પ્રકાર, બ્રાઉઝર ભાષા, તમે વિનંતી કર્યાની તારીખ અને સમય અને તમારા બ્રાઉઝરને અનન્ય રીતે ઓળખતી એક અથવા વધુ કૂકીઝનો સમાવેશ થાય છે.

“કાર” માટે શોધની સામાન્ય લૉગ એન્ટ્રી આવી દેખાય છે:

123.45.67.89 - 25/Mar/2003 10:15:32 -
http://www.google.com/search?q=cars -
Chrome 112; OS X 10.15.7 -
740674ce2123e969
  • 123.45.67.89 એ વપરાશકર્તાનાં ISP દ્વારા વપરાશકર્તાને સોંપવામાં આવેલું ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રેસ છે. વપરાશકર્તાની સેવાને આધારે, વપરાશકર્તા ઇન્ટરનેટથી કનેક્ટ થાય તે દર વખતે તેમના સેવા પ્રદાતા દ્વારા તેમને એક ભિન્ન ઍડ્રેસ સોંપવામાં આવી શકે છે.
  • 25/Mar/2003 10:15:32 ક્વેરીની તારીખ અને સમય છે.
  • http://www.google.com/search?q=cars શોધ ક્વેરી સહિત, આ વિનંતી કરેલ URL છે.
  • Chrome 112; OS X 10.15.7 ઉપયોગ થઈ રહેલાં બ્રાઉઝર અને ઑપરેટિંગ સિસ્ટમ છે.
  • 740674ce2123a969 આ ચોક્કસ કમ્પ્યુટર પ્રથમ વખત Googleની મુલાકાત લીધી ત્યારે તેને સોંપવામાં આવેલ વિશેષ કુકી ID છે. (કુકી વપરાશકર્તાઓ દ્વારા ડિલીટ કરી શકાય છે. જો વપરાશકર્તાએ છેલ્લીવાર તેમણે Googleની મુલાકાત લીધી ત્યારે કમ્પ્યુટર પરથી કુકી ડિલીટ કરી હશે, તો તેમને આગલી વખત તે ચોક્કસ ઉપકરણ પરથી Googleની મુલાકાત લે ત્યારે એક વિશેષ કુકી ID સોંપવામાં આવશે).

Google એકાઉન્ટ

તમે Google એકાઉન્ટ માટે સાઇન અપ કરીને અને અમને અમુક વ્યક્તિગત માહિતી (સામાન્ય રૂપે તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડ) આપીને અમારી અમુક સેવાઓને ઍક્સેસ કરી શકો છો. આ એકાઉન્ટ માહિતીનો ઉપયોગ જ્યારે તમે Google સેવાઓને ઍક્સેસ કરો છો ત્યારે તમને પ્રમાણીકૃત કરવા માટે અને તમારા એકાઉન્ટને અન્ય લોકોની અનધિકૃત ઍક્સેસથી સુરક્ષિત કરવા માટે થશે. તમે તમારી Google એકાઉન્ટ સેટિંગના માધ્યમથી કોઈપણ સમયે તમારા એકાઉન્ટમાં ફેરફાર કરી શકો છો અથવા તેને ડિલીટ કરી શકો છો.

IP સરનામું

ઇન્ટરનેટથી કનેક્ટ થયેલા દરેક ડિવાઇસને કોઈ નંબર અસાઇન કરવામાં આવે છે, જેને ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ કહેવાય છે. આ નંબર સામાન્ય રીતે ભૌગોલિક બ્લૉકમાં અસાઇન કરેલા હોય છે. IP ઍડ્રેસનો ઉપયોગ ઘણીવાર ઇન્ટરનેટથી કનેક્ટ થયેલું ડિવાઇસ કયા લોકેશન પર છે તે ઓળખવા માટે થઈ શકે છે. અમે લોકેશનની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે વધુ જાણો.

Google ઍપ
મુખ્ય મેનૂ