Google કેવી રીતે મારી ગોપનીયતાની સુરક્ષા કરે છે અને મારી માહિતી સુરક્ષિત રાખે છે?

અમે જાણીએ છીએ કે સુરક્ષા અને ગોપનીયતા તમારા માટે મહત્વપૂર્ણ છે - અને તે અમારા માટે પણ, મહત્વપૂર્ણ છે. અમે તેને મજબૂત સુરક્ષા પ્રદાન કરવાને અગ્રતા ક્રમે રાખીએ છીએ અને તમને વિશ્વાસ આપીએ છીએ કે તમારી માહિતી સુરક્ષિત છે અને જ્યારે તમને જરૂર હોય ત્યારે ઍક્સેસ કરવા યોગ્ય છે.

અમે મજબૂત સુરક્ષાની ખાતરી કરવા, તમારી પ્રાઇવસીની સુરક્ષા કરવા અને Googleને તમારા માટે હજી વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યાં છીએ. અમે સુરક્ષા પર દર વર્ષે લાખો ડોલર ખર્ચીએ છીએ અને તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે ડેટા સુરક્ષામાં વિશ્વના જાણીતા નિષ્ણાતોને નિયુક્ત કરીએ છીએ. અમે Google Dashboard, 2-પગલાંમાં ચકાસણી અને મનગમતી બનાવેલી જાહેરાતોના સેટિંગ જેવા મારા જાહેરાત કેન્દ્રમાં જોવા મળતા ઉપયોગમાં સરળ પ્રાઇવસી અને સુરક્ષા ટૂલ પણ બનાવ્યા છે. જેથી તમે Google સાથે શેર કરો છો તે માહિતીની વાત આવે, ત્યારે તેના પર તમારું નિયંત્રણ રહે છે.

તમને પોતાને અને તમારા કુટુંબને ઓનલાઇન કેવી રીતે સુરક્ષિત રાખવા, તે સહિત ઓનલાઇન સુરક્ષા અને સલામતી વિશે તમે Google સુરક્ષા કેન્દ્ર પર વધુ જાણી શકો છો.

અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે ખાનગી અને સુરક્ષિત રાખીએ છીએ — અને તમારા નિયંત્રણમાં મૂકીએ છીએ તે વિશે વધુ જાણો.

મારું એકાઉન્ટ શા માટે કોઈ પ્રદેશ સાથે સંકળાયેલું છે?

સેવાની શરતોમાં તમારું એકાઉન્ટ કોઈ પ્રદેશ સાથે સાંકળવામાં આવ્યું છે જેથી કરીને અમે અનેક બાબતો નક્કી કરી શકીએ:

  1. સેવા પ્રદાન કરનારા Google આનુષંગિક જે તમારી માહિતી પર પ્રક્રિયા કરે છે અને જે લાગુ થતા પ્રાઇવસી કાયદાનું પાલન કરવા માટે પણ જવાબદાર છે. સામાન્ય રીતે, Google તેના ગ્રાહકોને બેમાંથી કોઈ એક કંપની મારફતે સેવાની ઑફર કરે છે:
    1. જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયા (EU દેશોના ઉપરાંત આઇસલેન્ડ, લિકટેંસ્ટેઇન અને નૉર્વે) અથવા સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત હો, તો Google Ireland Limited
    2. બાકીના સંપૂર્ણ વિશ્વ માટે યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત Google LLC
  2. આપણા સંબંધોને અસર કરતું શરતોનું આ વર્ઝન, જે સ્થાનિક કાયદાના આધારે બદલાઈ શકે છે
  3. તમે રહેતા હો, ત્યાં Googleની સેવાઓ માટે પ્રદેશ અનુસારની જરૂરિયાતો લાગુ કરવા માટે

તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા પ્રદેશની ઓળખ કરવા માટે

જ્યારે તમે કોઈ નવું એકાઉન્ટ બનાવો, ત્યારે જે પ્રદેશમાં તમે તમારું Google એકાઉન્ટ બનાવ્યું હોય, તે જ પ્રદેશ સાથે અમે તમારું એકાઉન્ટ સાંકળીએ છીએ. ઓછામાં ઓછા એક વર્ષ જૂના એકાઉન્ટ માટે તમે જે પ્રદેશમાંથી સામાન્ય રીતે Googleની સેવાઓ ઍક્સેસ કરતા હો, તે માહિતીનો અમે ઉપયોગ કરીએ છીએ — જ્યાં સામાન્ય રીતે તમે છેલ્લા વર્ષે સૌથી વધુ સમય વિતાવ્યો હોય.

સામાન્ય રીતે વારંવારની મુસાફરી તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા પ્રદેશની માહિતીને કોઈ અસર કરતી નથી. જો તમે કોઈ નવા પ્રદેશમાં સ્થળાંતર કર્યું હોય, તો તમારા સંકળાયેલા પ્રદેશની માહિતીને અપડેટ થવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

જો તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલો પ્રદેશ તમારા રહેઠાણના પ્રદેશ સાથે મેળ ખાતો ન હોય, તો તે તમારા નોકરી અને રહેઠાણના પ્રદેશમાં રહેલા તફાવતને કારણે, તમારા IP ઍડ્રેસને છુપાવવા માટે તમે વર્ચ્યુઅલ ખાનગી નેટવર્ક (VPN) ઇન્સ્ટૉલ કરેલું હોવાને કારણે અથવા તમે કોઈ પ્રાદેશિક સીમાની નજીક નિવાસ કરતા હોવાને કારણે હોઈ શકે છે. જો તમે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા પ્રદેશ સાથે અસંમત થતા હો, તો તમારા પ્રદેશમાં ફેરફાર કરવા માટે, કોઈ વિનંતી સબમિટ કરો.

Google નાં શોધ પરિણામોમાંથી હું મારા વિશેની માહિતીને કેવી રીતે દૂર કરી શકું?

Google શોધ પરિણામો વેબ પર સાર્વજનિક રીતે ઉપલબ્ધ સામગ્રીના પ્રતિબિંબ છે. શોધ એન્જિન્સ વેબસાઇટ્સમાંથી સીધી સામગ્રી દૂર કરી શકતું નથી, તેથી Google થી શોધ પરિણામો દૂર કરવાથી વેબ પરથી સામગ્રી દૂર થશે નહીં. જો તમે વેબમાંથી કંઈક દૂર કરવા માંગો છો, તો તમારે સામગ્રી પોસ્ટ કરેલ સાઇટના વેબમાસ્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેને અથવા તેણીને ફેરફાર કરવા માટે કહેવું જોઈએ. એકવાર સામગ્રી દૂર કરવામાં આવે અને Google એ અપડેટ નોંધી લે, તો માહિતી હવે Google શોધ પરિણામોમાં દેખાશે નહીં. જો તમારી પાસે તાત્કાલિક દૂર કરવાની વિનંતી છે, તો તમે વધુ માહિતી માટે અમારા સહાય પૃષ્ઠની મુલાકાત પણ લઇ શકો છો.

જ્યારે હું Google શોધ પરિણામો પર ક્લિક કરું ત્યારે શું મારી શોધ ક્વેરીઝ વેબસાઇટ્સને મોકલવામાં આવે છે?

સામાન્ય રીતે, ના. જ્યારે તમે Google Searchમાં કોઈ શોધ પરિણામ પર ક્લિક કરો, ત્યારે તમારું વેબ બ્રાઉઝર નિર્ધારિત વેબપેજ પર કેટલીક ચોક્કસ માહિતી મોકલે છે. તમારા શોધ શબ્દો, શોધ પરિણામોના પેજના ઇન્ટરનેટ ઍડ્રેસ કે URLમાં દેખાઈ શકે છે, પરંતુ Google Searchનો હેતુ બ્રાઉઝર દ્વારા એ URLને રેફરલ આપનારા URL તરીકે નિર્ધારિત પેજ પર મોકલતા અટકાવવાનો છે. અમે Google Trends અને Google Search Console મારફતે શોધ ક્વેરી વિશેનો ડેટા પ્રદાન કરીએ છીએ, પરંતુ જ્યારે અમે આમ કરીએ છીએ, ત્યારે અમે બધી ક્વેરી એકીકૃત કરીએ છીએ જેથી અમે એકથી વધુ વપરાશકર્તાઓ દ્વારા જારી કરવામાં આવી હોય માત્ર એવી જ ક્વેરી શેર કરીએ.

Google ઍપ
મુખ્ય મેનૂ