ડેટા ટ્રાન્સફર માટે કાનૂની ફ્રેમવર્ક
અસરકારક 1 સપ્ટેમ્બર, 2023
અમે સમગ્ર વિશ્વના સર્વરની જાળવણી કરીએ છીએ અને તમે જે દેશમાં રહો છો તેની બહારના કોઈ સર્વર પર પણ તમારી માહિતી પર પ્રક્રિયા કરવામાં આવી શકે છે. ટા સંરક્ષણ કાયદાઓ દેશ અનુસાર અલગ-અલગ હોય છે, જેમાં અમુક દેશો અન્ય કરતાં વધુ સંરક્ષણ પ્રદાન કરે છે. તમારી માહિતી પર ક્યાં પ્રક્રિયા કરવામાં આવે છે તેને ધ્યાનમાં લીધા વિના, અમે પ્રાઇવસી પૉલિસીમાં વર્ણવ્યા મુજબના સંરક્ષણો લાગુ કરીએ છીએ. અમે ડેટાના ટ્રાન્સફર સંબંધિત અમુક કાનૂની ફ્રેમવર્કનું પણ પાલન કરીએ છીએ, જેમ કે નીચે વર્ણવેલું ફ્રેમવર્ક.
પર્યાપ્તતાનો નિર્ણય
યુરોપિયન કમિશને નક્કી કર્યું છે કે યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA)ની બહારના અમુક દેશો પર્યાપ્ત રીતે વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરે છે, જેનો અર્થ એ થાય છે કે ડેટાને યુરોપિયન યુનિયન (EU) અને નૉર્વે, લિકટેંસ્ટેઇન અને આઇસલૅન્ડથી આ દેશોમાં ટ્રાન્સફર કરી શકાય છે. UK અને સ્વિટ્ઝર્લૅન્ડ દ્વારા પર્યાપ્તતાનું આવું સમાન મૅકેનિઝમ અપનાવવામાં આવ્યું છે. અમે નીચે જણાવેલા પર્યાપ્તતાના મૅકેનિઝમ પર આધાર રાખીએ છીએ:
EU-U.S. અને Swiss-U.S. ડેટા પ્રાઇવસી ફ્રેમવર્ક
અમારા ડેટા પ્રાઇવસી ફ્રેમવર્ક સર્ટિફિકેશનમાં વર્ણવ્યા મુજબ, અમે અનુક્રમે EEA, સ્વિટ્ઝર્લૅન્ડ અને UKની વ્યક્તિગત માહિતીના સંગ્રહ, ઉપયોગ અને પ્રતિધારણ માટે U.S.ના વાણિજ્ય વિભાગ દ્વારા નિર્ધારિત EU-U.S. અને Swiss-U.S. ડેટા પ્રાઇવસી ફ્રેમવર્ક (DPF) અને EU-U.S. DPFના UK Extension ફ્રેમવર્કનું પાલન કરીએ છીએ. Google LLC (અને તેની સંપૂર્ણ માલિકીની USની પેટાકંપનીઓ જ્યાં સુધી સ્પષ્ટ રીતે બાકાત ન હોય) એ પ્રમાણિત કર્યું છે કે તે DPFના સિદ્ધાંતોનું પાલન કરે છે. અમારી પ્રાઇવસી પૉલિસીના "તમારી માહિતીને શેર કરવી" વિભાગમાં વર્ણવ્યા મુજબ, અમારા વતી બાહ્ય પ્રક્રિયા માટે ત્રીજા પક્ષો સાથે સતત હસ્તાંતરણ સિદ્ધાંત હેઠળ શેર કરેલી તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી માટે Google જવાબદાર રહે છે. DPF વિશે વધુ જાણવા અને Googleનું સર્ટિફિકેશન જોવા માટે, કૃપા કરીને DPF વેબસાઇટની મુલાકાત લો.
જો તમારે અમારા DPF સર્ટિફિકેશનના સંબંધમાં અમારી પ્રાઇવસી પ્રૅક્ટિસ બાબતે કોઈ પૂછપરછ કરવી હોય, તો અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે અમારો સંપર્ક કરો. Google, U.S. ફેડરલ ટ્રેડ કમિશનની તપાસ અને અમલીકરણ સત્તાને આધીન છે. તમે તમારા સ્થાનિક ડેટા સુરક્ષા અધિકારીને પણ ફરિયાદ મોકલી શકો છો અને અમે તમારી સમસ્યાને ઉકેલવા માટે તેમની સાથે કાર્ય કરીશું. અમુક સંજોગોમાં, DPF DPF સિદ્ધાંતો માટેના પરિશિષ્ટ Iમાં વર્ણવ્યા અનુસાર, અન્ય માધ્યમો દ્વારા ઉકેલી શકાયેલી ન હોય તેવી ફરિયાદોને ઉકેલવા માટે બંધનકર્તા આર્બિટ્રેશનનો ઉપયોગ કરવાના અધિકાર પ્રદાન કરે છે.
હાલમાં અમે U.S.માં વ્યક્તિગત માહિતી ટ્રાન્સફર કરવા માટે, Swiss-U.S. DPF અને EU-U.S. DPFના UK Extension પર આધાર રાખતા નથી.
સ્ટૅન્ડર્ડ કન્ટ્રેક્ટ્યુઅલ ક્લૉઝ
સ્ટૅન્ડર્ડ કન્ટ્રેક્ટ્યુઅલ ક્લૉઝ (SCCs) એ ઘણા પક્ષો વચ્ચે થતી લિખિત પ્રતિબદ્ધતાઓ છે, ડેટા સંરક્ષણના યોગ્ય પગલાં પ્રદાન કરીને EEAથી ત્રીજા પક્ષોના દેશોમાં ડેટા ટ્રાન્સફર કરવા તેનો ઉપયોગ કરી શકાય છે. SCCsને યુરોપિયન કમિશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કરનારા પક્ષો તેમાં ફેરફાર કરી શકશે નહીં (તમે યુરોપિયન કમિશન દ્વારા અપનાવવામાં આવેલા SCCs અહીં, અહીં અને અહીં જોઈ શકો છો). UK અને સ્વિટ્ઝર્લૅન્ડની બહારના દેશોમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે પણ આવી કલમોને મંજૂરી આપવામાં આવી છે. જ્યાં જરૂરી હોય અને એવા કિસ્સાઓમાં જ્યાં તેઓ પર્યાપ્તતાના કોઈ નિર્ણય દ્વારા આવરી લેવામાં આવ્યા ન હોય, ત્યાં અમે અમારો ડેટા ટ્રાન્સફર કરવા માટે SCCs પર આધાર રાખીએ છીએ. જો તમે SCCsની કૉપિ મેળવવા માગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
Google Google Workspace, Google Cloud Platform, Google Ads અને અન્ય જાહેરાતો અને માપનની પ્રોડક્ટ સહિત તેની વ્યાવસાયિક સેવાઓના ગ્રાહકો સાથે કરવામાં આવતા કરારોમાં SCCs પણ શામેલ કરી શકે છે. privacy.google.com/businesses પર વધુ જાણો.